ETV Bharat / state

Ahmedabad Crime : ખાખીને દાગ લગાડતો કિસ્સો, નિકોલમાં સસ્પેન્ડ થયેલા પોલીસકર્મીએ મહિલાના ઘરે જઈ કર્યું ન કરવાનું કામ

અમદાવાદના નિકોલમાં પોલીસકર્મીએ મહિલાને કેસ પાછો ખેંચવા માટે ધમકીઓ આપતા ફરી ફરિયાદ નોંધાઈ છે. પોલીસ કર્મી મહિલાને તેની સાથે સંબંધ રાખવા દબાણ કરતો હતો. તે બાબતે પરણીત મહિલાએ અગાઉ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે તે ફરીયાદને પાછી ખેંચવા પોલીસકર્મીએ મહિલાના ઘરે જઈને ધમકીઓ આપતો હતો.

Ahmedabad Crime : ખાખીને દાગ લગાડતો કિસ્સો, નિકોલમાં સસ્પેન્ડ થયેલા પોલીસકર્મીએ મહિલાના ઘરે જઈ કર્યું ના કરવાનું કામ

author img

By

Published : Jul 11, 2023, 5:32 PM IST

અમદાવાદ : નિકોલ પોલીસ સ્ટેશનમાં મહિલાએ પોલીસકર્મી સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસકર્મી દ્વારા છેલ્લા ઘણા સમયથી મહિલાને પોતાની સાથે સંબંધ રાખવા દબાણ કરતો હોવાથી અગાઉ પણ નરોડા પોલીસ મથકે પોલીસકર્મી સામે ફરિયાદ નોંધાઈ હતી, જે કેસમાં તેને નોકરી પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે, જોકે ફરી એકવાર પોલીસકર્મીએ મહિલાના ઘરે જઈને તેને કેસ પાછો ખેંચવા માટે ધમકીઓ આપતા નિકોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

પોલીસનું કામ : ઉલ્લેખનીય છે કે, પોલીસનું કામ શહેરીજરોની રક્ષા કરવાનું હોય છે એટલે જ પોલીસને રક્ષક કહેવાય છે, પરંતુ પોલીસ વિભાગમાં પણ અમુક પોલીસ કર્મીઓના કારણે સમગ્ર વિભાગને બદનામી સહન કરવી પડે છે તેવી જ રીતે ખાખી વર્દીને દાગ લગાડતો આ એક કિસ્સો સામે આવ્યો છે.

શું છે સમગ્ર બનાવ : નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 36 વર્ષીય પરિણીતાએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. પરણીતા નિકોલમાં પરિવાર સાથે રહે છે અને તેઓને 17 વર્ષની દીકરી હોય અને તેઓના પતિ કઠવાડા GIDCમાં દુકાન ધરાવીને પરિવારનો ગુજરાન ચલાવે છે. બે વર્ષ અગાઉ પરિણીતા નિકોલ ખાતે એક ફ્લેટમાં રહેતા હતા, તે વખતે તેઓના મકાનની નીચે રહેતા અને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જયરાજ વાળા પણ ત્યાં રહેતો હોય તેઓને મુલાકાત થઈ હતી.

પોલીસકર્મીએ પરિણીતાને ફોન કર્યો : જયરાજ વાળા પરણીતાના ઘરે એક વાર આવ્યો હતો અને ઘરનું ફર્નિચર જોઈને પોતાના ઘરમાં પણ ફર્નિચર બનાવવું છે, તેવું કહીને ફર્નિચર વાળાનો નંબર માગ્યો હતો અને પરિણીતાએ નંબર આપતા તે બાદ તેણે પરણિતાનો નંબર માંગતા પરણેતાએ પોતાનો નંબર આપ્યો હતો. જે બાદ બંને વચ્ચે ફોન પર વાતચીત થતી હતી, ત્યારબાદ જયરાજે એક દિવસ પરિણીતાને "હું તને પ્રેમ કરું છું અને મારે તારી સાથે સંબંધ બાંધવા છે" તેવું કહેતા પરિણીતા પોતે પરિણીત હોય આવા સંબંધ રાખી ન શકું તેવું જણાવ્યું હતું.

મહિલાને જાનથી મારી નાખવાની ફરિયાદ : છતાં પણ અવારનવાર જયરાજ વાળાએ ફોન કરી હેરાન કરતા પરિણીતાએ કંટાળીને ઘર વેચી નાખ્યું હતું અને નિકોલ વિસ્તારમાં અન્ય જગ્યાએ રહેવા જતા રહ્યા હતા. જે સરનામાની જાણ જયરાજને થતા તે પણ નવા ઘરે આવીને તેને હેરાન કરવા લાગ્યો હતો અને ખોટી માંગણીઓ કરી હેરાન કરતા આ અંગે 11 માર્ચ 2023ના રોજ નરોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ આપ્યા બાદ જયરાજે તેને હેરાન કરવાનું બંધ કરી દીધું હતું. જોકે ત્રણ જુલાઈ 2023ના રોજ બપોરના સમયે જયરાજ દ્વારા પરણીતાને ફોન કરી ગાળો બોલી અને "મારા વિરુદ્ધમાં જે ફરિયાદ આપી છે જેના લીધે મને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે, જેથી તું મારા વિરુદ્ધમાં આપેલી ફરિયાદ પાછી લઈ લે, તું મને ઓળખતી નથી હું કાઠી દરબાર છું, જો તું તારી ફરિયાદ પાછી નહીં લઉં, તો તને જાનથી મારી નાખીશ" તે પ્રકારની ધમકી આપીને ફોન મૂકી દીધો હતો.

આ અંગે નિકોલ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ માટેની કામગીરી ચાલુ છે. આરોપી સામે અગાઉ પણ નરોડા પોલીસ મથકે આ જ ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી. હાલ આરોપીની શોધખોળ ચાલુ છે. - કૃણાલ દેસાઈ (ACP, આઈ ડિવિઝન)

કેસ પાછો લેવા ધમકી : થોડીવાર બાદ જયરાજે પરિણીતાના નવા ઘરે જઈને "તું મારા વિરોધમાં કેસ પાછો નહિ લઉં તો હું તને જાનથી મારી નાખીશ", તે પ્રકારની ધમકી આપી હતી. જે બાદ જયરાજે અવારનવાર પરિણીતાને ફોન કરી ગાળો આપી કેસ પાછો ખેંચવા માટે દબાણ કરતો હોય તેમજ પરિણમતાએ જયરાજના મામાના દીકરા ચાપરાજને તેના ભાઈને સમજાવવાનું કહેતા તેણે પણ તેના ભાઈનો ઉપરાણું લઈને તો ન સમજાવતા અંતે પરિણીતાએ કંટાળીને આ સમગ્ર બાબતને લઈને નિકોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. નિકોલ પોલીસે આ મામલે મોબાઈલના કોલ રેકોર્ડિંગ સહિતની વિગતો એકત્ર કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

  1. Ahmedabad Crime : રોમિયોગીરી કરી વિદ્યાર્થિનીની છેડતી કરનારની ધરપકડ, આરોપી સતત કરી રહ્યો હતો સતામણી
  2. Surat Crime : બે સંતાનની માતા પર દુષ્કર્મ આચરતો યુવક, પતિએ હિંમત બંધાવતાં મહિલાએ કરી પોલીસ ફરિયાદ
  3. Woman Constable Abducted: વડોદરાના ડેસર પોલીસ સ્ટેશનની મહિલા કોન્સ્ટેબલનું અપહરણ, જિલ્લા પોલીસની ટીમો કામે લાગી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.