ETV Bharat / state

Ahmedabad Crime: લાઈવ કોન્સર્ટમાં ભીડનો લાભ ઉઠાવી મોબાઈલ ચોરી કરતી મુંબઈની ટોળકી ઝડપાઈ, 6 જેલભેગા - arrested theft who stolen mobiles from Train

દેશભરમાં મોબાઈલ ફોનની ચોરી કરતી ટોળકીનો પર્દાફાશ થયો છે. રેલવે પોલીસે 35 ચોરીના મોબાઈલ સાથે મુંબઈના 6 આરોપીઓની ધરપકડ કરી હતી. આ આરોપીઓ પાસેથી પોલીસે લાખોની કિંમતના મોબાઇલ કબ્જે કરવામાં આવ્યા હતા.

Ahmedabad Crime: લાઈવ કોન્સર્ટમાં ભીડનો લાભ ઉઠાવી મોબાઈલ ચોરી કરતી મુંબઈની ટોળકી ઝડપાઈ, 6 જેલભેગા

author img

By

Published : Mar 18, 2023, 10:21 PM IST

આરોપીઓ દેશભરમાંથી ચોરી કરી મોબાઈલ મુંબઈમાં વેચતા હતા

અમદાવાદઃ શહેરમાં દિવસેને દિવસે ગુનાખોરી વધી રહી છે. તેવામાં દેશભરમાં લાઈવ ઈન કોન્સર્ટમાં ભીડનો લાભ લઈ મોબાઈલની ચોરી કરનારી ટોળકીનો પર્દાફાશ થયો છે. રેલવે પોલીસે હાલમાં જ મુંબઈના રહેવાસી એવા 6 આરોપીઓને જેલભેગા કર્યા છે.

આ પણ વાંચોઃ Rajkot Crime : રાજકોટમાં વાવડી ગામમાં કરોડોનું જમીન કૌભાંડ ઢાંકવા કરાઈ દસ્તાવજોની ચોરી?

8.52 લાખના મોબાઈલ કબજે કરાયાઃ આ આરોપીઓ દેશભરમા મોબાઈલ ચોરીને અંજામ આપતા હતા. કોઈ એવી જગ્યા જ્યાં ભીડ ભેગી થતી હોય ત્યાં આ ટોળકી પહોંચી જતી હતી. ને ભીડનો લાભ લઈ મોબાઈલ ચોરીને અંજામ આપતી હતી. આ મામલે ઝડપાયેલા આરોપીના નામ તારીક પટેલ, સુનિલ કનોજિયા, પપ્પુ વૈશ્ય, જાવેદ શેખ, મોહમદ ખતીફ શેખ અને સાહિલ સૈયદ છે. આ તમામ આરોપી પાસેથી પોલીસે 8.52 લાખની કિંમતના 35 મોબાઈલ કબજે કર્યા છે.

પોલીસે 8.52 લાખના મોબાઈલ કબજે કર્યા
પોલીસે 8.52 લાખના મોબાઈલ કબજે કર્યા

સરખેજના પાર્ટી પ્લોટમાં કરી ચોરીઃ અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા એક પાર્ટી પ્લોટમાં લાઈવ ઈન કોન્સર્ટ ચાલી રહી હતી. ત્યાં આરોપીઓની ટોળકીએ ત્રાટકીને 20 જેટલા ફોન ચોરી કર્યા હોવાનું સામે આવ્યું હતું, જેમાંથી કેટલાક મોબાઈલ ફોન પોલીસે કબજે કર્યા હતા.

આરોપીઓ દેશભરમાંથી ચોરી કરી મોબાઈલ મુંબઈમાં વેચતા હતાઃ ઝડપાયેલા આરોપીઓ ટ્રેનમાં મુંબઈથી અમદાવાદનો પ્રવાસ કરતા અને ચાલુ ટ્રેનમાં તથા કોઈ પણ જગ્યાએ ભીડ ભેગી થઈ હોય, ત્યાં ધક્કા મૂકી કરી મોબાઇલની ચોરી કરતા હતા. રેલવે પોલીસે ઝડપેલા આરોપીની પૂછપરછ કરતા હકીકત સામે આવી કે, આરોપીઓ મુંબઈથી માત્ર ચોરી કરવા માટે જ દેશભરની ટ્રેનમાં પ્રવાસ કરતા હતા અને ચોરીનો મુદ્દામાલ પરત મુંબઈ જઈ વેચી દેતા હતા.

પોલીસે શરૂ કરી પૂછપરછઃ મોબાઈલ ચોરીના ગુનામાં ઝડપાયેલા મુંબઈના 6 આરોપીઓની પૂછપરછ પોલીસે શરૂ કરી છે. આરોપીઓ ગુનાની કબૂલાત કરી રહ્યા છે, પરંતુ પોલીસને આશંકા છે કે, આરોપીની પૂછપરછમાં અમદાવાદ ગુજરાત સહિત અન્ય રાજ્યના પણ ગુનાઓ સામે આવશે, જેથી સરખેજ પોલીસે આ મામલે પકડાયેલા આરોપીઓના 1 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ અને પૂછપરછ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ Surat News : ધમધમતી ચોરીના મોબાઈલ વેચાણ માટે પ્રખ્યાત માર્કેટમાં 70 પોલીસનું મેગા સર્ચ ઓપરેશન

આરોપીઓની ધરપકડઃ આ અંગે સરખેજ પોલીસ સ્ટેશનના PI વી.જે ચાવડાએ જણાવ્યું હતું કે રેલવે પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જોકે આરોપીઓ દ્વારા સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ ગુનો આચારવામાં આવ્યો હોય તેઓની પોલીસે ધરપકડ કરી આ મામલે આરોપીઓને વધુ પૂછપરછ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.