ETV Bharat / state

Police Suspended Chandkheda: પોલીસ સ્ટેશનના 6 પોલીસક્રમીને સસ્પેન્ડ કર્યા અને PI સામે તપાસના આદેશ - ગુજરાતમાં પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા

ચાંદખેડાના પોલીસ(police crime in gujarat) કર્મચારીઓ ચાંદખેડા વિસ્તારમાં રહેતા વૃદ્ધાને ઘરમાંથી ઢસડી(crime in gujarat) લઇ ગયાના સીસીટીવી ફુટેજ વાયરલ થયા છે. આ ઘટના બાબતે વૃદ્ધે ગુજરાત હાઇકોર્ટમાં(Gujarat High Court) અરજી કરી હતી જેમાં 6 પોલીસકર્મીને સસ્પેન્ડ(Ahmedabad suspended policemen) કરી દીધાનું બહાર આવ્યું છે.

police crime in gujarat : ચાંદખેડા પોલીસ સ્ટેશનના 6 પોલીસક્રમીને સસ્પેન્ડ કર્યા અને PI સામે તપાસના આદેશ

author img

By

Published : Nov 30, 2021, 9:43 AM IST

  • વૃદ્ધાને ઘરમાંથી બહાર ઢસડીને લઈ જવાના કેસમાં પોલીસક્રમીને સસ્પેન્ડ કર્યા
  • ગુજરાત હાઇકોર્ટમાં ફરિયાદ આવતાં પોલીસકર્મીઓ સામે કડક પગલાં
  • અરજદારે હાઈકોર્ટ સમક્ષ ફોટા અને અન્ય પુરાવા પણ રજૂ કર્યા

અમદાવાદઃ ચાંદખેડાના પોલીસ(police crime in gujarat) કર્મચારીઓ ચાંદખેડા વિસ્તારમાં રહેતા વૃદ્ધાને ઘરમાંથી ઢસડી લઇ ગયા હતા, જેના સીસીટીવી ફૂટેજ પણ વાઇરલ થયા છે. આ ઘટના બાબતે વૃદ્ધે ગુજરાત હાઇકોર્ટમાં(Gujarat High Court) અરજી કરી હતી. ઉપરાંત પોલીસ કમિશનર સંજય વાસ્તવ દ્વારા તપાસના આદેશ પણ આપવામાં આવ્યા હતા, જેને પગલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્કવોડમાં ફરજ બજાવતાં 6 પોલીસકર્મીને DCP ઝોન 2 વિજય પટેલે તાત્કાલિક સસ્પેન્ડ(Ahmedabad suspended policemen) કરી દીધા છે.

2 DCP વિજય પટેલે જણાવ્યું હતું કે, ચાંદખેડા પોલીસ સ્ટેશનના(Chandkheda Police Station) PI કેવી પટેલ સામે ખાતાકીય તપાસના આદેશ માટે પોલીસ કમિશનરને(Ahmedabad Police Commissioner) જાણ કરી છે અને ડી સ્ટાફના 6 પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા છે.

આ ઘટના બાબતે હાઈકોર્ટે રિપોર્ટ માગ્યો

જ્યારે ચાંદખેડામાં વૃદ્ધ દંપતીને મારવા, ઢસડવા, ખોટી રીતે ત્રાસ(crime in gujarat) આપવાના આક્ષેપ સાથે ચાંદખેડાના પોલીસ-ઈન્સ્પેક્ટર કેવી પટેલ અને IBના PI સામે હાઈકોર્ટમાં અરજી કરાઇ હતી. સુનાવણી બાદ હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે આ સમગ્ર ઘટનાનો રિપોર્ટ માગ્યો છે. અને કેસની વધુ સુનાવણી 15 ડિસેમ્બરે હાથ ધરાવાની છે. હાઈકોર્ટમાં અરજદારે માગ કરી હતી કે, જવાબદાર પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ(policeman crime in gujarat) નોંધો અને કાયદા મુજબ પગલાં લો, વળતર પેટે તેમને પાંચ લાખની ચુકવણી કરવામાં આવે અને સરકારી ખર્ચે પોલીસ રક્ષણ આપો.

PI પાસેથી મોટી રકમ ઉછીની લીધીનું સામે આવ્યું છે

જ્યારે સુનાવણી દરમિયાન હાઈકોર્ટમાં અરજદારના વકીલની રજૂઆત હતી કે, IBના પોલીસ-ઈન્સ્પેક્ટરે હેરાન કરવાના ઈરાદે તેમના પુત્ર સામે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ખોટી રીતે ફરિયાદ કરી હતી, જેમાં તેમના પુત્ર પર આક્ષેપ કર્યો છે કે, IBના PI પાસેથી બહુ મોટી રકમ ઉછીની લીધી છે, જે તે પરત આપતો નથી. આ કેસમાં પોલીસે અરજદાર બીમાર વૃદ્ધ મહિલાને ઘરમાંથી ઢસડીને અને તેમના વૃદ્ધ પતિને ખાટલા સાથે ઘરની બહાર કાઢ્યા હતા અને માર્યા હતા.

પોલીસ સ્ટેશનમાં માનસિક અત્યાચાર ગુજાર્યો

પોલીસ સ્ટેશનમાં લઈ જઈને હેરાન કર્યા હતા. આ ઉપરાંત કોઈપણ પૂછપરછ વગર ચાંદખેડા પોલીસ અને IBના PI તેના પુત્રને ઉઠાવી ગયા અને પોલીસ સ્ટેશનમાં પુત્ર પર માનસિક અત્યાચાર ગુજાર્યો હોવાનું બહાર આવ્યુ છે. અરજદારે એ પણ રજૂઆત કરેલી કે તેના પુત્ર પાસે પોલીસે દસ્તાવેજો પર પરાણે સહી કરાવેલી છે. આ કેસમાં અરજદારના પુત્ર પૈસા ઉછીના લીધા હોય તો તેનાં માતા-પિતાને ત્રાસ શા માટે અપાયો છે. આ કેસને લઈને અરજદારે હાઈકોર્ટ સમક્ષ ફોટા અને અન્ય પુરાવા પણ રજૂ કર્યા હતા.

દારૂ, જુગાર અને ગુનાહિત પ્રવૃત્તિઓની અનેક ફરિયાદ ઊઠી

ઉલ્લેખનીય છે કે, ચાંદખેડા વિસ્તારમાં દારૂ, જુગાર અને ગુનાહિત પ્રવૃત્તિઓની અનેક ફરિયાદ ઊઠી છે, જેમાં ચાંદખેડા પોલીસની ડિટેક્શન પર કોઈ ખાસ કામગીરી નથી, પરંતુ દારૂ, જુગાર અને અરજીઓ પર પોલીસ તોડબાજી કરવામાં સક્રિય હોવાની કામગીરી વધુ હોવાની ફરિયાદ થઈ હતી. ગેરકાયદે પ્રવૃત્તિઓ સરળતાથી ચાલતી હોવાની ફરિયાદ ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચી છે. એમાં સાબરમતી અને ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટા પાયે દબદબો ચાલે છે તેવું જાણવા મળ્યું છે. ગુજરાત હાઇકોર્ટમાં ફરિયાદ આવતાં હવે પોલીસકર્મીઓ સામે કડક પગલાં ભર્યા છે.

આ પણ વાંચોઃ Traffic Police: 2018થી 2021 દરમિયાન ગેરકાયદેસર પાર્કિંગ કરવા બદલ કુલ 7,44,425 કેસ નોંધાયા

આ પણ વાંચોઃ અમદાવાદ શહેરમાં રખડતા ઢોર, બિસમાર રોડથી લઈ પાર્કિંગ મુદ્દે મનપા કમિશનરે હાઇકોર્ટમાં રજૂ કર્યું એફિડેવિટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.