ETV Bharat / state

Ahmedabad Crime : નારોલમાં સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ કરી આત્મહત્યા, પોલીસે તપાસ શરૂ કરી - Married woman suicide in Narol Ahmedabad

અમદાવાદના નારોલમાં પરિણીતાએ સાસરિયાના ત્રાસથી કંટાળીને આત્મહત્યાનું પગલું ભર્યું હોવાની માહિતી સામે આવી છે. પરિણીતાએ પોતાના પિયરમાં ફોન કરીને સાસરિયાના ત્રાસ વિશે વાત કરી હતી. ત્યારબાદ સાસરિયાના મેણા ટોણા અને ત્રાસના કારણે કંટાળીને આખરે પરિણીતાએ આત્મહત્યાનું પગલું ભરી લીધું હતું.

Ahmedabad Crime : નારોલમાં સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ કરી આત્મહત્યા, પોલીસે તપાસ શરૂ કરી

author img

By

Published : Jul 18, 2023, 9:09 PM IST

અમદાવાદ : સાસરિયાઓના ત્રાસથી વધુ એક પરિણીતાએ જીવ ગુમાવ્યો હોવાનો કિસ્સો શહેરના નારોલ વિસ્તારમાં બનવા પામ્યો છે. પતિ સહિત સાસુ અને સસરા મહિલાને નાની નાની બાબતોમાં મેણા ટોણા મારીને માનસિક ત્રાસ આપતા હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આખરે કંટાળીને પરિણીતાએ ઉંદર મારવાની ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ નીપજતા માતા પિતાએ પોતાની દીકરીના સાસરિયાઓ વિરુદ્ધ નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

શું હતો સમગ્ર મામલો : મૂળ રાજસ્થાન જયપુરના રહેવાસી એવા ભગવતીબેન ભાવસાર નારોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે, તેમની દીકરીના લગ્ન અમદાવાદ ખાતે કરાવ્યા હતા. ગત 13 જૂનના રોજ તેમની દીકરીનો ફોન આવ્યો હતો અને સાસરીવાળા ત્રાસ આપે છે અને નથી રહેવું તેવું દીકરીએ પોતાની માતાને કહ્યું હતું. ફોન પત્યાના એક કલાક બાદ સાસુનો ફોન પરિણીતાની માતા પર ગયો હતો, કે તેમની દીકરી ઊલટીઓ કરી રહી છે અને ધ્રુજી રહી છે, સારવાર માટે એલ.જી. હોસ્પિટલ લઇ જઇએ છીએ. જેથી ગભરાયેલી માતાએ અમદાવાદમાં રહેતા પોતાના બે જમાઈને એલ.જી. હોસ્પિટલ મોકલી આપ્યા હતા. જ્યાં આગળ આરતી નામની પરણિતા બેહોશ હાલતમાં હતી અને ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હોવાનું ડોક્ટરોએ કહ્યું હતું.

આ અંગે ગુનો દાખલ કર્યો છે. આરોપીઓને પકડવા માટે ટીમો કામે લગાડવામાં આવી છે. આરોપીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવા પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. - આર.એમ. ઝાલા (PI, નારોલ પોલીસ સ્ટેશન)

દીકરીની અંતિમ વિધિ પૂર્ણ : આ સમગ્ર હકીકતની જાણ યુવતીની માતા અને પોતાને થતા તેઓ પણ જયુપુરથી અમદાવાદ દોડી આવ્યા હતા અને બીજા દિવસે સારવાર દરમિયાન તેમની દીકરીનું મૃત્યુ નીપજ્યું હતું. દીકરીની અંતિમ વિધિ પૂર્ણ કર્યા બાદ માતા પિતાએ પોતાની દીકરીના પતિ પ્રકાશ ભાવસાર, સાસુ રાજેશ્વરી ભાવસાર તેમજ સસરા રમેશ ભાવસાર વિરુદ્ધ નારોલ પોલીસ સ્ટેશનમાં દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

  1. Bihar Crime News : હત્યા કેવી રીતે થાય? ગુગલ પર સર્ચ કરીને મોતીહારીમાં પૂર્વ પંચાયત સમિતિના સભ્યએ કરી આત્મહત્યા
  2. Ahmedabad News : પત્ની સાથે ઝઘડો થતા બ્રિજ પર આત્મહત્યા કરવા પહોંચ્યો યુવક, ફાયરે આ રીતે બચાવ્યો જીવ
  3. Deesa News : બાળકો અને માતાને ઝેરી પ્રવાહી આપી પિતાએ આત્મહત્યા કરવાની કરી કોશિશ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.