ETV Bharat / state

અમદાવાદ ગ્રામ્યમાં કોરોના પોઝિટિવનો કુલ આંકડો 1759 પર પહોંચ્યો - અમદાવાદ

અમદાવાદ શહેર બાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાનો કહેર વધી રહ્યો છે. અમદાવાદ ગ્રામ્યમાં શનિવારે સાંજ સુધીમાં નવા 21 કેસ નોંધાતા કોરોના પોઝિટિવ કુલ આંકડો વધીને 1759 થયો છે. અમદાવાદ જિલ્લાના ધોળકા અને સાણંદ તાલુકામાં કોરોના કુલ કેસ 400નો આંક વટાવી ચુક્યા છે. અમદાવાદ ગ્રામ્યના આંકડામાં અમદાવાદ શહેરના આંકડાનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

અમદાવાદ ગ્રામ્યમાં કોરોના પોઝિટિવનો કુલ આંકડો 1759 પર પહોંચ્યો

author img

By

Published : Aug 30, 2020, 5:27 AM IST

અમદાવાદઃ જિલ્લાના ધોળકા અને સાણંદ તાલુકામાં 416 અને 406 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સિવાય દસ્ક્રોઈ તાલુકામાં 283 કેસ નોંધાઈ ચુક્યા છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં કોરોના કેસ હાલ નોંધાઈ રહ્યા છે. જિલ્લામાં 58 લોકોના કોરોનાને લીધે મોત નિપજ્યા છે.

બાવળામાં પણ 196 જેટલાં કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા છે. અમદાવાદ શહેરની આસપાસ આવેલા તાલુકાઓમાં અને વિસ્તારોમાં કોરોના પોઝિટિવ કેસનું પ્રમાણ વધુ છે, જ્યારે શહેરથી થોડે દૂર આવેલા ગ્રામીણ વિસ્તારોમાં હજી પણ કોરોના પોઝિટિવના આંકડા ઓછા છે.

અમદાવાદ ગ્રામ્યમાં 1.14 લાખ જેટલા લોકોનું મોનીટરીંગ કરવામાં આવ્યું હતું. આ સાથે જ ગ્રામીણ વિસ્તારમાંથી સ્થિતિ ન બગડે એના માટે 87 હજાર ઘરોનું સેનિટેશન કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.