અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છેલ્લાં ઘણાં સમયથી વિકાસના કામોમાં વિવાદમાં છે. હાટકેશ્વર બ્રીજ, ઇન્કમટેકસ બ્રિજ બાદ હવે મ્યુનિસિપલ સંચાલિત આવેલ VS હોસ્પિટલનો નવી વિવાદ ઉભો થયો છે. VS હોસ્પિટલના ત્રીજે માળે આવેલી ઓર્થોપેડિક વિભાગમાં સિસ્ટર પેન્ટ્રી રૂમની છત અચાનક ધરાશાયી થઈ હતી. જેમાં ઘટનાની જાણ થતાં અમદાવાદ શહેર મેયર હોસ્પિટલે પહોંચ્યા હતા.
બિસ્માર હાલતમાં : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક આવેલી સૌથી મોટી VS હોસ્પિટલ બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે. હોસ્પિટલની અંદર ચારે બાજુ ગંદકીનું સામ્રાજ્ય ગટર ઉભરાવી તેમજ બિલ્ડીંગ પણ જર્જરિતમાં જોવા મળી રહી છે. ત્યારે VS હોસ્પિટલમાં ત્રીજે માળ આવેલી ઓટોમેટીક વિભાગની સિસ્ટર પેન્ટ્રી રૂમને અચાનક જ છત ધરાશાયી થઈ હતી. જોકે તે રૂમમાં કોઈપણ વ્યક્તિ કે દર્દી ન હોવાથી મોટી જાનહાની ટળી છે, પરંતુ VS હોસ્પિટલ ચારે બાજુ ખંડેર હાલતમાં જોવા મળી રહી છે. તે જ હોસ્પિટલની અંદર દર્દીઓને સારવાર પણ આપવામાં આવી રહી છે.
હોસ્પિટલના RMO રૂમ બંધ કરી ભાગ્યા : VS હોસ્પિટલ ઓર્થોપેડિક વિભાગમાં છત ધારાસભ્ય થતા હોસ્પિટલના RMO પાસે જ્યારે જવાબ લેવા ગયા ત્યારે આર્મહાની ઓફિસની બહાર તાળું મારેલું જોવા મળ્યું હતું. આવી ગંભીર ઘટના બની હોવા છતાં પણ VS હોસ્પિટલનો આવવાથી તેમની સામે પણ અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
હોસ્પિટલ મુદ્દે મેયરની ચુપ્પી : ઓર્થોપેડિક વિભાગમાં છત ધરાશાયીની ઘટના થતા અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમાર હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યારે જ મેયર પણ VS હોસ્પિટલ બચાવોને પોતાના વિકાસના કામો જ ગાથા ગાઈ રહ્યા હતા. તેઓ જણાવી રહ્યા હતા કે, જે રીતે LG હોસ્પિટલ અને શારદાબેન હોસ્પિટલનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. તેવી રીતે જ VS હોસ્પિટલને પણ 20,000 સ્ક્વેર મીટરમાં હોસ્પિટલમાં બાંધકામ કરવામાં આવશે. જ્યારે છત પડયાની બાબતે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તે બાબતે એક પણ પ્રશ્નનો જવાબ આપવા તૈયારી દર્શાવી ન હતી.
આ પણ વાંચો : Ahmedabad News : ટેક્સ રીબેટ યોજનાએ તિજોરી છલકાવતાં વધી મુદત, એએમસી રેવન્યૂ વિભાગમાં ઐતિહાસિક આવક
કોર્પોરેશનને VS ચલાવવામાં રસ નથી : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સામાન્ય બજેટમાં અનેકવાર VS હોસ્પિટલની હાલતને લઈને પ્રશ્નોની ચર્ચા કરવામાં આવતી હોય છે. પરંતુ કોર્પોરેશનને VS હોસ્પિટલ નહીં પરંતુ SVP હોસ્પિટલ ચલાવવામાં જ રસ છે. ત્યારે VS હોસ્પિટલની અંદર જે દર્દીનેઓને રૂમમાં કે જનરલ વોર્ડમાં રાખવામાં આવે છે. તે વડલી છત પણ બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે અને તેના દર્દીઓ પણ પોતાનો જીવ બચાવવા માટે નહીં પરંતુ પોતાનો જીવ જોખમમાં મુકવા આવ્યા હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે.
આ પણ વાંચો : AMC: બ્રિજના કામમાં કોન્ટ્રાક્ટરો સાથે એકને ખોળ બીજાને ગોળની નીતિ કેમ? વિપક્ષના સળગતા સવાલ
બેઠકમાં આક્રોશ : વિપક્ષ નેતા શહેઝાદ ખાન VS હોસ્પિટલ ચાલતી બેઠકમાં પહોંચીને ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને તેમને જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી હંમેશા મેડિકલ સીટનો વ્યાપાર જ કર્યો છે. VS હોસ્પિટલ મુદ્દે અનેકવાર રજુઆત કરવામાં આવી તેમ છતાં કોઈપણ પ્રકારનું ધ્યાન આપવામાં આવ્યું નથી. આજ આટલી મોટી ઘટના બની હતી. એમ છતાં મેયર અને અધિકારી બેઠકમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. મેયર આને માત્ર એક પોપડો જ દર્શાવી રહ્યા છે. પણ કોંગ્રેસ આગામી સમયમાં VS હોસ્પિટલ મુદ્દે આગામી સમયમાં ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.