અમદાવાદઃ અમદાવાદ શહેરના જમાલપુર, બહેરામપુરા સહિતના વિસ્તારોમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસના સામે આવ્યાં બાદ કોર્પોરેશનએ 1લી મેના રોજ અન્ય વોર્ડને રેડ ઝોનમાં જાહેર કર્યા બાદ પણ પાછલા બે દિવસ એટલે કે 02 અને 03 મે ના રોજ અમદાવાદમાં રેડ ઝોન સિવાયના વિસ્તારોમાં કુલ 190 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ બે દિવસમાં અમદાવાદમાં કુલ 523 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જે પૈકી 190 એટલે કે 36 ટકા કેસ રેડ ઝોન બહારના વિસ્તારોમાં નોંધાયાં છે.
રેડ ઝોન સિવાય પાછલા બે દિવસમાં શહેરના અન્ય વિસ્તારોમાં નોંધાયેલા કુલ 190 કેસ પૈકી સૌથી વધું કેસ નરોડા, સોલા, જોધપુર, ચાંદખેડા, બાપુનગર સહિતના વિસ્તારોમાં નોંધાયા છે. 02 મે અને 03 મે ના રોજ અમદાવાદમાં નોંધાયેલા કુલ 249 અને 274 પૈકી 101 અને 89 કોરોના પોઝિટિવ કેસ રેડ ઝોન વોર્ડ બહારના વિસ્તારોમાં નોંધાય હતા. જમાલપુર અને કોટ વિસ્તારમાં કેસ નોંધાવવાના ચાલુ છે ત્યારે અન્ય વિસ્તારોમાં પણ કેસ વધવાનું શરૂ થતાં કોરોનાનો વ્યાપ વધ્યો હોય તેમ માલુમ થાય છે.
નોંધનીય છે કે સૌથી પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ કોટ વિસ્તારના જમાલપુર, કાલુપુર સહિતના 6 વિસ્તારોને રેડ ઝોન કર્યા હતા જોકે કેસ વધુ વધતા 1લી મેના રોજ અન્ય ત્રણ વોર્ડ સરસપુર, ગોમતીપુર અને અસારવાને રેડ ઝોન કર્યા બાદ મણિનગર વોર્ડને પણ રેડ ઝોન જાહેર કર્યો હતો. રસપ્રદ છે કે 48માંથી 10 વોર્ડને રેડ ઝોન જાહેર કર્યા બાદ બાકીના 38 વોર્ડમાં પાછલા બે દિવસમાં 190 કેસ નોંધાયા છે. મે મહિનાની શરૂઆતથી અમદાવાદમાં દરરોજ 200થી કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે.Conclusion:શહેરમાં આટલી મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ દરરોજ સામે આવતા 6 જેટલી ખાનગી જગ્યા પર મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરાવવાની સરકારે મંજૂરી આપી છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા 3જી મે સુધી જારી કરેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં 5428 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જે પૈકી 3817 કેસ અમદાવાદમાં નોંધાયાં છે.
અમદાવાદ : 10 'રેડ ઝોન' વોર્ડ સિવાયના વિસ્તારોમાં 190 કેસ કોરોના પોઝિટિવ નોંધાયાં - કોરોના
અમદાવાદના કેટલાંક વિસ્તારોમાં મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ કેસ સામે આવતા કોર્પોરેશન દ્વારા 10 જેટલા વોર્ડને રેડ ઝોન જાહેર કરાયા હતા જોકે પાછલા બે દિવસમાં રેડ ઝોન સિવાયના વિસ્તારોમાં કુલ 190 કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે.