ETV Bharat / state

SOG ક્રાઈમ બ્રાંચે MD ડ્રગ્સની હેરાફેરી કરતા બે આરોપીઓની ધરપકડ કરી - drug smuggling

અમદાવાદમાંથી ફરી એક વખત ડ્રગ્સ (MD drugs seized from Ahmedabad)ઝડપાયું છે. SOG ક્રાઇમની ટીમે બાતમી આધારે 2 શખ્સોને 48 ગ્રામના MD ડ્રગ્સના જથ્થા સાથે નારોલ માંથી પકડી પાડ્યા છે. રાજસ્થાનથી અમદાવાદ ડ્રગ્સ હેરાફેરી કરવાના 5000 રૂપિયા મળવાના હોવાનો ખુલાસો થયો છે.

SOG ક્રાઈમ બ્રાંચે MD ડ્રગ્સની હેરાફેરી કરતા બે આરોપીઓની ધરપકડ કરી

author img

By

Published : Jun 17, 2022, 8:20 PM IST

અમદાવાદઃ શહેરમાંથી ફરી એક વખત મેફેડ્રોન ડ્રગ્સ (MD drugs seized from Ahmedabad)ઝડપાયું છે. જેમાં SOG ક્રાઇમની ટીમે બાતમી આધારે 2 શખ્સોને 48 ગ્રામના MD ડ્રગ્સના જથ્થા સાથે નારોલ માંથી પકડી પાડ્યા છે. જોકે તેમની પૂછપરછ દરમિયાન રાજસ્થાનથી અમદાવાદ ડ્રગ્સ હેરાફેરી કરવાના 5000 રૂપિયા મળવાના હોવાનો ખુલાસો થયો છે. હાલ આ કેસમાં પોલીસે ડ્રગ્સ મંગાવનાર અને ડ્રગ્સ મોકલનારની શોધખોળ હાથ ધરી છે.

SOG

MDનો જથ્થો અમદાવાદમાં આપવા આવ્યા - SOG પોલીસે ઝડપી પાડેલા આ બન્ને આરોપીઓ MD ડ્રગ્સની હેરાફેરી કરતા પકડાયા છે. જેમાં પકડાયેલા આરોપીઓ નામ મુકેશ રાજપૂત અને મહેન્દ્ર દેવાસી છે. આ બન્ને શખ્સો મુળ રાજસ્થાનના ઝાલોરના (Drugs smuggling from Rajasthan to Ahmedabad )રહેવાસી છે. ડ્રગ્સ કેરિયર તરીકે MDનો જથ્થો અમદાવાદમાં આપવા આવ્યા હતા. જોકે આ અંગેની હકીકત SOG ક્રાઇમની ટીમે મળતા નારોલ વિસ્તારમાંથી બન્ને યુવકોને ઝડપી લીધા હતા.

આ પણ વાંચોઃ 250 કરોડનું ડ્રગ્સ દરિયામાં ફેંકી દીધું... પાકિસ્તાની માફિયાનું કરતબ જોઈ ATS પણ ચોંકી ગઈ

SOG ક્રાઇમની ટીમે આ બન્ને શખ્સોને ઝડપી લીધા - પકડાયેલા બન્ને શખ્સોની પૂછપરછમાં સામે આવ્યું કે મુકેશ રાજપૂત અગાઉ અમદાવાદ અને વડોદરામાં ડ્રાઇવર તરીકે નોકરી કરી ચુક્યો હતો જેને પગલે અમદાવાદના રોડ રસ્તાથી વાકેફ હતો. આ ડ્રગ્સ રાજસ્થાનથી લાવી અમદાવાદમાં સરસપુર વિસ્તારમાં જાહીર નામના વ્યક્તિને આપવાનું કામ પૂરું કરવા બન્નેને એક ટ્રીપના 5000 રૂપિયા મળવાના હતા. પરંતુ તે પહેલાં જ SOG ક્રાઇમની (Ahmedabad SOG police)ટીમે આ બન્ને શખ્સોને ઝડપી લીધા. પોલીસ પૂછપરછમાં એવું પણ ખુલાસો થયો છે કે 48 ગ્રામ MD ડ્રગની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આંકીએ તો 4 લાખ 80,000થી વધુ પકડવામાં સફળતા મળી છે.

આ પણ વાંચોઃ Vadodara Drugs Case : વડોદરા SOG પોલીસે આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કનો કર્યો પર્દાફાશ

અગાઉ પણ ડ્રગ્સ મંગાવી ચુક્યો - SOG ક્રાઈમે આરોપી મુકેશ રાજપૂત અને મહેન્દ્ર દેવાસીની પૂછપરછ કરતા ડ્રગ્સ આપનાર ગોવિંદ ભાટી જે રાજસ્થાનનો રહેવાસી છે તેનું નામ સામે આવતા તેની પણ ધરપકડ કરવાની દિશામાં તજવીજ હાથ ધરી છે. મહત્વનું છે કે અમદાવાદના સરસપુર વિસ્તારમાં ડ્રગ્સ મંગાવનાર જાહિર નામનો વ્યક્તિ અગાઉ પણ ડ્રગ્સ મંગાવી ચુક્યો છે. ત્યારે રાજસ્થાનના વોન્ટેડ અને ડ્રગ્સ સપ્લાયર ગોવિંદ ફરાર છે. ત્યારે વોન્ટેડ ગોવિંદ ભાટી અને જાહિરની ધરપકડ બાદ શું વધુ ખુલાસા સામે આવે છે તે જોવું રહ્યું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.