અમદાવાદ એરપોર્ટ ઓથોરીટી દ્વારા જાહેર કરાયું કે, વાયુ વાવાઝોડાને પગલે અમદાવાદથી પોરબંદર, દિવ, કંડલા, મુન્દ્રા, અને ભાવનગર જતી તમામ ફલાઈટ્સ રદ કરવામાં આવી છે. જ્યારે આવતીકાલની તમામ ફલાઇટ્સ રદ કરવામાં આવી છે. સાથે જ મુસાફરો માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. જ્યારે વેસ્ટર્ન રેલવે દ્વારા સૌરાષ્ટ્રમાં જતી તમામ ટ્રેનો રદ કરવામાં આવી હોવાનુ રેલ્વેના PRO પ્રદિપ શર્માએ જણાવ્યું હતું.
સૌરાષ્ટ્ર તરફ આગળ વધતી ટ્રેનો બુધવારે સાંજે 6 કલાક સુધી જે સ્ટેશને પહોંચશે ત્યાં જ રૂટ પુર્ણ કરવામાં આવશે. આમ 14 જૂન સુધી બે દિવસ સુધી કુલ 21 જેટલી ટ્રેનો રદ્દ કરવામાં આવી છે.
આ ઉપરાંત, જો રાજ્યના દરિયાકિનારે વાયુ નામનુ વાવાઝોડુ ત્રાટકે ત્યારે જો કોઇ ઘટના સર્જાય ત્યારે ઇમરજન્સી માટે વેસ્ટર્ન રેલવે દ્વારા ખાસ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે.
જેમાં વાયુ વાવજોડાને અસર કરતા દરિયાઇ જિલ્લાઓની નજીકના રેલ્વે સ્ટેશન પર ખાસ ટ્રેનો સ્ટેન્ડબાય મુકવામાં આવી છે. સાથે જ વધારાના કોચ પણ સ્ટેન્ડબાય રેલ્વે યાર્ડમાં સ્ટેન્ડબાય મુકવામાં આવ્યા છે. આમ રેલ્વે દ્વારા બચાવ કામગીરી માટે સ્પેશીયલ ટ્રેન દોડાવવામાં આવશે. તમામ રેલવે સ્ટેશનના મેનેજરોને સ્ટેટ ઓથોરિટી સાથે સતત સંપર્કમાં રહેવાની સૂચના આપવામાં આવી છે.