અમદાવાદ: ટ્રાફિકના નિયમોની ભંગ કરનાર વાહન ચાલકો સામે પોલીસની વધુ એક કાર્યવાહી સામે આવી છે. અમદાવાદ શહેરમાં અમુક વાહન ચાલકો પોતાના વાહનની નંબર પ્લેટમાં અલગ અલગ જાતના લખાણો લખી વાહનો ચલાવતા હોય છે. આવા જ વાહન ચાલકો વિરુધ્ધ ટ્રાફિક પોલીસે લાલઆંખ કરી હતી અને ડ્રાઈવ યોજીને પૂર્વ અમદાવાદ વિસ્તારમાંથી અનેક વાહન ચાલકોને પકડી કડક કાર્યવાહી હાથ ધરી છે. ટ્રાફિક પૂર્વ પોલીસે શનિવારે એક જ દિવસમાં 123 વાહનો ડિટેઇન કર્યા હતા. ટ્રાફિક પૂર્વ પોલીસે આ તમામ લોકો સામે એમ.વી એક્ટ મુજબ કાર્યવાહી કરી વાહનો કબજે લીધા હતા.
'વાહનચાલકોએ તમામ નિયમો પાળવાના રહેશે. આવા કોઇ પણ વાહનચાલકો હશે તેને પોલીસ છોડશે નહિ અને તેની સામે કાર્યવાહી કરશે. અગાઉ પણ ઇમેમોથી બચવા નંબર પ્લેટ પર છાણ લગાવી ફરનાર વાહનચાલક સામે ગુનો નોંધી તેનું વાહન કબજે લેવામાં આવ્યુ હતુ. તે જ પ્રકારની કામગિરી હવે ટ્રાફિક પોલીસ કરશે. નાગરિકોને વિનંતી છે કે સરકાર માન્ય HSRP વાળી નંબર પ્લેટ જ વાહનમાં લગાવે.' -સફિન હસન, ડીસીપી, ટ્રાફિક ઇસ્ટ
ટ્રાફિક વિભાગ દ્વારા ડ્રાઈવ: અમદાવાદ શહેરમાં વાહન ચાલકો પોતાના વાહનની નંબર પ્લેટમાં અલગ અલગ જાતના લખાણો લખી વાહનો ચલાવતા હોય છે. સાથે જ નંબર પ્લેટ પણ આરટીઓના નિયમ વિરૂધ્ધની રાખી તેની પર પણ કેટલાક લખાણ લખી ફરતા હોય છે. ઘણા સમયથી આવા વાહનચાલકો ફરતા હોવાની ફરિયાદો ધ્યાને આવતા ટ્રાફિક ઇસ્ટના ડીસીપી સફિન હસન દ્વારા એક ડ્રાઇવ રાખવામાં આવી હતી. ટ્રાફિક પોલીસે ફેન્સી નંબર પ્લેટ કે લખાણ લખનાર વાહન ચાલકો શોધી કાઢ્યા હતા. માત્ર એક જ દિવસમાં પોલીસે અલગ અલગ જાતના લખાણો લખી ફરતા વાહન ચાલકો વિરુધ્ધ એમ.વી.એકટ કલમ 207 મુજબ 123 વાહનો ડીટેઇન કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
-
123 vehicles with fancy number plates were detained in East Ahmedabad in a day.
— AHMEDABAD TRAFFIC POLICE (@PoliceAhmedabad) May 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Kindly use RTO approved number plates only. pic.twitter.com/sSmD5Fg4mu
">123 vehicles with fancy number plates were detained in East Ahmedabad in a day.
— AHMEDABAD TRAFFIC POLICE (@PoliceAhmedabad) May 14, 2023
Kindly use RTO approved number plates only. pic.twitter.com/sSmD5Fg4mu123 vehicles with fancy number plates were detained in East Ahmedabad in a day.
— AHMEDABAD TRAFFIC POLICE (@PoliceAhmedabad) May 14, 2023
Kindly use RTO approved number plates only. pic.twitter.com/sSmD5Fg4mu
પોલીસની કાર્યવાહી: અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા આજે એક ટ્વિટ કરવામાં આવ્યું છે. જેમાં માહિતી આપવામાં આવી છે કે, એકજ દિવસમાં અમદાવાદ આરટીઓ દ્વારા 123 જેટલા ફેન્સી નંબર પ્લેટ ધરાવતા વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા છે. આ વાહનો ઇસ્ટ અમદાવાદમાં ડિટેઇન કરવામાં આવ્યા છે. સાથેજ ટ્વિટમાં એવો અનુરોધ પણ કરવામાં આવ્યો છેકે તમારા વાહનોમાં માત્રને માત્ર આરટીઓ માન્ય નંબર પ્લેટનો જ ઉપયોગ કરો. આવા વાહનો શોધીને એમ.વી.એક્ટ કલમ 207 મુજબ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા.