ETV Bharat / state

અમદાવાદ : યુવતીનું અપહરણ કરીને દુષ્કર્મ કરનારા બે આરોપીની ધરપકડ - અપહરણ બાદ રેપ

અમદાવાદના એક વિસ્તારમાં માલિકની બહેન કામના બહાને રજાના દિવસે યુવતીને કામ પર બોલાવતી અને બાદમાં માલિકનો નાનો ભાઈ યુવતી પર દુષ્કર્મ આચરતો હોવાની ઇસનપુર પોલીસ સ્ટેશનમા નોંધાઈ છે. આરોપીઓએ અનેક દિવસ સુધી યુવતીને એક મકાનમાં ગોંધી રાખી બાદમાં તેને ઘરે મૂકી ગયા હતા. આ યુવકે આચરેલા દુષ્કર્મને કારણે યુવતી ગર્ભવતી પણ થઈ હતી. પોલીસે સમગ્ર મામલે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

અમદાવાદ દુષ્કર્મ
અમદાવાદ દુષ્કર્મ
author img

By

Published : Dec 20, 2020, 9:28 PM IST

Updated : Dec 20, 2020, 10:01 PM IST

  • અમદાવાદમાં યુવતી સાથે દુષ્કર્મ
  • અપહરણ કરીને આચર્યું દુષ્કર્મ
  • પોલીસે 2 આરોપીની કરી ધરપકડ

અમદાવાદ : મૂળ હરિયાણાની 19 વર્ષીય યુવતી તેના પરિવાર સાથે અમદાવાદના એક વિસ્તારમાં રહે છે. આ યુવતી પહેલા એક કારખાનામાં નોકરી કરતી હતી. જે બાદમાં આ યુવતીએ નોકરી છોડી દીધી હતી. ત્યાર બાદ તેના મિત્ર દ્વારા ઈસનપુર ખાતે અન્ય કંપનીની ઓફિસમાં નોકરીએ લાગી હતી. વર્ષ 2019ના જૂન માસમાં યુવતીએ કંપનીની ઓફિસમાં માલિક સન્ની ઉપ્પલને નોકરી માટે ઇન્ટરવ્યૂ આપ્યો હતો. જેમાં તેનો પગાર મહિનાનો રૂપિયા 8 હજાર નક્કી કરવામાં આવ્યો હતો અને શનિ-રવિવારની રજા પણ નક્કી કરવામાં આવી હતી. કંપનીમાં સન્ની ઉપ્પલની બહેન રિયા અને ભાઈ સુમિત પણ આવતા હતા. નોકરી દરમિયાન સુમિત સાથે ધરોબો અને વાતચીત થતા તે ધીરે-ધીરે યુવતી જોડે છેડછાડ કરવા લાવ્યો હતો, પરંતુ માલિકનો ભાઈ હોવાથી યુવતી તે બાબતને નજરઅંદાજ કરતી હતી. યુવતીને આરોપીની બહેન પણ કહેતી કે, સુમિત કહે તેમ તારે કરવાનું, હું તને બોલાવું ત્યારે તારે આવી જવાનું.

યુવતીનું અપહરણ કરીને દુષ્કર્મ કરનારા બે આરોપીની ધરપકડ

યુવતી સાથે દુષ્કર્મ આચરી પગાર ન આપ્યો

બાદમાં વર્ષ 2019ના ઓગસ્ટ માસમાં યુવતી ફોન કરી આરોપીની બહેને ઓફિસ બોલાવી અને પોતે નીકળી ગઈ હતી. યુવતી ઓફિસ પહોંચી ત્યારે સુમિતે એકલતાનો લાભ લઇ દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ તેને ધમકી આપી કે, આ વાત કોઈને કરી તો ભાઈ સન્નીને કહી તારો પગાર અટકાવી દઈશ. રજાના દિવસે પણ ફરી આવું જ આરોપીની બહેને કર્યું અને ફરી સુમિતે યુવતી પર ઓફિસમાં દુષ્કર્મ આચર્યું હતું. યુવતીએ વર્ષ 2020માં નવેમ્બર માસમાં પગાર માંગતા સન્ની અને સુમિતે આવતા મહિને આપી દેવાનું જણાવ્યું હતું. આથી યુવતીએ રૂપિયા 12 હજારનો બાકી પગાર સાથે નોકરી છોડી દીધી હતી. ડિસેમ્બર-2019થી માર્ચ-2020 સુધી યુવતીએ બીજા સ્થળે જમાલપુરમાં નોકરી કરી હતી. યુવતી પોતાનો બાકી પગાર લેવા અવારનવાર સન્ની અને સુમિત પાસે જતી પણ તેમને પગાર આપતા ન હતા.

શું છે સમગ્ર ઘટના???

જૂન-2020માં લોકડાઉન ખુલતા સુમિતે ફોન કરી નોકરી આવી જવા અને બાકીનો પગાર ચૂકવી દેશે તેવી ખાતરી આપી હતી. જેથી જૂનમાં યુવતીએ ફરી નોકરી શરૂ કરતા 6 હજાર રૂપિયા સુમિતે આપ્યા બાકીની રકમ ટૂકડે-ટૂકડે આપી દેશે તેમ જણાવ્યું હતું. જૂનના પહેલા અઠવાડિયાથી લઈને 10 નવેમ્બર, 2020 દરમિયાન દર શનિવારે અને રવિવારે સુમિત આરોપીની બહેન થકી યુવતીને કામના બહાને ઓફિસ બોલાવતો અને પગાર નહીં આપું, બહેનને ઉઠાવી લઈશ તેવી ધમકી આપી બળજબરી કરી યુવતી સાથે શારીરિક સબંધ બાંધતો હતો. ગત 16 નવેમ્બરના રોજ યુવતી હરિયાણા ખાતે પ્રસંગમાં ગઈ હતી. જે સમયે સુમિતે ફોન કરી ઓફિસ આવી પગાર લઈ જવા જણાવ્યું હતું. યુવતી ફોન ન ઉપાડે તો તેના મમ્મીને સુમિત ફોન કરી પગારની વાત કરતો હતો. ગત તારીખ 11 ડિસેમ્બરના રોજ યુવતી પગાર લેવા ગઈ ત્યારે ઓફિસ બંધ હતી. સુમિત ત્યાં પહોંચ્યો અને યુવતીને પગારના બહાને પોતાના બારેજા ખાતેના ઘરે લઈ ગયો હતો. તે સમયે ત્યાં સન્ની, તેના પિતા રાકેશ ઉપ્પલ, સુમિતનો ભાઈ પુનિત અને સન્નીનો પુત્ર હાજર હતા. યુવતીએ પગારની વાત કરતા સન્ની ઉપ્પલે જણાવ્યું હતું કે, તારે મારા ભાઈ સુમિત જોડે 6 દિવસ રહેવું પડશે તો પગાર મળશે. આથી યુવતીએ તેની માતાને ફોન લગાવતા સુમિતે ફોન લઈ સ્વિચ ઓફ કરી દીધો હતો. યુવતીને આરોપીઓએ ગોંધી રાખી તેની માતા સાથે વાત પણ ન કરાવી અને ઘરે પણ જવા દીધી ન હતી. યુવતી સાથે સુમિતે બારેજા ખાતે પણ પગાર નહીં આપું તેમ કહી દુષ્કર્મ કર્યું હતું. સમગ્ર મામલે યુવતીએ ઈસનપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારે પોલીસે સુમિત ઉપ્પલ તથા સમીર ઉપ્પલની ધરપકડ કરી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

Last Updated : Dec 20, 2020, 10:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.