અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની Gujarat Election 2022) તારીખો નજીક આવી રહી છે.. હવે મતદાનને પણ ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે સત્તાના સંગ્રામ માટે થઈને તમામ પક્ષોના આગેવાનોએ ગુજરાતમાં ધામા નાખ્યા છે. એકબીજા પર રોજેરોજ આરોપ અને પ્રત્યારોપણનો દોર પણ ચાલી જ રહ્યો છે. ત્યારે કૉંગ્રેસ પ્રદેશ પ્રભારી રઘુ શર્માએ ફરી એક વાર આમ આદમી પાર્ટી અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને આડે હાથ લીધા છે.
કૉંગ્રેસે આપ્યો કેજરીવાલને જવાબ અરવિંદ કેજરીવાલ બાદ હવે કૉંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ (AICC In Charge Gujarat Raghu Sharma) પણ લેખિતમાં દાવો (Raghu Sharma challenges Arvind Kejriwal) કર્યો છે. ગુજરાત કૉંગ્રેસે કેજરીવાલને તેમની જ ભાષામાં જવાબ આપ્યો છે. કૉંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ ગુજરાતીમાં વિડીયો બનાવી ચેલેન્જ (Raghu Sharma challenges Arvind Kejriwal ) આપી છે કે, ગુજરાતમાં તમારું ખાતું નહીં ખૂલે. તમે ભાજપની બી ટીમ છો.
રઘુ શર્માએ આપને ભાજપની બી ટીમ ગણાવી કૉંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ (AICC In Charge Gujarat Raghu Sharma) જણાવ્યું હતું કે, હું અરવિંદ કેજરીવાલને ચેલેન્જ (Raghu Sharma challenges Arvind Kejriwal) આપું છું કે, તમારી પાર્ટીની ગુજરાતમાં એક પણ સીટ નહીં (Raghu Sharma challenges Arvind Kejriwal) આવે. તમે બીજેપીની બી ટીમ છો.