- કોરોનાના કેસો સતત વધી રહ્યા છે ત્યારે માસ્ક જ વેકસિન છે
- અમદાવાદ પોલીસ દ્વારા લોકો માટે અભિયાન ચાલુ કરવામાં આવ્યું
- અમદાવાદ પોલીસ દ્વારા લોકોને માસ્ક વિતરણ કરવામા આવે છે
અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે ત્યારે માસ્ક જ વેકસિન છે. ત્યારે લોકો માસ્ક પહેરીને ફરે અને કોરોના ગાઈડલાઈનનું પાલન કરે તે માટે અમદાવાદ પોલીસ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા લોકોને માસ્કનું વિતરણ કરવામાં આવે છે.
આ પણ વાંચો : માંડલના વિઠલાપુર ખાતેની ગરબી પર જઈ પોલીસે લોકોને માસ્કનું વિતરણ કર્યું
પોલીસ દ્વારા દંડ નહિ માસ્ક આપીને માસ્ક પહેરવા અપીલ કરવામાં આવે
અમદાવાદમાં કેટલીક જગ્યાએ ગરીબ અને રોડ પર જતાં લોકોને જેને માસ્ક ન પહેર્યું હોય. તે લોકોને પોલીસ દ્વારા દંડ નહિ માસ્ક આપીને માસ્ક પહેરવા અપીલ કરવામાં આવે છે. જેનાથી લોકોમાં માસ્ક પહેરવા અને કોરોના ગાઈડલાઈનનું પાલન અંગે જાગૃતતા આવે તે હેતુથી અભિયાન ચલાવવામાં આવે છે. આ મામલે પોલીસ દ્વારા લોકોને સમજાવવાનો પ્રયાસ પણ કરવામાં આવે છે.
આ પણ વાંચો : બનાસકાંઠામાં ડીસા પોલીસના PIની અનોખી પહેલ, નિ:શૂલ્ક માસ્ક વિતરણ કરાયું