ETV Bharat / state

રુપિયાની નોટને વાઇરસ મુક્ત કરવા અમદાવાદી યુવાને મશીન બનાવ્યું

author img

By

Published : Apr 11, 2020, 2:52 PM IST

કોરોના વાઇરસનો ફેલાવો માનવથી માનવમાં હોવાથી કોરોના શંકાસ્પદ વ્યક્તિ જે કંઇ સ્પર્શ કરે તે વાઇરસ યુક્ત બને છે, ત્યારે સૌથી વધુ લેવડ દેવડ રુપિયાની નોટની થતી હોય છે તેને સેનેટાઈઝ કરવાની આ શોધ છે.

રુપિયાની નોટને વાયરસમુક્ત કરવા અમદાવાદી યુવાને મશીન બનાવ્યું

અમદાવાદ : સમગ્ર વિશ્વમાં કોઈપણ જગ્યાએ કોરોનાનો ચેપ લાગે તેમ માનીને લોકો દહેશતમાં છે, ત્યારે કરન્સી નોટ પણ તેમાંથી બાકાત નથી. આ સમયમાં લોકો કરન્સી નોટ લેતાં પણ ડરી રહ્યાં છે. તેવા સમયમાં અમદાવાદના એક યુવાને નવી શોધ કરી છેે અને ચલણી નોટને સેનીટાઇઝ કરવાનું મશીન બનાવી લીધું છે. આ મશીનમાં નોટ નાખવામાં આવે તો તે સેનીટાઇઝ થઈ જાય છે અને તેના પર કિટાણું રહેતાં નથી.

અમદાવાદના કમલેશ નામનો યુવાન પોતે પ્રિન્ટિંગ બેનરના મશીન રીપેર કરવાનું કામ કરે છે. લોકડાઉનમાં તેઓ ઘેર છે, ત્યારે કરન્સી નોટ પર કોરોના વાઇરસ રહે છે તેવું જાણવા મળ્યું. તેથી તેની પાસે કેટલાક મશીનના પાર્ટ હતાં જેનાથી તેમણે કરન્સી નોટ સેનેટાઇઝ કરવા માટે એક મોડેલ બનાવ્યું છે. જેમાં એક તરફથી નોટ નાખો તો તેના પર સેનિટાઈઝરનો સ્પ્રે થાય અને uv lightના કારણે બીજા બેકટેરિયા મરી જાય છે. આ તકે કમલેશભાઈએ જણાવ્યું કે આ મશીન બનવાની સાથે સેન્સર બેસ સેનિટાઈઝર પણ બનાવ્યું છે. જેથી તેવે સ્પર્શ કર્યા વિના સેનિટાઈઝર હાથમાં આવી જાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.