ETV Bharat / state

Ahmedabad News : ઓપન હાર્ટ સર્જરી વગર વાલ્વનું સફળ થયું ઓપરેશન

અમદાવાદની એક મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ દ્વારા ઓપન હાર્ટ સર્જરી વગર વાલ્વનું ઓપરેશન સફળ રહ્યું છે. સિવિઇર માઈટ્રલ રીગજટીશનના દર્દીમાં માઈટ્રલ વાલ્વની મધ્યમાં કલીપ લગાડી માઈટ્રલ વાલ્વની રીપેર કરવામાં આવ્યું છે.

Ahmedabad News : મધ્યમાં કલીપ લગાડી ઓપન હાર્ટ સર્જરી વગર વાલ્વનું સફળ ઓપરેશન

author img

By

Published : Mar 24, 2023, 11:15 AM IST

Updated : Mar 24, 2023, 6:26 PM IST

મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં ઓપન હાર્ટ સર્જરી વગર વાલ્વનું સફળ ઓપરેશન

અમદાવાદ : અમદાવાદની રખિયાલ ખાતે આવેલ એક મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ વખત મેટ્રો ક્લિપ પ્રોસિજર સ્વતંત્ર રીતે સફળતાપૂર્વક સર્જરી કરવામાં આવી હતી. જેમાં છાતીમાં ચીરો મૂક્યા વગર પગની નસમાંથી કેથેટર દ્વારા સિવિઇર માઈટ્રલ રીગજટીશનના દર્દીમાં માઈટ્રલ વાલ્વની મધ્યમાં કલીપ લગાડી માઈટ્રલ વાલ્વની રીપેર કરવામાં આવ્યું હતું.

હૃદયના સ્નાયું રિકવર થવામાં નિષ્ફળ : ડો.માણેક ચોપરાએ જણાવ્યું હતું કે, મનસુખ ગોંડલીયાને 2016ની અંદર હાર્ટ એટેક આવ્યો હતો. તે માટે કોરોનરી એન્જીયોલસ્ટિક સાથે સ્ટન્ટ કરવામાં આવી હતી. પરંતુ હૃદયના સ્નાયુઓ રિકવર થવામાં નિષ્ફળ ગયા હતા અને તેમનો હાથ પંપી ઘણું ઓછું થઈ ગયું હતું. થોડાક દિવસો સુધી દવાઓથી તેમને સારું પણ રહ્યું હતું. પરંતુ કોઈ પણ પ્રકારનો સુધારો જોવા મળતો ન હતો અને દિવસ જતા તેમનું હૃદય ધીમે ધીમે પહોળું થવા લાગ્યું હતું. જેથી માઈટ્રલ વાલ્વ લીકેજ એટલે કે માઈટ્રલ રિગજરટીશન થયું હતું. જેના કારણે સામાન્ય કરતાં પણ વધારે શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. જેમાં હાર્ટ લેક્ચરના લક્ષણો દેખાવા લાગ્યા હતા. જેને કારણે ઓપન હાર્ટ સર્જરીમાં ખૂબ જ જોખમ હતું.

આ પણ વાંચો : Surat News : યુવા અવસ્થામાં હાર્ટ અટેકથી બચવા માટે માત્ર આટલું કરો

છાતી ખોલ્યા વિના સારવાર : વધુમાં જણાવ્યું હતું કે, આવા સમયે ઓપન હાર્ટ સર્જરી વગર એટલે કે છાતી ખુલ્યા વગર કે કાર્ડિયોપલ્મોનરી બાયપાસ વગર રક્તવાહિનીઓમાંથી કેથેટર દ્વારા હૃદય વાલમાં રોગોની સારવાર કરવા કરે છે. તેમાંથી તેમને માઈટ્રાકલીપ કરવાની સલાહ આપવાના આવી હતી. જે આવી પરિસ્થિતિની અંદર સૌથી વધુ સુરક્ષિત પ્રોસિજર ગણાય છે. કારણ કે, આ ઓપન હાર્ટ સર્જરીના એટલે કે છાતી ખુલ્યા વિના સર્જરી કરવામાં આવે છે.

આ પણ વાંચો : Heart Specialist: હવે સમય આવી ગયો છે લોકોએ CPR આપતા શીખી લેવું જોઈએ, હાર્ટ સ્પેશિયાલિસ્ટની સલાહ

1થી 2 કલાક ચાલી સર્જરી : વધુમાં જણાવ્યું હતું કે, જમણા પગની નસમાંથી કેથેટર દ્વારા માઈટ્રલ વાલ્વની મધ્યમાં માઈટ્રલકલીપ નામની કલીપ લગાડી દેવામાં આવી હતી. આ પ્રોસેસર અંદાજિત એકથી બે કલાકમાં સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. આ પ્રોસિજર્સને દર્દીને ચાર દિવસ સુધી ડોક્ટરની નજર હેઠળ સારવાર કરવામાં આવી અને ચાર દિવસ બાદ તેમને રજા આપવામાં આવી હતી. તેઓ હાલમાં આરામથી અને કોઈપણ પ્રકારની તકલીફ વિના શ્વાસ લઈ રહ્યા છે.

Last Updated : Mar 24, 2023, 6:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.