ETV Bharat / state

લોકડાઉન દરમિયાન સમગ્ર ભારતમાં અક્ષયપાત્ર ફાઉન્ડેશને 5 કરોડ લોકોને ભોજન વિતરણ કર્યું - મિડ ડે મિલ સ્કીમ

કોરોના વાઇરસ મહામારીમાં સંક્રમણને રોકવા કેન્દ્ર સરકાર દ્વારા બે મહિના સુધી લોકડાઉન આપવામાં આવ્યું હતું. જેને લઇને તમામ પ્રકારના ધંધા-રોજગાર બંધ રહ્યા હતા. પરિણામે કરોડો ગરીબ વર્ગના લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. જેઓ રોજ કમાઇને રોજ ખાતા હતા. તો સામે પક્ષે કેટલાય એવા સેવાભાવી લોકો અને સંસ્થાઓ પણ હતી, જેમણે છૂટથી આ સમયમાં ગરીબોને મદદ કરી અને માનવતા ટકાવી રાખી હતી.

અક્ષયપાત્ર ફાઉન્ડેશન
અક્ષયપાત્ર ફાઉન્ડેશન
author img

By

Published : Aug 1, 2020, 12:57 PM IST

અમદાવાદ : ગુજરાતમાં આવું જ એક નામ એટલે 'અક્ષય પાત્ર ફાઉન્ડેશન' અક્ષય પાત્ર ફાઉન્ડેશનની સ્થાપના વર્ષ 2000માં થઇ હતી. આ એક નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે. જે કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી ચાલે છે. જેનું હેડક્વાર્ટર્સ બેંગ્લોર ખાતે આવેલું છે. જેના ચેરમેન મધુ પંડિત દાસ છે. ભારતના 12 રાજયો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અક્ષય પાત્ર ફાઉન્ડેશનનું અસ્તિત્વ છે. જેમાં આંધ્રપ્રદેશ,આસામ, છત્તીસગઢ,ગુજરાત, કર્ણાટક,ઓરિસ્સા, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા અને ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે.

અક્ષયપાત્ર ફાઉન્ડેશન ખાસ કરીને કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી સરકારી શાળાઓમાં 'મિડ ડે મિલ સ્કીમ' એટલે કે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત સરકારી શાળાના બાળકોને ભોજન પૂરું પાડે છે. આ માટે સમગ્ર દેશમાં અક્ષયપાત્ર ફાઉન્ડેશનના 52 રસોડા આવેલા છે. જ્યારે ગુજરાતમાં તેના 7 રસોડા આવેલા છે. અક્ષય પાત્ર ફાઉન્ડેશન દ્વારા બનાવવામાં આવતું ભોજન શુદ્ધ, સ્વચ્છ અને ન્યુટ્રીશનથી ભરપૂર હોય છે. આ સાથે તેઓ ગૌ પાલન અને બાયોગેસ પ્લાન્ટ જેવી પર્યાવરણીય અનુકૂલન પદ્ધતિઓનો વિકાસ પોતાનાં પ્રાંગણમાં કરવા માટે જાણીતું છે. સમગ્ર દેશમાં 25 લાખ બાળકોને આ સંસ્થા ભોજન પૂરું પાડે છે, અને સૌથી મોટી વાત એ છે કે, કોરોના મહામારી દરમિયાન આ સંસ્થાએ 5 કરોડ લોકોને ભોજન પૂરું પાડ્યું છે. જ્યારે ગરીબોને લગભગ 7.5 લાખ રાશન કીટ પૂરી પાડી છે.

લોકડાઉન દરમિયાન સમગ્ર ભારતમાં અક્ષયપાત્ર ફાઉન્ડેશને 5 કરોડ લોકોને ભોજન વિતરણ કર્યું
આ સંસ્થાનું કિચન મેનેજમેન્ટ પણ અદભૂત છે. તેઓ રસોડામાં લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. અમદાવાદના ભાડજ સ્થિત આ સંસ્થા વર્ટિકલ ટાઈપ કિચન ધરાવે છે. જેમાં દરરોજ બાળકો માટે અને હોસ્પિટલના દર્દીઓ માટે ભોજન બનતું હોય છે. જેમાં ભોજન બનતા પહેલાં તમામ પ્રકારના સાધનોને જંતુમુક્ત કરવામાં આવે છે. જે માટે વરાળનો ઉપયોગ કરવામાં આવે છે. વર્ટિકલ કિચનમાં સ્ટેપ બાય સ્ટેપ ભોજન બનાવવામાં આવે છે, જેમાં છેલ્લે આ ભોજનને સ્વચ્છ વાસણોમાં ભરીને ગાડીઓ દ્વારા તેના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવામાં આવે છે. અમદાવાદ ભાડજ સ્થિત કિચનની કેપેસીટી 1.5 લાખ વ્યક્તિઓની રસોઈ બની શકે તેટલી છે. ત્યારે અત્યારે કોરોના વાઇરસની મહામારીને ધ્યાનમાં રાખતા અડધી કેપેસિટીથી કિચન ચલાવવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે 300 થી 350 કર્મચારીઓ રસોડામાં કામ કરતા હોય છે. જે અત્યારે લગભગ 150-200 કર્મચારીઓ કામ કરી રહ્યા છે. ગુજરાતમાં 2007થી આ સંસ્થાએ કાર્ય શરૂ કર્યું છે. જેમાં અમદાવાદ ગાંધીનગર, વડોદરા અને સુરત જેવા શહેરોમાં આ સંસ્થાનું કિચન આવેલું છે.અમદાવાદ શહેરમાં કોરોના વાઇરસને કારણે અપાયેલ લોકડાઉન દરમિયાન આ સંસ્થા દ્વારા વિનામૂલ્યે 25 લાખ લોકોને ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમજ સમગ્ર ગુજરાતમાં 80 લાખ લોકોને ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું. કોરોના વાઇરસને ધ્યાનમાં રાખીને સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, પીપીઈ કીટ વગેરે જેવી સુરક્ષાને લઇને સંપૂર્ણ કેમ્પસમાં સ્ક્રિનિંગ બાદ જ પ્રવેશ મળે છે. ગુજરાતના લગભગ 4.5 લાખ બાળકોને આ કિચનમાંથી રસોઈ પહોંચાડવામાં આવે છે. જ્યારે અમદાવાદમાં 1.5 લાખ બાળકોની રસોઈ આ રસોડામાં બને છે. કિચનને 'માસ્ટર શેફ' એવું નામ આપવામાં આવ્યું છે. કિચનમાં રોટલી બનાવતા મશીનની ક્ષમતા એક કલાકમાં 60,000 રોટલી બનાવવાની છે. જ્યારે દરરોજ લગભગ 4500 કિલો ચોખાનો વપરાશ રસોડામાં થાય છે અને ફક્ત 20 મિનિટમાં ખીચડી અને દાળ તૈયાર થઈ જાય છે. સો કિલોમીટરના વિસ્તારમાં કિચનથી શાળાના બાળકોને ફુડ વિતરણ કરવામાં આવે છે. આ ફૂડ પોષક તત્વોથી ભરપુર હોય તેનું ધ્યાન રાખવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.