અમદાવાદ શહેરના અમરાઈવાડી પોલીસ સ્ટેશન વિસ્તારના ખોખરા માર્ગ પર પરિષકર વિસ્તારમાં આપધાતનો અજીબો ગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
બહુમાળી બિલ્ડીંગનાં 13મા માળેથી એક મહિલાએ આપઘાત માટે છલાંગ લગાવી હતી. આ જ સમયે નીચે એક વૃદ્વ લાંબુ જીવવા માટે કસરત કરી રહ્યા હતાં. આ મહિલા સીધી વૃદ્વ પર પડતાં તેમને પણ ગંભીર ઈજાઓ થઈ હતી.
ગંભીર ઈજાઓના કારણે આપધાત કરનાર મહિલા અને વૃદ્ધ બંનેના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.ઘટના બનતા લોકોના ટોળા એકઠા થયા હતાં. પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.