અમદાવાદ : GST વિભાગ દ્વારા થોડા સમય પહેલા અમદાવાદમાં નાડોલ ટ્રેડર્સ, મંગલમ ઇમ્પેક્ટ અને શ્રી એન્ટરપ્રાઇઝ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ કૌભાંડના માસ્ટર માઈન્ડ રાકેશ ચોકસીની ધરપકડ કરવામાં આવી હતી. રૂપિયા 1,400 કરોડના બોગસ બિલ્ડીંગ મારફતે રૂપિયા 41 કરોડની ઈન્પુટ ટેક્સ ક્રેડીટ પાસ કરવાના કૌભાંડમાં માસ્ટર માઈન્ડ રાકેશકુમાર ચોકસીની ધરપકડ કરી તેને મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. મેટ્રો કોર્ટે આરોપીના 17 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
શું છે સમગ્ર કેસ : સમગ્ર કેસની વિગતો જોઈએ તો રાકેશકુમાર ચંદુલાલ ચોકસીએ ત્રણ જેટલી બોગસ પેઢીઓ ઊભી કરી હતી. આર્થિક રીતે નબળા અને જરૂરિયાત ધરાવતા લોકોના આધારકાર્ડ, પાનકાર્ડ સહિતના ડોક્યુમેન્ટના આધારે બોગસ પેઢીઓ ઊભી કરી હતી. આ બોગસ પેઢીના આધારે તે GST નંબર મેળવીને તેનો દુરુપયોગ કરીને આ કૌભાંડ આચર્યું હતું. માત્ર કાગળ પર જ વ્યવહારો દર્શાવીને કોઈપણ પ્રકારે સર્વિસ કે માલ સામાનની આપ લે કર્યા વિના રૂપિયા 1,400 કરોડનું બોગસ બિલ્ડીંગ કૌભાંડ આચરીને રૂપિયા 41 કરોડની ITC પાસ ઓન કરી હતી.
ક્યાં ક્યાં દરોડા પાડવામાં આવ્યા : GST વિભાગે આરોપીના રહેઠાણે દરોડા પાડ્યા હતા. આરોપી રાકેશ ચોક્સી અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલા કલા તીર્થ એપાર્ટમેન્ટમાં રહે છે. તેની ત્રણેય પેઢીઓ માણેકચોકમાં આવેલી છે. GST વિભાગ દ્વારા રાકેશ ચોકસીની અમદાવાદમાં આવેલી પેઢીઓમાં અને તેના રહેઠાણના સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : Vadodara Crime: લાલચ આપીને ભાડાની કારો બારોબાર વેચનાર મહાઠગ ઝડપાયા, 90 ગાડી કરી રિકવર
સિક્યુરિટી ગાર્ડની કેબિનમાં દસ્તાવેજો : GST વિભાગના દરોડા દરમિયાન ચોકાવનારી વિગતો સામે આવી હતી. આરોપી પોતાની સોસાયટીની સિક્યુરિટી ગાર્ડની કેબિનમાં તમામ દસ્તાવેજો સંતાડવા માટે વ્યવસ્થા કરી હતી. જ્યાં તેણે ડિજિટલ ડોક્યુમેન્ટ, લેપટોપ, વાંધાજનક હિસાબો અને દસ્તાવેજો સહિતની વસ્તુ મળી આવી હતી. સિક્યુરિટી કેબિનમાં છુપાયેલા ડિજિટલ ડિવાઇસીસ, સહિત તમામ દસ્તાવેજો અને તમામ ડોક્યુમેન્ટોને જપ્ત કરીને સિક્યુરિટી ગાર્ડનું પણ સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Bridge Scam: હાટકેશ્વર બ્રિજ કૌભાંડમાં AMC અને BJP અધિકારીને બચાવવામાં લાગી છે, વિપક્ષનો આક્ષેપ
ચોકસીના રિમાન્ડ કર્યા મંજુર : ઉલ્લેખનીય છે કે, રાકેશ ચોકસીની હવે ધરપકડ કરવામાં આવી છે, ત્યારે તેને મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવતા આરોપીના 17 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. રિમાન્ડ પૂર્ણ થયા બાદ આરોપીને ફરીથી મેટ્રો કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવશે. ત્યારે ફરીથી રિમાન્ડ આપવામાં આવે છે કે, જ્યુડિશિયલમાં મોકલવામાં આવશે તે આગળની કાર્યવાહી બાદ ખબર પડશે.