ETV Bharat / state

અમદાવાદ: માસ્ક ન પહેરનાર યુવકે પોલીસ સામે દાદાગીરી કરતા નોધાઇ ફરિયાદ - અમદાવાદમાં માસ્ક પહેર્યા વગર નીકળવાનર લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

અમદાવાદમાં માસ્ક વગર જાહેરમાં બહાર નીકળનાર લોકોને પોલીસ દ્વારા દંડ ફટાકારવામાં આવી રહ્યો છે. જેના કારણે લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. જેમાં મંગળવારે શહેરના ઝુંડાલ સર્કલ પાસે બે યુવકોએ માસ્ક પહેર્યાવગર નીકળતા પોલીસે દંડ ફટકારવા રોક્યા હતા. ત્યા બન્ને યુવક અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયુ હતું.

ETV bharat
અમદાવાદ: માસ્ક ન પહેરનાર યુવકે પોલીસ સામે દાદાગીરી કરતા નોધાઇ ફરિયાદ
author img

By

Published : Jul 7, 2020, 5:03 PM IST

અમદાવાદ: કોરોના વાઇરસના વધતા જતા કહેર વચ્ચે જાહેરમાં બહાર નીકળતા તમામ વ્યક્તિ માટે માસ્ક પહેરવું ફરજિયાત છે. છેલ્લા કેટલાક દિવસથી માસ્ક ના પહેરનાર પાસેથી દંડ વસૂલવાની સત્તા સરકારે પોલીસને આપી છે. પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન જેવી કોઈ વ્યક્તિ માસ્ક વગર નજરે પડે તો તેની પાસેથી 200 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન પોલીસ સાથે ઘર્ષણના પણ અનેક બનાવો સામે આવી રહ્યા છે. જેમાં વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

જેમાં શહેરના ઝુંડાલ સર્કલ પર પોલીસ કર્મચારીઓ ફરજ પર હાજર હતા. તે દરમિયાન એક કારમાં અવનિશ તિવારી અને ધ્રુવ તિવારી માસ્ક પહેર્યા વગર નીકળ્યા હતા. જેથી પોલીસે તેઓને રોકીને માસ્ક ન પહેરવા બદલ દંડ ભરવા માટે કહ્યું હતું. જોકે, આ બંને યુવાનો ઉશ્કેરાઈ ગયા હતા અને કહેવા લાગ્યા હતા કે, "ઘણા લોકો માસ્ક પહેર્યાં વગર ફરે છે. પહેલા તેઓને માસ્ક પહેરતા કરો, બાદમાં અમારી પાસે દંડ વસૂલ કરજો. અમે માસ્ક નહીં પહેરીએ, તમારાથી થાય તે કરી લો. અમારે માસ્ક પહેરવું હોય તો પહેરીએ, અમારી મરજી." આવું કહીને બંનેએ પોલીસ સાથે ઝઘડો કર્યો હતો. જેથી ચાંદખેડા પોલીસે બંને ઇસમો સામે ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અગાઉ વેજલપુર વિસ્તારમાં આ પ્રકારનો બનાવ સામે આવ્યો હતો. જેમાં પોલીસે માસ્ક પહેરવાનું કહેતા જ યુવાન ઉશ્કેરાઈ ગયો હતો અને પોલીસને ખોટી રીતે હેરાન કરવાનું કહીને આત્મહત્યા કરી લેવાની ચીમકી ઉચ્ચારી હતી. આમ શહેરમાં માસ્ક ન પહેરનાર વ્યક્તિઓ પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરી રહ્યા હોવાના સતત બનાવો સામે આવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.