ETV Bharat / state

Ahmedabad Rath Yatra 2023: ભગવાનના ત્રણેય રથ પોણા 10 વાગે સુધી મંદિરની બહાર, લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી - લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી

રથયાત્રા એક કલાકથી વધુ સમય સાથે મોડી ચાલી રહી છે. હાલ જમાલપુર પગથિયા પહોંચી છે. અખાડામાં યુવાનોના કરતબોથી લોકો મંત્રમુગ્ધ બની રહ્યા છે. હાલ શહેરમાં જ્યારે ભગવાન નગરચર્યા પર નીકળ્યા છે ત્યારે તેમને વધાવવા માટે શહેરના અનેક વિસ્તારોમાં અમીછાટંણા પણ થયા છે.

three-chariots-of-the-lord-outside-the-temple-till-quarter-10-oclock-crowds-of-lakhs-of-people

author img

By

Published : Jun 20, 2023, 11:24 AM IST

રથયાત્રા એક કલાકથી વધુ સમય સાથે મોડી ચાલી રહી છે

અમદાબાદ: આજે અષાઢી બીજ એટલે રથયાત્રાનો પાવન પર્વ છે. આજે અમદાવાદના જગન્નાથ મંદિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટાભાઇ બલરામ નગરચર્યા પર નીકળ્યા છે. જોકે ભગવાનના ત્રણેય રથ પોણા 10 વાગે સુધી મંદિરની બહાર રહેશે.

રથયાત્રા 1 કલાકથી વધુ મોડી: જગન્નાથની 146 મી રથયાત્રામાં ભગવાનના રથ વહેલી સવારે 7:00 વાગે મંદિરની બહાર લાવવામાં આવ્યા છે, પરંતુ મંદિર બહારથી રથ બે કલાક કરતા વધુ સમય સુધી આગળ પ્રસ્થાન કરી શક્યા ન હતા. રથયાત્રામાં સૌથી આગળ ગજરાજ, બાદમાં 101 ટ્રક અને ભજન મંડળી તેમજ અખાડા આગળ હોય છે, ત્યારે સવારે 9:50 સુધી ભગવાનના રથ મંદિરની બહાર જ ઉભા હતા. અખાડા તેમજ ભજન મંડળી પસાર થતા નજરે પડયા છે.

ભજન મંડળીઓ ધૂમ મચાવી: રથયાત્રાના દિવસે વરસાદ થવો શુભ માનવામાં આવે છે. હાલ શહેરમાં જ્યારે ભગવાન નગરચર્યા પર નીકળ્યા છે ત્યારે તેમને વધાવવા માટે શહેરના અનેક વિસ્તારોમાં અમીછાટંણા પણ થયા છે. બીજી તરફ ભજન મંડળીઓ ધૂમ મચાવી રહી છે. ભજન મંડળીઓ 'ડાકોર વાલે આયે.....' ભજનના તાલે બરાબર ઝૂમ્યા હતા.

નવા રથની વિશેષતા: ભગવાન જગન્નાથના રથને 250 ઘન ફૂટ સવનના લાકડાથી બનાવાયો છે. ભગવાનનો રથ હાઇટેક રીતે તૈયાર કરવામાં આવ્યો છે. રથમાં આધુનિક સુરક્ષા માટેના સાધનો ફિટ કરવામાં આવ્યા છે. રથમાં 11 CCTV કેમેરા ફિટ કરવામાં આવ્યા છે. જેમાંથી મુખ્ય કેમેરો નાઇટ વિઝન વાળો છે. કારણ કે, રથયાત્રા દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટી પડશે.

પહિંદ વિધિ: રાજ્યના સીએમ ભુપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી હતી. આ વિધિ દર વર્ષે રાજ્યના મુખ્યપ્રધાન કરતા હોય છે. પહિંદ વિધિ એટલે નગરનો રાજા સામાન્ય વ્યક્તિના પહેરવેશ પહેરીને રથની આસપાસની જગ્યાને સોનાની સાવરણીથી સફાઇ કરે. રથ જે રસ્તા પરથી પસાર થવાનો છે તે રસ્તાને સોનાની સાવરણીથી શુદ્ધ કરવાની વિધિને પહિંદ વિધિ કહેવામાં આવે છે. પુરીમાં આ વિધિને છેરા પહેરા વિધિ તરીકે ઓળખવામાં આવે છે.

બાબા બાગેશ્વરનો ક્રેઝ: ચુસ્ત પોલીસ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રથયાત્રા શરૂ થઈ હતી. ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ આ રથયાત્રામાં જોવા મળ્યો છે. ગજરાજ આવ્યા બાદ રથનું આગમન થયુ અને બાબા બાગેશ્વરથી લઈ બાળ કૃષ્ણ, રાધા સુધી જગન્નાથ રથયાત્રામાં વિવિધ રંગો જોવા મળ્યા હતા.

  1. Ahmedabad Rath Yatra 2023: ભગવાન જગન્નાથના નવા રથની વિશેષતા
  2. Ahmedabad Rath Yatra 2023: બાબા બાઘેશ્વરથી લઈ બાળ કૃષ્ણ, રાધા સુધી જગન્નાથ રથયાત્રામાં વિવિધ રંગોની અદભૂત તસવીરો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.