અમદાવાદઃ કોરોના વાયરસનું સંક્રમણ માનવ શરીરના ફેફસાંના ભાગ ઉપર થાય છે. તેમ જ આ સંક્રમણ એવા લોકોને વધુ થાય છે કે જેમની રોગપ્રતિકારક ક્ષમતા ઓછી હોય. આ વાતને ધ્યાનમાં લઈને અમદાવાદની સંજીવની હોસ્પિટલ દ્વારા કોરોના વાયરસ સામે લડી રહેલા સૈનિક સમાન ડોક્ટરો તેમ જ સરકારી અધિકારીઓમાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું હતું.
આ ઉકાળો સામાન્ય રીતે રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે. તેમ જ કોરોના વાયરસના લક્ષણ કહી શકાય તેવા શરદી, ખાંસી, કફ સામે પણ રક્ષણ પૂરું પાડે છે.