ETV Bharat / state

Ahmedabad Crime News: મંગેતરના મહેણાંને કારણે અમદાવાદના યુવકે કર્યો આપઘાત, રાણીપ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ - youth commits suicide due to fiancee flirtation

અમદાવાદ શહેરમાં મંગેતરના ત્રાસથી એક યુવકે આત્મહત્યા કરી હોય તે પ્રકારની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં પોલીસે આત્મહત્યા દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. યુવતી દ્વારા મંગેતરને વાંદરા જેવા લાગો છો તેમ કહીને મહેણાં મારતા તેણે આ પગલું ભર્યું હોવાની હકીકત સામે આવી છે.

ahmedabad-youth-commits-suicide-due-to-fiancee-flirtation-complaint-in-ranip-police-station

author img

By

Published : Jul 16, 2023, 4:54 PM IST

મંગેતરે મહેણાંને કારણે અમદાવાદના યુવકે કર્યો આપઘાત

અમદાવાદ: શહેરમાં આપઘાતની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાણીપ વિસ્તારમાં મંગેતરના ત્રાસથી એક યુવકને આપઘાત કરવાની ફરજ પડી છે. જે મામલે રાણીપ પોલીસ સ્ટેશનમાં મંગેતર સામે મૃતકના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાને અંગે ચાંદખેડા વિસ્તારમાં રહેતા જગદીશભાઈ પટેલ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે.

જય ભીમ એપ્લિકેશન મારફતે મુલાકાત: જીગર મિકેનિકલ એન્જિનિયર થયેલો હોય અને આશરે ચાર મહિના પહેલા સમાજની જય ભીમ એપ્લિકેશન મારફતે વડીલોએ વાતચીત શરૂ કરી હતી. એકબીજાને જોઈને ફાલ્ગુની અને જીગરની મંજૂરી મળતા સગાઈ કરવાનું નક્કી કર્યું હતું. આ દરમિયાન જીગર અને ફાલ્ગુની ફોન ઉપર વાતો કરતા હતા અને રૂબરૂ મળતા હતા.

મંગેતરે મહેણાં માર્યા: ફાલ્ગુની જીગરને "તમે વાંદરા જેવા લાગો છો, તમારા હાથ અને પગ નાના છે, તમારી હાઈટ ઓછી છે, તમારી બોડી પણ નથી. હું તમને પસંદ કરતી નથી અને મારા પપ્પાનું પ્રેશર છે, એટલે હું આ લગ્ન માટે ના નથી કહી શકતી, પરંતુ તમે મારા પપ્પાને કહી દો મને આ સંબંધ પસંદ નથી" તે રીતની વાતો અવારનવાર જીગરને કરતી હતી. જેથી જીગર આ બાબતે તેની માતા અને જણાવતો હોય અને જે બાદ બંને વચ્ચે સમાધાન થઈ જતા બંને એકબીજાને મળતા હતા અને બાદમાં બંને વચ્ચે સગાઈ પણ થઈ હતી.

આત્મહત્યા દુષ્પ્રેરણનો ગુનો: અવારનવાર ફાલ્ગુની દ્વારા જીગર પોતાને પસંદ ન હોય તેના કારણે માનસિક રીતે હેરાન કરતી હોય તેણે આપઘાત કરી લીધો હોય આ સમગ્ર બાબતને લઈને રાણી પોલીસે આત્મહત્યા દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. આ અંગે રાણીપ પોલીસ સ્ટેશનના PI બી.ડી ગોહિલે જણાવ્યું હતું કે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામા આવી છે. પરિવારજનોના નિવેદન અને અન્ય બાબતો એકત્ર કરી વધુ તપાસ અને ધરપકડ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ચાંદખેડાના રહેવાસી: નોંધાયેલી ફરિયાદ મુજબ તેઓ ચાંદખેડા ખાતે છેલ્લા ત્રણેક વર્ષથી પરિવાર સાથે રહે છે. વર્ષ 2017 માં BSNLની ઓફિસમાંથી નિવૃત્ત થઈને પોતાનું જીવન વિતાવે છે. તેઓના પરિવારમાં તેઓના પત્ની, દીકરી કાજલ, સ્મિતા, નીલમ, ગીતા અને દીકરો જીગર સુમંત છે. ફરિયાદીના દીકરા જીગરની સગાઈ 9 જુલાઈ 2023 ના રોજ સામાજિક રીત રિવાજ મુજબ સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે ફરજ બજાવતા વુમન જેલ સિપાહી ફાલ્ગુનીબેન પ્રવીણભાઈ ચાવડા સાથે કડી છત્રાલ રોડ ઉપર આવેલી હોટલમાં વડીલોની હાજરીમાં થઈ હતી.

બંને વચ્ચે ઝગડો: જીગરની સગાઈ બાદ તે ફાલ્ગુનીને બેથી ત્રણ વખત તેના સાબરમતી સેન્ટ્રલ જેલ સ્ટાફ ક્વાર્ટર ખાતે મળવા જતો હતો અને ત્યાં રોકાઈ બીજા દિવસે પરત આવી જતો હતો. 14 જુલાઈ 2023 ના સાંજના સમયે જીગર ઘરેથી મંગેતર ફાલ્ગુનીના ઘરે જાવ છું, તેવું કહીને નીકળ્યો હતો અને સવારના અઢી વાગે ફાલ્ગુની આવી હતી અને જણાવ્યું હતું કે તેને અને જીગરને ઝઘડો થયો છે. જિગરે તેને એના જ ઘરમાંથી બહાર કાઢી અંદરથી દરવાજો બંધ કરી દીધો છે.

ગળે ફાંસો ખાઈને આપઘાત: ફરિયાદી તેમજ તેઓનો નાનો દીકરો અને પરિવારના અન્ય સભ્યો ફાલ્ગુનીના ઘરે પહોંચ્યા હતા. જ્યાં મકાનનો મુખ્ય દરવાજો અંદરથી બંધ હોય તેથી દરવાજો ખોલવા માટે તમામ લોકોએ પ્રયત્ન કર્યો હતો. અંદર પ્રવેશતા બાકીના રૂમના તમામ દરવાજા ખુલ્લા હતા અને અંદરના બેડરૂમમાં દીકરો જીગર ગળે ફાંસો ખાઈને આપઘાત કરેલી હાલતમાં જોવા મળ્યો હતો. જેથી જીગરને પંખાથી ઉતારી 108 માં ફોન કરી બોલાવવામાં આવી હતી અને 108ના તબીબે જીગરને મૃત જાહેર કર્યો હતો.

  1. Rajkot Crime: વૃદ્ધનું મોત થતા પરિવારજનોનો આક્ષેપ, પોલીસના મારથી થયું મૃત્યુ
  2. Ahmedabad Crime : ઘાટલોડિયાના વેપારીને 2 કરોડ રૂપિયા બાબતે 5 શખ્સોએ અપહરણ કરી માર માર્યો, બોડકદેવ પોલીસે ગુનો નોંધ્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.