અમદાવાદઃ અમદાવાદ શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે. બીજી તરફ 21 દિવસ લોકડાઉનને લઈને શહેરમાં રોજગારી મેળવતા મજૂરો પોતાના વતન તરફ જઈ રહ્યાં છે. ત્યારે આ મજૂરોને અંજલી ચાર રસ્તા ખાતે પોલીસ દ્વારા માસ્કનું વિતરણ, તેમ જ બિસ્કિટના પેકેટ આપવામાં આવ્યાં હતાં.
પોલીસનું કહેવું છે કે, આ મહામારી ખૂબ જ ખતરનાક છે. તેથી શહેરીજનો ઘરમાં જ રહે. જો તેઓ કાયદાનું ઉલ્લંઘન કરશે પોલીસ તેમનું વાહન પણ જપ્ત કરી શકે છે અને સખત કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, પોલીસ તેમની સેવામાં અહર્નિશ સાથે છે. તેથી કોઈ પણ મદદની જરૂર હોય તો નાગરિક સરકાર અને પોલીસનો સંપર્ક કરી શકે છે.