અમદાવાદ : એક તરફ અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા વ્યાજખોરો સામે પગલાં ભરવા માટે (Ahmedabad police usurers Harassment) આદેશ આપવામાં આવ્યા છે, ત્યારે કાગડાપીઠ વિસ્તારમાં વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે. એક મહિલાને ઊંચા વ્યાજે આપેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવા વ્યાજખોરોએ મહિલાના ઘરમાં ઘુસી યુવકને માર માર્યો હતો. જોકે સમગ્ર મામલે મહિલાની ફરિયાદને આધારે પોલીસે ત્રણ વ્યાજખોરોની ધરપકડ કરી છે. (Ahmedabad Crime News)
વ્યાજખોરોનાં ત્રાસની ફરીયાદ લેવા માટે દરબાર ઉલ્લેખનીય છે કે, વ્યાજખોરોનાં ત્રાસનો ભોગ લોકો બનતા અનેક લોકો બદનામી અને ડરના કારણે ફરિયાદ કરતા નથી. જેને લઇને હવે અમદાવાદ પોલીસ દ્વારા વ્યાજખોરોનો ભોગ બનેલા લોકોની ફરિયાદ લેવા લોક દરબારનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જોકે શહેરના કાગડાપીઠ વિસ્તારમાં એક મહિલા જ વ્યાજખોરોના આતંકનો શિકાર બની હોવાની ઘટના સામે આવી છે. કાગડાપીઠ વિસ્તારમાં કંટોલિયા વાસમાં રહેતા બહેને પોતાના દીકરાની બીમારીની સારવાર માટે તેની જ ચાલીમાં રહેતા ગિરીશ ચુનારા પાસેથી બે લાખ રૂપિયા દસ ટકાના વ્યાજે ઉછીના લીધા હતા. (usurers Harassment in Kagdapith)
આ પણ વાંચો વ્યાજખોરો ચેતજો, કોઈએ વધુ વ્યાજ આપવાની જરૂર નથી: કાંતિ અમૃતિયા
મહિલાને માર માર્યો મળતી માહિતી મુજબ બહેને થોડા વર્ષ વ્યાજ આપ્યું બાદમાં તેની આર્થિક સ્થિતિ વધુ ખરાબ થતાં તેણે છેલ્લા સાત આઠ મહિનાથી વ્યાજ આપવાનું બંધ કરી દીધું હતું. જેનું ઉઘરાણી માટે ગિરીશ અને તેની સાથે અન્ય બે લોકો રાતના સમયે મહિલાના ઘરે પહોંચી વ્યાજની ઉઘરાણી કરી મહિલા અને તેના પરિવાર સાથે મારામારી કરી હતી. મહિલાના ઘરે પહોંચી વ્યાજખોર ગિરીશ ચુનારા સાથે હિતેશ ચુનારા અને વિપુલ ચુનારાએ મહિલાને માર માર્યો હતો અને પરિવારને પણ મારી નાખવાની ધમકી આપી હતી. જોકે સમગ્ર મામલે મહિલાએ કાગડાપીઠ પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે તાત્કાલિક ગુનો નોંધી ત્રણેય વ્યાજખોરની ધરપકડ કરી છે. (Ahmedabad usurers News)
આ પણ વાંચો વ્યાજખોરોના ત્રાસથી એક ઈસમ ગુમ થતાં પરિવારે જિલ્લા પોલીસ વડાને ફરિયાદ કરી
ત્રણેય આરોપીઓની ધરપકડ જે રીતે અમદાવાદ સહિત રાજ્યભરમાં વ્યાજખોરોના ત્રાસના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે આવા વ્યાજખોરોને ડામી દેવા પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી છે. આવા સમયે શહેરમાં પણ વ્યાજખોરોના કિસ્સાઓ આવતા પોલીસ પણ સતર્ક બની તાત્કાલિક વ્યાજખોરોને પકડી કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના PI એચ.સી ઝાલાએ જણાવ્યું હતું કે, મહિલા દ્વારા નોંધાવેલી ફરિયાદ મામલે મની લોન્ડરિંગની એક્ટ હેઠળ કાર્યવાહી કરીને ગુનામાં સામેલ ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને પૂછપરછ હાથ ધરાઈ છે. (Ahmedabad Kagdapith police)