ETV Bharat / state

અમદાવાદમાં શનિવારે મોડી રાત્રે એક ઇંચ જેટલો વરસાદ પડ્યો

રાજ્યમાં ચોમાસું 18 થી 24 જૂન વચ્ચે બેસવાની આગાહી છે. જોકે તે પહેલા જ ચોમાસું બેસી ગયું હોય તેમ રાજયમાં શનિવારે દિવસ દરમિયાન અલગ અલગ જિલ્લામાં પડેલા વરસાદ બાદ અમદાવાદ શહેરમાં મોડી રાત્રે પવન અને વીજળીના ચમકારા સાથે વરસાદ પડ્યો હતો. શહેરના તમામ વિસ્તારમાં વરસાદ પડતાં ઠંડકનો અહેસાસ થયો હતો.

Ahmedabad
અમદાવાદ
author img

By

Published : Jun 7, 2020, 11:24 AM IST

અમદાવાદ: રાજ્યમાં ચોમાસું 18 થી 24 જૂન વચ્ચે બેસવાની આગાહી છે. જોકે તે પહેલા જ ચોમાસું બેસી ગયું હોય તેમ રાજયમાં શનિવારે દિવસ દરમિયાન અલગ અલગ જિલ્લામાં પડેલા વરસાદ બાદ અમદાવાદ શહેરમાં મોડી રાત્રે પવન અને વીજળીના ચમકારા સાથે વરસાદ પડ્યો હતો. શહેરના તમામ વિસ્તારમાં વરસાદ પડતાં ઠંડકનો અહેસાસ થયો હતો.

Ahmedabad
અમદાવાદ

વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને સ્થાનિકોને મુશ્કેલીઓ પડી છે. શહેરમાં મોડી રાતથી પડેલા વરસાદી પાણીનો નિકાલ સવાર સુધી ન થતા લોકો પરેશાન થયા છે. મોડી રાતે ત્રણ વાગ્યે શરૂ થયેલો વરસાદ 3.30 સુધી વરસ્યો હતો. શહેરના પૂર્વ વિસ્તારમાં ઓઢવ, વિરાટનગર, મણિનગર વટવામાં એક ઇંચથી દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે પશ્ચિમમાં સરખેજ વિસ્તારમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો.

મોડી રાતે પડેલા વરસાદના કારણે મેઘાણીનગર આશીર્વાદ હોસ્પિટલ પાસે રોડ બેસી જતા ત્યાંથી પસાર થતો એક ટ્રક ફસાઈ ગયો હતો. ટ્રકનું પૈડું રોડમાં બેસી જતા અનાજ ભરેલો ટ્રક પલટી ગયો હતો. ટ્રક પલટી જતા આખો રોડ બંધ કરવાની ફરજ પડી છે. વહેલી સવારથી જ ટ્રક રોડ પરથી ન હટાવતા વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.