અમદાવાદ: કોરોના સમયમાં અનેક સેવભાવી લોકો આગળ આવીને લોકોને મદદ કરી રહ્યાં છે, પણ આ કોરોના કાળ કેટલીક જગ્યાએ માનવ નહીં પણ માનવતાને પણ મારી રહ્યો છે. એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં માનવ જગતને શર્મશાર કરે તેવો કિસ્સો સામે આવ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં શહેરના રખિયાલ અમરાઈવાડી અને દરિયાપુર વિસ્તાર માંથી 3 અલગ દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં આવેલા 1200 બેડ અને કેન્સર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમ્યાન આ 3એ દર્દીના મોત નિપજ્યા હતા. પરિવારને ડેડ બોડી સોંપતા મૃતકના શરીર પર રહેલા સોનાની બુટી,સોનાની વીટી સહિતના ઘરેણા અને મોબાઈલ ફોનની ચોરી થઇ ગયા હોવાનું સામે આવ્યું હતું, ત્યારે શાહીબાગ પોલીસ પણ આ આરોપીને પકડવા કામે લાગી હતી અને ગુનાને અંજામ આપનાર અમિત શર્મા, રાજ પટેલ નામના બે આરોપીની શાહીબાગ પોલીસએ ધરપકડ કરી છે.
આરોપી અમિત શર્મા સિવિલ હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે કામ કરે છે. જ્યારે રાજ પટેલ પણ ત્યા કોન્ટ્રક્ટ પર કામ કરતો હતો. જોકે બંનેને થોડા દિવસ પહેલા છુટા કર્યા હોવા છતાં ચોરી કરવા માટે કોરોના વોર્ડમાં પીપીઈ કીટ પહેરીને ચોરીને અંજામ આપતા હતા. આરોપી ઓ કોઈ પુછપરછ કરે તો જૂનું આઈ કાર્ડ બતાવી દેતા અને ડેડ બોડી લઇ જવાનું કામ કરતા હોવાનું જણાવતા હતા. જેના કારણે તેઓ આશાનીથી ચોરીને અંજામ આપતા હતા.
શનિવારે આ બન્ને આરોપી છૂટા કર્યા હોવા છતાં સિવિલ હોસ્પિટલમાં દેખાતા પોલીસને શંકા જતા બન્ને ઝડપી પાડ્યા હતાં.