ETV Bharat / state

Ahmedabad Rath Yatra 2023 : ભગવાન જગન્નાથ રથયાત્રા પહેલાં કાળી રોટી ધોળી દાળનું આ મહત્ત્વ જાણો - કાળી રોટી ધોળી દાળ

અમદાવાદમાં ભગવાન જગન્નાથ રથયાત્રા નગરચર્યાએ નીકળવાને ગણતરીના કલાકો બાકી છે. ત્યારે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં જોતાં જ બને તેવો ભક્તિભાવભર્યું વાતાવરણ બન્યું છે. અષાઢી બીજના પ્રાતઃકાળે મંગળા આરતીથી શરુ થતી રથયાત્રાની વિવિધ વિધિઓમાં કાળી રોટી ધોળી દાળનું નામ ન સંભળાય એ શક્ય નથી. શું છે આ કાળી રોટી ધોળી દાળનું રહસ્ય જાણો.

Ahmedabad Rath Yatra 2023 : ભગવાન જગન્નાથ રથયાત્રા પહેલાં કાળી રોટી ધોળી દાળનું આ મહત્ત્વ જાણો

author img

By

Published : Jun 19, 2023, 9:58 PM IST

અમદાવાદ : અમદાવાદમાં રથયાત્રાના કાર્યક્રમો દરમિયાનના કેટલાક મહત્ત્વના પ્રસંગોમાં ભંડારાનું આયોજન પણ સમાવેશ થાય છે. રથયાત્રા 2023 માટે ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ અને ધ્વજારોહણ કરવામાં આવે છે જે બાદ ભંડારાનું આયોજન કરવામાં આવે છે. દેશભરમાંથી રથયાત્રામાં આવતાં સાધુસંતોના વિશેષ આતિથ્ય માટે મંદિરમાં ભંડારાનું આયોજન થાય છે. જેમાં અપાતો ભોજન પ્રસાદ કાળી રોટી ધોળી દાળ આરોગવા મળતાં સાધુસંતો ધન્યતા અનુભવતા હોય છે. રથયાત્રાના એકબે દિવસ પહેલાં આયોજિત થતાં ભંડારામાં મોટા પ્રમાણમાં સાધુસંતો અનેભાવિક ભક્તોને પણ કાળી રોટી ધોળી દાળનો પ્રસાદ પામવાનો લહાવો મળતો હોય છે. ઉલ્લેખનીય છે કે આ મહાપ્રસાદ માટે કોઇ પ્રકારનો નાણાં વિનિમય કરવામાં આવતો નથી.

આ પ્રસાદની શરુઆત : કાળી રોટી ધોળી દાળના પ્રસાદ વિશે કહેવાય છે કે આ પરંપરા મહંત નૃસિંહદાસજીએ શરુ કરી હતી. સાધુસંતો પરિભ્રમણ કરતાં રહેતાં હોય છે અને ભોજન રસાસ્વાદ વિનાનું હોય છે. ત્યારે ભગવાન જગન્નાથજીના દર્શને આવેતાં દેશભરના સાધુસંતોને પૌષ્ટિક ભોજન આપવાના હેતુથી તેમણે આ માલપુઆ અને દૂઘપાકનું ભોજન આપવાનું શરુ કર્યું હતું. મંદિરમાં આવતાં ભક્તો ભૂખ્યાં ન જાય તેવા હેતુથી મંદિરમાં ગાંઠિયા અને બૂંદીનો પ્રસાદ પણ આપવામાં આવે છે. ત્યારથી મંદિરના દરેક મહંત દ્રારા કાળી રોટી ધોળી દાળના અનોખા પ્રસાદની પરંપરાનું પાલન કરવામાં આવે છે.

આ વર્ષે 4000 લીટર દૂધપાક બન્યો
આ વર્ષે 4000 લીટર દૂધપાક બન્યો

મંદિરમાં જ બને છે કાળી રોટી ધોળી દાળ : ભગવાન જગન્નાથ મંદિર પરિસરમાં જ ભંડારાનું આયોજન થતું હોય છે તેની તૈયારીઓ અઠવાડિયા પહેલાંથી શરુ થઇ જતી હોય થે અને રસોડાનો ધમધમાટ રાતદિવસ જોવા મળતો હોય છે. મોટા પ્રમાણમાં સાધુસંતો અને ભાવિક ભક્તો પ્રસાદ ગ્રહણ કરવા આવતાં હોવાથી ભોજન બનાવવાની સામગ્રીથી લઇને પીરસવા સુધી અસંખ્ય મહિલાઓ યુવાનો સ્વયંસેવક બનીને સેવા પૂરી પાડતાં હોય છે. કાળી રોટી અને ધોળી દાળ એવા માલપુઆ અને દૂધપાક ઉપરાંત બૂંદી ગાંઠિયા પણ આપવામાં આવે છે. અહીં અંદાજે દર વર્ષે હજારો લોકો ભંડારાનો પ્રસાદ લેતાં હોય છે.

ભંડારાનો વિશેષ ભોજન પ્રસાદ : શહેરમાં અષાઢી સુદ બીજ 20 જૂનના દિવસે ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા નગરચર્યાએ નીકળવાની છે. જેના પહેલાં રવિવારે જમાલપુરમાં આવેલા ભગવાન જગન્નાથ મંદિરમાં સવારે ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અહીં ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. જગન્નાથજી મંદિરમાં યોજાયેલા ભંડારામાં રાજ્ય અને દેશભરમાંથી મોટી સંખ્યામાં સાધુ સંતો ભોજન પ્રસાદ માટે ઉપસ્થિત રહ્યાં હતાં.કોરોનાકાળની મુસીબતોમાંથી પાર આવીને આવેલા આ વર્ષના ભંડારામાં કાળી રોટી એટલે કે માલપુઆ અને ધોળી દાળ એટલે કે દૂઘપાકનો પરંપરાગત પ્રસાદ હજારો સાધુસંતોએ ખૂબ આનંદથી ગ્રહણ કરતાં હોય છે.

હજારો કિલોમાં બને છે પ્રસાદ : ભગવાન જગન્નાથ મંદિરના આજ દેશભરમાંથી આવેલ સાધુ સંતો તેમજ શ્રદ્ધાળુ એમ કુલ મળીને 30,000 જેટલાં લોકોનું ભંડારા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભંડારામાં 4000 લીટર દૂધપાક, 1100 કિલો લોટની પૂરી, 1200 કિલો ચોખાના ભાત, 600 કિલો ચણાનું શાક, 1000 કીલો બટાકાનું શાક, 2000 કિલો ગોળ, ઘી અને લોટના માલપુવા બનાવવામાં આવ્યાં હતાં.

  1. Ahmedabad Rathyatra 2022: સંતોએ ભગવાન જગન્નાથજીના ભંડારામાં પ્રસાદ આરોગ્યો, કાળી રોટી ધોળી દાળ વાનગી શું છે?
  2. Ahmedabad Rathyatra 2023: સરસપુરમાં બે લાખ જેટલા શ્રદ્ધાળુ લેશે પ્રસાદનો લાભ, જાણો કેવી છે તેયારીઓ
  3. Ahmedabad Jagannath Rath Yatra 2023 : રથયાત્રામાં ટ્રાફિકમાં ન ફસાવું હોય તો જાણી લો અમદાવાદમાં કયા રૂટ રહેશે બંધ...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.