અમદાવાદઃ ગુજરાતમાં પણ કોરોના વાઇરસ ધીમે ધીમે ફેલાઈ રહ્યો છે, ત્યારે શાળા કોલેજોને બંધ કરી દેવામાં આવ્યાં છે. ઈટીવી ભારતની ટીમે ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતાં બાળકો સાથે વાતચીત કરી જાણવાનો પ્રયાસ કર્યો કે તેઓ કઈ રીતે પરીક્ષાને જુઓ છે અને આ મુદ્દે તેમનું શુ કહેવું છે.
પરીક્ષા રદ કરવામાં આવે અથવા પાછળ ઠાલવામાં આવે તો શું તેમ પૂછતાં મોટાભાગના બાળકોએ જણાવ્યું હતું કે, પરીક્ષા ટાણે જ કોરોના આવ્યો હોવાથી તેમણે જે તૈયારી કરી છે તે વ્યર્થ થઈ જશે અને ઇન્ટરનલ માર્ક્સ પણ મળી શકશે નહી. એક્ઝામ થવી જોઈએ કે કેમ એ મુદ્દે જણાવ્યું હતું કે પરીક્ષા થવી જ જોઈએ, કારણ કે જો એમને એમ જ પાસ કરી દેવામાં આવે તો બેઝ કાચો રહી શકે છે, જેથી પરીક્ષા લેવામાં આવવી જોઈએ. હાલના તબબકે ટીવીના માધ્યમ સિવાય અન્ય સ્કૂલો એપ મારફતે પણ પોતાના વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહી હોવાની કબૂલાત કરી હતી.
22મી માર્ચ 2020ના રોજ એટલે કે રવિવારે વડાપ્રધાન મોદીએ કોરોના સામે જનતા કરફ્યૂ જાહેર કર્યો છે તેના જવાબમાં બાળકોએ જણાવ્યું હતું કે પીએમ તરફથી કોરોના વાઇરસના અટકાવ માટે જે સલાહ આપવામાં આવી છે તેનું સખ્તપણે પાલન કરશું. અમે પણ સવારના 7 થી રાત્રિના 9 વાગ્યા સુધીના સમયગાળામાં બહાર નીકળશું નહીં. કોરોના ગંભીર બીમારી હોવાથી બધાંએ તેનાથી ડરવું જોઈએ અને સાવચેતી રાખવી જોઈએ. કેટલાક વિદ્યાર્થીઓએ કહ્યું કોરોનાને લીધે અમારો કોર્સ અધૂરો રહી ગયો છે.