અમદાવાદ : શહેરના વટવામાં એક યુવકની પત્ની પ્રેમી સાથે ભાગી જતા તેણે જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. જોકે આત્મહત્યા કરતા પહેલા યુવકે પોતાની આપવીતી વ્યક્ત કરતો વિડીયો અને સુસાઇડ નોટ લખી હતી. જેના આધારે વટવા પોલીસે પત્ની અને પ્રેમી વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.
શું હતો સમગ્ર મામલો : શહેરના વટવા વિસ્તારમાં રહેતા મૃતક યુવક મુકેશ પ્રિયદર્શીએ 10 ફેબ્રુઆરીના રોજ આત્મહત્યા કરી હતી. મુકેશ પ્રિયદર્શીની પત્ની ઉર્મિલા પ્રિયદર્શીનું નારોલમાં રહેતા મનીષ સિંહ રાજપુત સાથે પ્રેમ સંબંધ હતા. જેના કારણે ઉર્મિલા પ્રિયદર્શીએ પતિ અને બંને બાળકોને તરછોડી પ્રેમી સાથે રહેવા જતી રહી હતી. જેથી મૃતક યુવક મુકેશ પ્રિયદર્શીને લાગી આવતા મૃત્યુ વ્હાલું કરી આત્મહત્યા કરી છે. જે અંગે મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવતા વટવા પોલીસે દુષ્પ્રેરણાની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : Surat Crime: સુરતમાં આર્થિક મંદીના કારણે 22 વર્ષીય યુવકે આપઘાત કર્યો
પત્નિ પ્રેમીની શોધખોળ : મૃતક યુવક મુકેશ પ્રિયદર્શીએ અલગ અલગ પાંચ વિડીયો બનાવી પત્ની અને પ્રેમીનો ત્રાસ બંને બાળકો વિશે પોતાની વેદના વ્યક્ત કરી હતી. સાથે જ વટવા પોલીસ પર પણ આક્ષેપો કર્યા હતા. જેમાં પોલીસ કર્મચારીએ પત્નીના પ્રેમી મનીષ સિંહ પાસેથી પાંચ લાખ રૂપિયા લીધા હોવાનો પણ આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત જ્યારે મુકેશ પ્રિયદર્શી પોલીસની મદદ માગવા જતા, ત્યારે તેમની રજૂઆત ન સાંભળી હોવાનો આક્ષેપ કર્યો હતો. જેથી મુકેશ પ્રિયદર્શીએ કંટાળી પોતાની લગ્ન તિથિના દિવસે જ આત્મહત્યા કરી હતી. તેમજ તે પહેલા સુસાઇડ નોટ લખી ઉપરાંત વિડીયો પણ બનાવ્યો હતો. જેને પુરાવા તરીકે મેળવી પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની કલમો હેઠળ ગુનો નોંધ્યો. મૃતકની પત્ની ઉર્મિલા પ્રિયદર્શી અને મનીષ સિંહ રાજપુતની શોધખોળ હાથ ધરી છે.
આ પણ વાંચો : Jetpur Suicide Case: જેતપુરમાં PGVCLના કર્મીના આપઘાત મામલે થયો ચોંકાવનારો ખુલાસો, સ્યૂસાઇડ નોટમાં આ કારણ લખ્યું
પોલીસ પર થયેલા આક્ષેપો : યુવકના મૃત્યુ બાદ નોંધાયેલી ફરિયાદમાં પત્ની અને તેનો પ્રેમી બંને ફરાર છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. તો બીજી તરફ પોલીસ પર થયેલા આક્ષેપો પોલીસ અધિકારીઓ નકારી રહ્યા છે. તેમજ પત્ની પતિ સાથે રહેવા ન માંગતી હોવાનું જણાવી રહી છે. જેથી પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.