ETV Bharat / state

Sanand Gadhiya Lake: મોટી સમસ્યાનો આવશે અંત, ગઢિયા તળાવની 9 કરોડના ખર્ચે થશે કાયાપલટ

સાણંદ શહેરમાં આવેલ સૌથી મોટું ગઢિયા તળાવ 9 કરોડના ખર્ચે ઔડા દ્વારા રિ ડેવલપ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડ્રેનેજ પાણી આવતું અટકાવીને માત્ર વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવશે. અંદાજિત 1 કિલોમીટર વોકિંગ ટ્રેક બનાવવામાં આવશે.અંદાજે 2 વર્ષની અંદર 9 કરોડના ખર્ચે આ ગઢિયા તળાવને રિ-ડેવલપ કરવામાં આવશે.એકવાર પૂર્ણ થયા બાદ તે વસ્ત્રાપુર તળાવ કરતા પણ મોટું થશે. નાગરિક સંસ્થા તળાવમાં ડમ્પ થતા ગેરકાયદે ગટર જોડાણો તોડવા માટે પણ કામ કરી રહી છે

સાણંદ સૌથી મોટી સમસ્યાનો આવશે અંત
સાણંદ સૌથી મોટી સમસ્યાનો આવશે અંત
author img

By

Published : May 2, 2023, 12:48 PM IST

સાણંદ સૌથી મોટી સમસ્યાનો આવશે અંત

અમદાવાદ: અમદાવાદ જિલ્લાનું સાણંદ શહેર જે અમદાવાદ શહેરનું એક હવે હૃદય ગણવામાં આવી રહ્યું છે. આ હૃદય સમાન તળાવને રિ-ડેવલપ કરવામાં આવશે. લોકોના કલેજાને શાંતી થશે કારણ કે સાણંદમાં આવેલા ગઢિયા તળાવની કાયાપલટ થવાની છે. હાલ આ તળાવમાં ગંદકી જોવા મળી રહી છે. જેના કારણે આ તળાવ ઉપયોગમાં તો નથી આવતું. તેની ગંદકીના કારણે લોકો પરેશાન થઇ રહ્યા છે. સાણંદનો વિકાસ ખૂબ જ ઝડપી થઈ રહ્યો છે. ચારેબાજુ મોટી મોટી વિદેશી કંપનીઓ પણ સ્થપાઈ રહી છે. અમદાવાદ ઔડા દ્વારા અંદાજે 9 કરોડના ખર્ચે તે તળાવને રીડેવલપ કરવામાં આવશે. જેના કારણે અહીં તળાવનું આખું ચિત્ર બદલી જશે.

આ પણ વાંચો Ahmedabad CP: અમદાવાદ CPનો યોજાયો વિદાય સમારંભ, પોલીસ અને પ્રજાનો માન્યો આભાર

2 વર્ષમાં તૈયાર થશે: એન્જિનિયર સંજય પટેલે ETV BHARAT સાથે જણાવ્યું હતું કે, સાણંદ ગઢીયા તળાવનું ટેન્ડેન્ટ પ્રક્રિયા ઘણા સમયથી કરવામાં આવી હતી. કોઈ પણ વ્યક્તિએ આ ટેન્ડર પ્રક્રિયામાં લાભ લીધો ન હતો. ફરી એકવાર ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ઘણા લોકો રસ દાખવ્યો છે. હવે આ ટેન્ડર પ્રક્રિયાનું પેપર વર્ક અને તેની પ્રોસેસ પૂર્ણ કાર્યબાદ અંદાજે 2 વર્ષની અંદર 9 કરોડના ખર્ચે આ ગઢિયા તળાવને રિ-ડેવલપ કરવામાં આવશે.

પાણી અટકાવવામાં આવશે: ડ્રેનેજ પાણી બંધ કરવામાં આવશે. વધુમાં જણાવ્યું હતું કે, ગઢિયા તળાવ 50,000 સ્ક્વેર મીટર થી પણ વધુ એરિયામાં છે. જેમાં પાણીની કેપેસીટીનો પોન્ડ એરીયા 40,000 સ્ક્વેર મીટર છે. જેમાં આજુબાજુ ડ્રેનેજના પાણી પણ ખૂબ જ મોટા પ્રમાણમાં આવી રહ્યું છે. જેથી ઔડા દ્વારા સ્ટ્રોમ વોટર કનેક્શન કરવામાં આવી રહ્યું છે. જેમાં તળાવ રીડેવલ્પ કરવા માટે ટીચિંગ કરી બાઉન્ડ્રી ફિક્સ કરવામાં આવશે. આ સાથે આજુબાજુના વિસ્તારમાંથી આવતું ડ્રેનેજના પાણી અટકાવવામાં આવશે. આ ડ્રેનેજના પાણીનો નિકાલ માટે ઔડા દ્વારા ઇન્ટર ચેપ્ટર ડ્રેનેજ લાઈન નાખવામાં આવશે. જે ઇન્ટર લાઈનથી તળાવની બાજુમાં આવેલ સુએઝ સેન્ટરમાં જશે. જે સેન્ટર થકી સાણંદ નગરપાલિકા STP તરફ લઈ જવામાં આવશે. માત્ર ગઢીયા તળાવમાં જ વરસાદનું પાણી સંગ્રહ કરવામાં આવશે.

વોકિંગ ટ્રેક બનશે: ગઢીયા તળાવ રિ-ડેવલપ થયા તળાવની ફરતે 3 મીટર પહોળાઈના 1 કિ.મી જેટલો જોકિંગ ટ્રેક તેમજ વૃદ્ધોને બેસવા માટે બાંકડા મુકવામાં આવશે. તળાવની ફરતે દિવાલ કરીને પ્રવેશ માટે ગેટ તેમજ સિક્યુરીટી કેબિન પણ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત તળાવમાં ફરતે 4 જગ્યા પર ખુલ્લી જગ્યા પણ મૂકવામાં આવી છે. જેમાં ભવિષ્યમાં સાણંદ નગરપાલિકા દ્વારા બાળકો માટે અન્ય કોઈ સુવિધા ઉપલબ્ધ કરવી હોય તો તે પણ તે જગ્યાએ કરી શકે છે.

આ પણ વાંચો Ahmedabad Crime : પોલીસ મારું કશું ઉખાડી નહીં શકે, વ્યાજખોરે 12 લાખની સામે 18 લાખ લીધા બાદ વેપારીને ધમકી આપી

અનેક સમસ્યાનું ઘર: ઉલ્લેખનીય છે કે, સાણંદનો દિવસેને દિવસે વિકાસ થઈ રહ્યો છે. સાણંદ શહેરમાં હજુ પણ કેટલીક સુવિધાઓ પણ અભાવ ખૂબ જ જોવા મળી રહ્યો છે. સાણંદ શહેરમાં અને ગામની અંદર પણ ડ્રેનેજના પાણીની સમસ્યા જોવા મળી રહી છે. ડ્રેનેજ સિસ્ટમ પાણી પણ રોડ ઉપર આવતી હોવાના કારણે મચ્છર ઉપદ્રવ વધારે જોવા મળી આવે છે. સાણંદની આજુબાજુમાં વિકાસ તો થયો પરંતુ વૃદ્ધો કે બાળકો સારી રીતે ફરી શકે કે આરામ કરી શકે તેવું એક પણ ગાર્ડન ઉપલબ્ધ નથી. ત્યારે હવે ઓર્ડર દ્વારા સૌથી મોટા ગઢિયા તળાવનું રીડેવલપ કરતા જ એક સમસ્યાનો આખરે અંત આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.