ETV Bharat / state

વરસાદમાં પોલીસે કરી સરાહનીય બચાવ કામગીરી, સ્થાનિકોએ પોલીસનો માન્યો આભાર - બચાવ કામગીરી

અમદાવાદઃ શહેરમાં મંગળવારે ધોધમાાર વરસાદના કારણે ફૈઝલ પાર્કની ચાલીમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકી સામનો કરવો પડ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી નહોતી. જેથી રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આખરે સ્થાનિક પોલીસ તંત્રએ મદદે પહોંચી રહીશોને સુરક્ષિત સ્થળે ખસેડ્યાં હતા, રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ETV BHARAT
author img

By

Published : Sep 11, 2019, 11:18 PM IST

શહેરના દાણીલીમડા વિસ્તારના ફૈઝલ પાર્ક સહિતના વિસ્તારો ભારે વરસાદના કારણે તળાવમાં ફેરવાઈ ગયા હતા. લોકો આશરો શોધવા માટે ભટકી રહ્યાં હતા, ત્યારે પાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળ્યું હતું. કારણ કે, તંત્ર દ્વારા બચાવની કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નહોતી. જેના કારણે રહીશોને અનેક મુશ્કેલીઓનો વેઠી રહ્યાં હતાં.

ETV BHARAT

ઘટનાની જાણ દાણીલીમડા પોલીસ તંત્રને થતાં તેઓ તાત્કાલિક રહીશોની મદદે પહોંચ્યાં હતાં, અને પાણીમાં ફસાયેલાં લોકોને બહાર કાઢી તેમને સલામત સ્થળે ખસેડ્યાં હતાં. આમ, પોલીસ દ્વારા કરવામાં આવેલી ઉમદા કામગીરી બદલ રહીશોએ પોલીસ તંત્રનો આભાર માન્યો હતો. આ કામગીરી બાદ ઈટીવી ભારતની ટીમે પોલીસનો સંપર્ક કર્યો ત્યારે તેમણે આ કાર્યને પોતાની ફરજ બતાવી ઘટના અંગે કંઈ કહેવાની મનાઈ કરી હતી.

Intro:નોંધ- આ વિડિયો પેેકેજ સ્ટોરીના વિઝ્યુલ અને વીઓ એફટીપી કર્યા છે... અને બે બાઈટ મોજો મોબાઈલથી મોકલી છે.
બીજુ આ વિડિયો પેકેજ સ્ટોરીમાં ટેક્સ્ટ સ્ટોરી પણ મુકવી
--------------------------------------------------------------------------------------------------------------------
અમદાવાદ- આજના કળીયુગના જમાનામાં પણ માનવતા મરી પરવારી નથી. અમદાવાદમાં ગઈકાલે અતિભારે વરસાદ તૂટી પડ્યો હતો, ત્યારે દાણીલીમડા વિસ્તારના ફૈઝલ પાર્કની ચાલીમાં ખુબ પાણી ભરાયા હતા, અને પાણીનું સ્તર પણ વધ્યું હતું, ત્યારે તંત્ર દ્વારા કોઈ મદદ ન મળી, પણ સ્થાનિક પોલીસ મદદે આવીને તમામને સહીસલામત સ્થળે ખસેડ્યા હતા.
Body:વીઓ-1
આપ જોઈ રહ્યા છો તે છે અમદાવાદનો દાણીલીમડા વિસ્તારમાં આવેલા ફૈઝલ પાર્ક…. તેની આસપાસના વિસ્તારોમાં ગઈકાલે પડેલા અતિભારે વરસાદને કારણે સમગ્ર ચાલીઓ તળાવમાં ફેરવાઈ ગઈ હતી. અને ફૈઝલ પાર્કના ઘરોમાં પાણી ફરી વળ્યા હતા. ભારે વરસાદ શરૂ થતાં ઘરોમાં વધુ પાણી ભરાશે તેવા ભયે ઘર ખાલી કરવાની નોબત પણ આવી હતી. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે કોઈપણ સ્થાનિક તંત્ર કે નેતાઓ બચાવ માટે આવ્યા ન હતા, તેવામાં ફૈઝલ પાર્કની સોસાયટીઓમાં ગળાડૂબ પાણી હોવાના સમાચાર મળતાં જ દાણીલીમડા પોલીસ સ્ટેશનના જવાનો ચાલીમાં દોડી આવ્યા હતા. અને ભરાયેલા પાણીમાં જઈને મુશ્કેલીમાં મુકાયેલા લોકોને બચાવીને બહાર કાઢ્યા હતા, અને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરી હતી. પોલીસના જવાનો દ્વારા નાના બાળકોને તેમજ સ્ત્રીઓને એકબીજાના સહારે માનવસાંકળ કરીને પોલીસે પાણીમાંથી બહાર કાઢ્યા હતા.
બાઈટ-1
કેસરબાનુ, સ્થાનિક, ફૈઝલ પાર્ક, દાણીલીમડા, અમદાવાદ
બાઈટ-2
સૈયદ મુસ્તાકઅલી, સ્થાનિક, ફૈઝલ પાર્ક, દાણીલીમડા, અમદાવાદ
Conclusion:વીઓ-2
આમ પોલીસ દ્વારા કરવામાં આવેલ ઉમદા કામગીરીને સ્થાનિક રહીશો દ્વારા ખુબ જ સરાહનીય કાર્ય કર્યું છે, તે રીતે બિરદાવવામાં આવ્યા હતા, તેમજ પોલીસ તંત્રને સ્થાનિક રહીશો દ્વારા સલામ કરવામાં આવી હતી અને આ ઉમદા કામગીરી પછી ઈટીવી ભારતની ટીમે પોલીસનો સંપર્ક કર્યો તો તેમણે મીડિયા સામે કાંઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો અને કહ્યું કે આ તો અમારી સેવા કરવાની ફરજ હતી.
કેડી ભટ્ટનો રીપોર્ટ
ઈ ટીવી ભારત, અમદાવાદ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.