અમદાવાદ : સિંગલ ટેન્ડરથી અમદાવાદના તમામ રસ્તાની કામગીરી રૂપિયા 536,03,39,074.00 ના ભાવથી RKC infrabuilt પ્રા.લિ ને સોંપી દેવાઇ છે. જે ટેન્ડર મંજૂર કરાયું છે, એમાં એક સૂચક બાબત એવી બતાવાય છે કે, હયાત અને નવા રોડની ડિઝાઇન કોન્ટ્રાક્ટર દ્વારા જ કરાશે.
જો ડિઝાઇનની કામગીરી પણ કોન્ટ્રાક્ટર પાસે તૈયાર કરાવવાની હોય તો મ્યુનિસિપલ ઇજનેર ખાતામાં ફરજ બજાવતા ઇજનેરોની શું કામગીરી કરવાની છે. એવો પણ પ્રશ્ન ઉઠાવ્યો છે.
ત્યારે બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કહી રહ્યા છે કે, આ રોડ રસ્તા પ્રજાની સુખાકારી માટે જ છે, અને ટેન્ડર એટલે જ પાસ કરવામાં આવ્યું છે કે, રોડ અને રસ્તા હોળી પછી ફરીથી જેવા હતા તેવા લોકોને મળી શકે. રૂપિયા 400,02,53,040ની સામે 37.51 ટકા વધુ ભાવ એટલે કે, રૂપિયા 550,07,47,955.30નો ભાવ ભર્યો હતો.
બીજા બીડર સદભાવ એન્જીનિયરીંગ લિ. દ્વારા 39 ટકા વધુ ભાવ એટલે કે, રૂપિયા 556,03,51,725.60નો ભાવ ભર્યો હતો.