- અમદાવાદ RTO માં દ્વિ-ચક્રી વાહનો માટેની GJ01-VK સીરીઝ ટૂંક સમયમાં પૂરી થશે
- હળવા પ્રકારની ગાડીઓમાં GJ01-WB સીરીઝ ટૂંક સમયમાં પૂર્ણ થશે
- દ્વિ-ચક્રી વાહનો માટે નવી સીરીઝ GJ01-VK અને ગાડીઓ માટે GJ01-WC આવશે
અમદાવાદ સ્થાનિક વાહન વ્યવહાર કચેરી દ્વારા GJ01 ની જુદી-જુદી શ્રેણીઓમાં પસંદગીના નંબરો માટે હરાજી પ્રક્રિયા યોજવામાં આવશે. જે માટે 21 મે થી રાત્રિના 12 વાગ્યાથી રજિસ્ટ્રેશન શરૂ થશે. જે 23 મે રાત્રિના 12 વાગ્યા સુધીમાં પૂર્ણ થશે. હરાજી 24 મે રાત્રિના બાર વાગેથી શરૂ થશે જે 26 મે રાત્રિના 12 વાગ્યા સુધી ચાલશે.
પસંદગીના નંબરોની કિંમત
આ પસંદગીના નંબરો અંતર્ગત ગોલ્ડન નંબર, સિલ્વર નંબર અને અન્ય નંબરો માટે હરાજી યોજવામાં આવશે. ગોલ્ડન નંબર અંતર્ગત ટુ-વ્હીલર માટે 8,000 અને ફોર-વ્હીલર માટે 40 હજાર, સિલ્વર નંબરમાં ટુ-વ્હીલર માટે 3500 ત્યારે કાર માટે 15,000 અને નંબરો માટે અનુક્રમે 2000 અને 8009 ફી નક્કી કરવામાં આવી છે. આ નંબરોમાં કેટલાક પ્રખ્યાત નંબરો જેમ કે, 1, 11, 99, 786, 999, 9999,500, 5000 વગેરેનો સમાવેશ થાય છે.
ક્યાં રજીસ્ટ્રેશન કરવું
પસંદગીનો નંબર મેળવવા ઇચ્છતા વાહન માલીકોએ તેમના વાહનોનું રજીસ્ટ્રેશન કરાવીને પસંદગીનો નંબર મેળવવા માટે http://vahan.parivahan.gov.in/fancy પર નોંધણી કરાવવાની રહેશે. અરજી કર્યાના 60 દિવસ સુધીમાં વાહન ચાલકને પસંદગીનો નંબર મળશે. પરંતુ જો તેમ શક્ય ન હોય તો છેલ્લા દિવસે રજીસ્ટ્રેશન ઓફિસ દ્વારા રેન્ડમ પદ્ધતિથી નંબર ફાળવવામાં આવશે. જેની સામે અરજી દાતા કોઈ વાંધો લઇ શકશે નહીં.
બીડ પ્રક્રિયા પૂર્ણ થતાં 5 દિવસમાં નાણાં જમા કરાવવાના રહેશે
હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના પાંચ દિવસમાં હરજીના નાણાં જમા કરાવવાના રહેશે. જો અરજીકર્તા નિયત સમયમર્યાદામાં નાણા ચૂકવવામાં નિષ્ફળ જશે. તો ફી ની રકમ જપ્ત કરવામાં આવશે. વળી જે પદ્ધતિથી પૈસાની ચુકવણી કરવામાં આવી હોય, તે જ પદ્ધતિથી રિફંડ આપવામાં આવશે.