અમદાવાદ : શહેરના મેમનગર વિસ્તારમાં એકલા રહેતા માતા પુત્રી ધાબા પર પતંગ (Mother daughter death in Memnagar) ચગાવવા ગયા હતા, ત્યાંથી નીચે પટકાતા મૃત્યુ નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે. જોકે મૃતક મહિલાના પરિવારજનોનો આક્ષેપ છે કે માતા પુત્રી પતંગ ઉડાડતી સમયે નીચે પટકાયા નથી પણ પતિના ત્રાસને કારણે આત્મહત્યા કરી છે. સમગ્ર મામલે પોલીસ મહિલાના પતિ અને ભાઈઓના નિવેદનને આધારે તપાસ શરૂ કરી છે. (Mother daughter suicide in Memnagar)
આ પણ વાંચો ગણપત યુનિવર્સીટીના પટાવાળાનો આપઘાત મામલો, વ્યાજખોરો સામે નોંધાઇ ફરિયાદ
શું હતો સમગ્ર મામલો અમદાવાદના મેમનગર વિસ્તારમાં નયના ફ્લેટમાં નિર્મળાબેન ઠાકોર તેની 12 વર્ષની પુત્રી સાથે રહે છે. બુધવારની સાંજે માતા પુત્રી ધાબા પર પતંગ ઉડાડવા ગયા હતા અને ત્યાંથી નીચે પટકાયા હતા. જોકે મૃતક નિર્મળાબેનના પરિવારજનો જણાવી રહ્યા છે કે નિર્મળાબેન આત્મહત્યા કરી છે. નિર્મળાબેન તેના પતિથી છેલ્લા છ મહિનાથી અલગ રહે છે અને ઘર કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. પતિ સાથે ઝગડાઓ થતા હતા. જેથી સાસરિયાઓ અન્ય જગ્યાએ રહે છે. થોડા દિવસો બાદ બંને છૂટાછેડા પણ લેવાનું નક્કી કર્યું હતું. નિર્મળાબેન જે ફ્લેટમાં રહે છે તે નિર્મળાબેનના નામે જ છે. જેથી ફ્લેટ માટે તેનો પતિ તેને હેરાન કરતો હોવાનો પણ આક્ષેપ મૃતક મહિલાના ભાઈએ લગાવ્યો છે. જોકે બુધવારે સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માતે મૃત્યુ કારણ નોંધી વધુ તપાસ શરૂ કરી છે. (Mother daughter death flying kites in Memnagar)
આ પણ વાંચો ગોધરા કોર્ટ સંકુલમાં આરોપીએ ઝેરી દવા ગટગટાવીને કર્યો આત્મહત્યાનો પ્રયાસ
પોલીસ પુછપરછમાં શું આવ્યું બહાર પોલીસ દ્વારા મૃતક મહિલાના પતિની પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે, નિર્મળાબેન માનસિક સ્થિતિ સારી ન હતી અને તેની સારવાર ચાલી રહી હતી. જોકે પોલીસ પણ હાલતો નિર્મળાબેન અને તેની પુત્રીના મૃત્યુને લઇને પતિ અને ભાઈઓના નિવેદનને આધારે વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનાને લઇને મૃતક મહિલાના ભાઈઓ દ્વારા પોલીસને યોગ્ય તપાસની માંગ કરી છે. આ ઉપરાંત મહિલા જે ફ્લેટમાં રહેતી હતી. તેના દસ્તાવેજ મહિલાના પતિ પાસે હોવાથી તેનો પતિ બરોબર ફ્લેટ વહેચી નાખશે તેવી શંકા વ્યક્ત કરી છે. હાલતો પોલીસ નિવેદનોના આધારે તપાસ કરી રહી છે પણ પોલીસ તપાસમાં હકીકત શું સામે આવે છે તે જોવું રહ્યું. (Ahmedabad Crime News)