અમદાવાદ: અમદાવાદ એ ગુજરાતનું હોટસ્પોટ છે. જ્યાં હવે 2760 કેસ જ એક્ટિવ છે. અમદાવાદમાં 13,063 કેસો કોરાનાના નોંધાયા છે.તેમજ હોટસ્પોટ બનેલા મધ્યઝોનમાં હવે માત્ર 329 કેસ રહ્યાં છે.અમદાવાદમાં જે ઝડપે રિકવરી રેટ વધી રહ્યો છે એ જોતાં જૂનના અંત સુધીમાં અમદાવાદ કોરોના મુકત બનશે તેવી આશા દેખાઇ રહી છે.
ગુરૂવારે 205 જેટલાં લોકોએ કોરોના વાઇરસને માત આપી પોતાના ઘરે પરત ફર્યા છે. તેમજ લોકડાઉન ખૂલતાની સાથેજ કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.પણ દર્દીઓ સાજા થવાનો રેટ અનેકઘણો વધી ગયો છે. તાવ, ઉધરસ, શરદી અને શ્વાસ લેવામાં તકલીફ થવા જેવા લક્ષણો ધરાવતા લોકોને જ હોસ્પિટલમાં રાખવામાં આવી રહ્યાં છે.
મોટાભાગના દર્દીઓને હવે ઘરે હોમ આઇસોલેશનમાં મોકલી દેવામાં આવી રહ્યાં છે. બુધવારે ડિસ્ચાર્જ થયેલા 1013 દર્દીઓમાંથી 818 દર્દીઓ તો હોમ આઇસોલેશનમાં જ છે. હવે જો પોઝિટિવ દર્દીને બે દિવસ તાવ નથી આવતો તેને દવા આપી ઘરે મોકલી દેવામાં આવે છે અને હોમ આઇસોલેશનમાં રહેવાની જ સલાહ આપવામાં આવી રહી છે.
કોરોનાના અમદાવાદમાં એક્ટિવ કેસ
મધ્ય ઝોન- 329
ઉત્તર ઝોન - 815
દક્ષિણ પ. ઝોન- 256
પ.ઝોન -427
પૂર્વ ઝોન- 418
ઉ.પ. ઝોન -109
દક્ષિણ ઝોન- 406