અમદાવાદ : શહેરમાં સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરે અચાનક વરસાદ હતો. માત્ર એક ઇંચ જેટલા વરસાદથી જ અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવત્સવ જોવા મળ્યો હતો. જેને કારણે ભારે ટ્રાફિક સર્જાયો હતો. વરસાદ વરસતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શું કામગીરી કેવા પ્રકારની છે તે સ્પષ્ટપણે જોવા મળી રહે છે.
દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ વરસાદ : બપોરના સમય પડેલા વરસાદ શહેરમાં પાણી પાણી જોવા મળ્યું હતું, પરંતુ સૌથી વધુ વરસાદ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં પોણા 2 ઇચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેમાં સરખેજ તેમજ મુક્તપુરામાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે જોધપુરમાં દોઢ ઇંચ વરસાદ બોપલમાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે અન્ય વિસ્તારની વાત કરવામાં આવે તો સેન્ટ્રલ ઝોનમાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને દૂધેશ્વર ખાતે એક ઇંચ એટલો વરસાદ વર્ષો છે.
શહેરમાં ક્યા કેટલો વરસાદ : ઉલ્લેખનીય છે કે, શહેરમાં વહેલી સવારથી જ પશ્ચિમ વિસ્તારમાં વરસાદ ધીમીધારે વરસાદ થયો હતો. જેમાં ટાગોર હોલ ખાતે એક ઇંચ વરસાદ, ઉસ્માનપુરા એક ઇંચ વરસાદ, ચાંદખેડા એક ઇંચ વરસાદ અને રાણીપ ખાતે પણ એક ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે પૂર્વ અને દક્ષિણમાં સૌથી ઓછો વરસાદ જોવા મળ્યો છે. જેમાં મેમ્કો, નરોડા, કોતરપુર, મણિનગર, વટવા ખાતે સરેરાશ એક ઇંચ કરતા પણ ઓછો વરસાદ વરસ્યો છે.
એક ઇંચ વરસાદથી રોડ પર પાણી ભરાયાં : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસાની ઋતુ પહેલા પ્રિ મોન્સુન કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે, ત્યારે અમદાવાદ શહેરમાં માત્ર એક ઇંચ વરસાદ પડતાં AMC પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલી પડી ગઈ હતી. જેમાં અમદાવાદનો સૌથી પોશ વિસ્તાર મેમનગર ચાર રસ્તા, વસ્ત્રાપુરથી અંધજન મંડળ રોડ, ઘોડાસરથી નારોલ સર્વિસ રોડ, હેલ્મેટ સર્કલથી ગુરુકુળ ચાર રસ્તા, પ્રહલાદ નગર ત્રણ રસ્તા, વેજલપુર બુટ ભવાની મંદિર સહિતના વિસ્તારના રોડ પર પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી.