ETV Bharat / state

Video Viral : અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડ સાથે પોલીસકર્મીની દારૂની મહેફિલ, નશામાં ઠુમકા લગાવતો વીડિયો વાયરલ - ગુજરાત યુનિવર્સિટીના ક્વાર્ટર

અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડ સાથે પોલીસકર્મી દારૂની મહેફિલ માણતા અને ઠુમકા લગાવતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં આ કર્મી વોચર્સ તરીકે ફરજ બજાવે છે. ત્યારે હાલ આ પ્રકારે વિડીયો વાયરલ થતાં ખાખી વર્દી સામે સવાલો ઉભા થયા છે.

Video Viral : નશા શરાબ મે હોતા તો નાચતી બોટલ, પોલીસકર્મી નશામાં ઠુમકા લગાતો હોવાનો વિડીયો વાયરલ

author img

By

Published : Jun 10, 2023, 4:25 PM IST

ગુજરાત યુનિવર્સિટીના ક્વાર્ટરમાં પોલીસકર્મી અને સિક્યુરિટી ગાર્ડની દારૂ-ડાન્સની મહેફિલ

અમદાવાદ : શહેરમાં ફરી એકવાર પોલીસ વિવાદમાં આવી છે, ગાંધીના ગુજરાતમાં જ્યાં દારૂબંધી છે, તેવામાં હાથમાં ગ્લાસ અને ટેબલ પર દારૂ સાથે એક પોલીસકર્મી પોતાના મિત્ર સાથે દારૂના નશામાં નાચતા હોય તે પ્રકારનો વિડીયો વાયરલ થયો છે. ગુજરાત યુનિવર્સિટીમાં કામ કરતા સિક્યુરિટી ગાર્ડ અને પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી દ્વારા સરકારી ક્વાર્ટરમાં દારૂ પીને ડાન્સ કરવામાં આવતો હોવાની બાબત સામે આવતા ખાખી પર ફરી એકવાર દાગ લગાડવામાં આવ્યો છે.

શું છે સમગ્ર મામલો : ગુજરાત યુનિવર્સિટીમાં જે કર્મચારીઓ કાયમી ફરજ બજાવતા હોય તેઓને રહેવા માટે મકાન ફાળવવામાં આવ્યા છે, તેવામાં વર્ષોથી સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા પિતળદિન નામના સિક્યુરિટી ગાર્ડની નિવૃત્તિ થવાની હોય તેના આયોજન રૂપે દારૂની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હોવાની ચર્ચા સામે આવી છે. સિક્યુરિટી ગાર્ડ 14 મી જૂનના રોજ રિટાયર્ડ થવાના હોય ત્યારે રિટાયરમેન્ટની ખુશીમાં દારૂની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે પાર્ટીમાં ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં સ્પેશિયલ બ્રાન્ચમાં વોચર્સ તરીકે ફરજ બજાવતા ઈશ્વર મગનભાઈ નામના ASI પણ દારૂની મહેફિલ માણતા અને ગીતો પર ઠુમકા લગાવતા વાયરલ વીડિયોમાં નજરે પડ્યા હતા.

ખાખી વર્દી સામે સવાલો : આ વિડીયોમાં દેખાતા પોલીસકર્મી ઈશ્વર મગનભાઈ અગાઉ પણ વિવાદોમાં સપડાઈ ચૂક્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. જેમાં તે પોતે ઉચ્ચ એજન્સીમાં હોવાનું જણાવી પોતાનો રફ જમાવતો હોવાની બાબત ખુલી છે. મહત્વનું છે કે એક તરફ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, તેવામાં પોલીસ કર્મી જ દારૂના નશામાં આ પ્રકારે ડાન્સ કરતા નજરે પડ્યો છે અને જે વિડીયો હાલ વાયરલ થતાં ફરીવાર પોલીસની ખાખી વર્દી સામે સવાલો ઉભા થયા છે.

આ અંગે ETV ભારતે ઉચ્ચ પોલીસ અધિકારી સાથે વાત કરતા તેઓએ નામ ન લખવાની શરતે જણાવ્યું હતું કે, દરેક પોલીસ સ્ટેશનમાં કમિશનર કચેરી દ્વારા સ્પેશિયલ બ્રાન્ચમાં એક પોલીસકર્મી મુકવામાં આવે છે. હાલ જે પોલીસકર્મીનો વિડીયો વાયરલ થયો છે તે અંગે કમિશનર કચેરી દ્વારા તપાસ અને કાર્યવાહીના આદેશ આપવામાં આવશે.

કાર્યવાહી થશે કે કેમ : મહત્વનું છે કે ગુજરાત યુનિવર્સિટીના કાયમી કર્મચારી અને ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકના પોલીસ કર્મચારી બંને દારૂ પાર્ટી યોજી રહ્યા હોય તે પ્રકારનો વિડીયો સામે આવ્યો છે. તેવામાં આ બાબતને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તેમજ એવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે, તે તો આવનારો સમય જ બતાવશે, પરંતુ હાલ તો વાયરલ વિડીયો થતા જ પોલીસ બેડામાં પણ ચર્ચાનો વિષય જોવા મળ્યો છે. આ વિડીયોની પુષ્ટિ ETV Bharat નથી કરતું.

  1. Ahmedabad Crime : નરોડામાં આધેડને દારૂ પીવડાવી હત્યા કરી નાખી, પોલીસે બિહારમાં વેશપલટો કરીને પાર પાડ્યું ઓપરેશન
  2. Porbandar Crime News : ગાંધીના જન્મસ્થળ પરથી પકડેલા દેશી વિદેશી દારુ પર પોલીસે ફેરવી નાખ્યું બુલડોઝર
  3. Ahmedabad Crime : AMCના પાર્કિંગ બન્યું દારૂનું ગોડાઉન, મહિને માત્ર 2 હજારમાં જગ્યા રાખતા ભાડે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.