અમદાવાદ: અમદાવાદ શહેરની સ્થાપના 1411 માં અહમદશાહ બાદશાહ દ્વારા કરવામાં આવી હતી. પરંતુ એવા મંદિરની વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે, જે અમદાવાદ શહેરની સ્થાપના થઈ તે પહેલા આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. જે હાલમાં પણ સાબરમતી નદીના કિનારે 1000 વર્ષથી પણ જૂનું મંદિર આવેલું છે. કહેવાય છે કે માતાજી સાક્ષાત અહીંયા પ્રગટ થયા હતા. તેમની સ્થાપના કરવામાં આવી છે. માતાજીના પાંચ કે સાત રવિવાર ભરવાથી અહીંયા અટવાયેલા તમામ કામ પણ પૂર્ણ થાય છે.
મંદિરનો ઇતિહાસ: મંદિરના પુજારી ઊર્મિલા બેન ગૌસ્વામીએ ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ આ મંદીર 1000 વર્ષ જુનું ઐતિહાસિક મંદીર છે. આ મંદીરની પૂજા છેલ્લી 18 પેઢીથી કરવામાં એવી રહી છે. અમારી પ્રથમ પેઢી શ્રવણગીરી બાપુ બહુચરાજી માતાજીના ભક્ત હતાં. તે દર વર્ષે બહુચરાજી પાસે આવેલ શંખલપુર ચાલીને જતા હતા. વૃદ્ધા અવસ્થા સુધી જે પણ તેમની સમસ્યા આવતી હતી. તે સમસ્યા સામનો કરીને દર વર્ષે ચાલતા શંખલપુર પહોંચતા હતા. વૃદ્ધાવસ્થામાં પણ તબિયત ખરાબ હોવા છતા શંખલપુર પહોંચ્યા હતા.
આ પણ વાંચો Ahmedabad News : સાંસદ કિરીટ પટેલે અટલબ્રિજ પહોચી કહી મોટી વાત
માતાજી પ્રસન્ન થયા: 80 વર્ષથી સતત ચાલીને શંખલપુર ચાલી જતાં હતા. તો માતાજી પ્રગટ તેમની સામે થયાં હતા. માતાજી કહ્યું હતું, તું છેલ્લા 80 શંખલપુર ચાલીને મારા દ્વારે આવે છે. હવે તારે અહિયાં આવાની જરૂર નથી હું હવે તારે ત્યાં આવું છું. શ્રવણગીરીએ માતાજી સામે પ્રમાણ માગ્યું હતું ને કીધું ત્યારે ત્યાં કંકુની પગલી પડશે. ઝાંઝરીની આવાજ આવશે. તો જ માનજે હું ત્યારે ત્યાં આવી છું. પણ મારી એક શરત છે. કે તું તારા ઘરે ના પહોંચ ત્યાં સુધી તું પાછું વળીને જોતો નહી. જો જોઈશ તો હું ત્યાં જ સ્થાપિત થઈશ.
જીવંત સમાધી: સાબરમતી નદીના કિનારે સ્થાપના શ્રવણગિરિ બાપુ જ્યારે પણ શંખલપુર ઓઢવા માટે શાલ લઇને જતા હતા. ત્યારે જ્યારે માતાજી પ્રસન્ન થયા અને પરત આવી રહ્યા હતા. સાબરમતી નદીના કિનારે પહોંચ્યા હતા. અચાનક પવન ફુંકાતા શ્રવણગીરી બાપુના ખભેથી શાલ નીચે પડી અને શાલ લેવા જતા તેમણે પાછળ જોતા જ માતાજી તરત પ્રગટ થઈ ગયા હતા. સાબરમતી નદીના કિનારે જ સ્થાપના કરવામાં આવી હતી.સ્થાપના બાદ શ્રવણગીરી બાપુએ અહીંયા જીવંત સમાધી લીધી હતી.
કામ પૂર્ણ: 5-7 રવિવાર ભરવાથી જ કામ પૂર્ણ થાય છે. કહેવાય છે કે દર રવિવારે શંખલપુરથી માતાજી આવે છે. આ ઊપરાંત કોઈ ગરીબ, દરિદ્ર વ્યકિત જો શખલપુરની બાધા રાખી હોય પણ ત્યાં ના જઈ શકાતો હોય તો તે અહિયાં આવીને બાધા પૂર્ણ કરે, તો માતાજી તેની બાધાને સ્વીકારે છે. અહિયાં દરેક પ્રકારની બાધા રાખતા હોય છે. જે માતાજી તેમની ઈચ્છા પૂર્ણ કરે છે. બહુચરાજી માતાજીએ સંતાન સુખ દૂર કરે છે. 5 કે 7 રવિવાર દર્શન કરવાથી જે પણ કામ અટક્યું તે કામ પૂર્ણ થાય છે.