અમદાવાદ: અમદાવાદ એ જાગતું અને વિકાસતું શહેર છે પરંતુ એ અમદાવાદમાં રહેતા લોકોમાં રોગોનું પ્રમાણ પણ ઝડપથી વિકસી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, સ્પાઇન ઇન્સ્ટિટયૂટ અને સિવિલ હોસ્પિટલ દ્વારા, અમદાવાદીઓના ડાયાબિટીસ, કેન્સર, હાઇપર ટેન્શન, સહિતના રોગોના કારણો ઉપર ઉપર સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં અનેક ચોંકાવનારા ખુલાસો સામે આવ્યા છે.
5702 જેટલા લોકો ઉપર સર્વે: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના વડા ડોક્ટર ભાવિન સોલંકીએ આ સમગ્ર સર્વે વિશે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, લોકોમાં આજકાલ બિનચેપી રોગો એટલે કે કેન્સર, ડાયાબિટીસ, મેદસ્વિતા, હાઇપર ટેન્શન વધુ જોવા મળે છે તો આ વધવા પાછળનું કારણ શું છે એ માટે સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદના 25થી 64 વર્ષની ઉંમરના 5702 જેટલા લોકો ઉપર આ સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં અલગ લોકો ઉપરના જુદા જુદા કારણો મળી આવ્યા છે.
હાઇપર ટેન્શનનું પ્રમાણ વધ્યું: આ જે સર્વે કરવામાં આવ્યો હતો તેમાં જેમાં મુખ્યત્વે કારણમાં અમદાવાદીઓ સામાન્ય કરતા બે ગણું મીઠું પોતાના ભોજનમાં ગ્રહણ કરે છે. જેના કારણે લોકોમાં હાઇપર ટેન્શનનું પ્રમાણ વધ્યું છે. મીઠાનું પ્રમાણ સામાન્ય રીતે શરીરમાં ચારથી પાંચ ગ્રામ જેટલું હોવું જોઈએ પરંતુ તેની જગ્યાએ લોકોમાં મીઠું 8 ગ્રામ એટલે કે બમણું જોવા મળેલું છે આ એક લોકોમાં રોગનું મુખ્ય કારણ સામે આવ્યું છે.
આ પણ વાંચો: કચ્છમાં કિડનીના રોગોનું પ્રમાણ વધારે, બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા બે દિવસમાં 27 ઓપરેશન વિનામૂલ્યે કરાયા
તમાકુનું સેવન વધ્યું: આજકાલ તમાકુનું વ્યસનનું પ્રમાણ વધી ગયું છે. અમદાવાદ શહેરમાં પાંચમાંથી એક વ્યક્તિ તમાકુનું સેવન કરી રહ્યો છે. શહેરમાં 18.03 ટકા લોકો તમાકુનું સેવન કરે છે આ ઉપરાંત પાન, મસાલા, ગુટખા અને સિગારેટનું ચલણ પણ વધ્યું છે. પુરુષોમાં 18% લોકો રસીલા પદાર્થોનું સેવન કરે છે જ્યારે આમાં મહિલાઓનું 5% ટકા જેટલું પ્રમાણ છે. આ સર્વે દરમિયાન વધુ એક આશ્ચર્ય પ્રમાણે એવું તારણ સામે આવ્યું હતું કે પુરુષો કરતાં મહિલાઓમાં મેદસ્વિતાનું પ્રમાણ વધી રહ્યું છે. શહેરમાં 50% લોકો વધારે પડતા વજન અને મેદસ્વિતાપણા ધરાવે છે. લોકો પોતાના સ્વાસ્થ્ય માટે સભાન નથી એવું પણ આ તારણ ઉપરથી જાણવા મળી રહ્યું છે.
મેદસ્વિતાનું પ્રમાણ વધ્યું: મેદસ્વિતા અને શારીરિક સ્વસ્થતા માટે સર્વે માટે થઈને ખાસ બોડીમાર્ક ઇન્ડેક્સ પણ તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં લોકોની હાઈટ અને વજન પર સર્વે તૈયાર કર્યો હતો. દરેક વ્યક્તિને પોતાના ઉંમર અને હાઈટ પ્રમાણે વજન તેમજ બીએમઆઈ હોવું જોઈએ. જેમાં 25 થી 30 ટકા લોકોમાં આનો અભાવ જોવા મળ્યો હતો જેના કારણે લોકોમાં મેદસ્વિતાનું પ્રમાણ વધી રહ્યું છે.
આ પણ વાંચો: Increase disease in Ahmedabad: અમદાવાદમાં ગરમીનો પારો વધતા જ મચ્છર જન્ય રોગોનું પ્રમાણ વધ્યું
સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર: સ્વસ્થ રહેવા માટે શારીરિક પ્રવૃત્તિ અને શારીરિક ક્રિયાઓ કરવી જરૂરી છે. લોકોની શારીરિક પ્રવૃત્તિઓ ઉપર સર્વે કરતા જાણવા મળ્યું હતું કે 19 ટકા જેટલા અમદાવાદઓ શારીરિક કસરત અથવા તો ચાલતા ન હોવાનું સામે આવ્યું છે. લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બિલકુલ સભાન નથી તેનું ઉદાહરણ એ છે કે આ સર્વેની તપાસ દરમિયાન જ્યારે 37% લોકોએ હતો બ્લડ પ્રેશર માપવા માટે અને 63% લોકોએ પોતાનું બ્લડ સુગર માપવા માટે ચોખ્ખો ઇનકાર કરી દીધો હતો.