ETV Bharat / state

Ahmedabad News : અમદાવાદ એરપોર્ટે વધાર્યું માન, ક્વોલિટી સર્કલ ફોરમ ઓફ ઈન્ડિયા નેશનલ કોન્ક્લેવમાં એવોર્ડ મેળવ્યો - SVPIA

સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન બદલ ક્વોલિટી સર્કલ ફોરમ ઓફ ઈન્ડિયા (QCFI) નેશનલ કોન્ક્લેવમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. નવમી નેશનલ કોન્ક્લેવમાં SVPI ત્રણ-ત્રણ એવોર્ડ જીતી મેદાન માર્યુ છે.

Ahmedabad News : અમદાવાદ એરપોર્ટે વધાર્યું માન, ક્વોલિટી સર્કલ ફોરમ ઓફ ઈન્ડિયા નેશનલ કોન્ક્લેવમાં એવોર્ડ મેળવ્યો

author img

By

Published : Jun 28, 2023, 10:40 PM IST

અમદાવાદ : અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે ફરી એકવાર ઉત્કૃષ્ટ કાર્યક્ષમતા પુરવાર કરવામાં મેદાન માર્યું છે. SVPIA - સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટને ક્વોલિટી સર્કલ ફોરમ ઓફ ઈન્ડિયા (QCFI) ની નવમી નેશનલ કોન્ક્લેવમાં ત્રણ એવોર્ડ જીતીને શ્રેષ્ઠ કાર્યક્ષમ એરપોર્ટનો ખિતાબ હાંસલ કર્યો છે. SVPI એરપોર્ટને '5S' અંતર્ગત પાર એક્સેલન્સ કેટેગરીમાં એવોર્ડ એનાયત થયો છે. આ સાથે જ અમદાવાદ એરપોર્ટને એવોર્ડને લઇને એરપોર્ટ સાચવતી ખાનગી કંપનીએ શ્રેષ્ઠતા પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા સાબિત કરી છે.

ગ્રાહક સેવા માટે તત્પર : આ એવોર્ડ મેળવવાને લઇને કંપની સૂત્રોએ જણાવ્યું હતું કે QCFI તરફથી એનાયત પુરસ્કારો ઉત્કૃષ્ટતા માટે એરપોર્ટની પહેલો અને પ્રતિબદ્ધતા પુરવાર કરે છે. SVPIA કામગીરીમાં શ્રેષ્ઠતા હાંસલ કરવા તેમજ સકારાત્મક ગ્રાહક અનુભવ માટે હંમેશા કટીબદ્ધ છે.

145 કેસ સ્ટડીઝ રજૂ થયાં : ક્વોલિટી સર્કલ ફોરમ ઓફ ઈન્ડિયાની નેશનલ કોન્ક્લેવમાં દેશભરની વિવિધ સંસ્થાઓ તરફથી 5S પ્રેક્ટિસ માટે કુલ 145 કેસ સ્ટડીઝ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં અમદાવાદ એરપોર્ટે અમલમાં મૂકેલી વર્કપ્લેસ મેનેજમેન્ટ સિસ્ટમને ત્રણ કેટેગરીમાં વિજેતા જાહેર કરવામાં આવ્યું છે.

5S પ્રેકટિસ શું છે? : વર્કપ્લેસ મેનેજમેન્ટ માટે 5Sને ઉત્તમ, સફળ અને શ્રેષ્ઠ જાપાની મેનેજમેન્ટ તકનીક માનવામાં આવે છે. SVPI એરપોર્ટ દ્વારા 5S અમલી કરાતા કર્મચારીઓ કાર્યસ્થળે કાર્યક્ષમ, અસરકારક અને સુરક્ષિતપણે ફરજ નિભાવે છે. જેનાથી સમય અને સંસાધનોનો સુનિયોજીત અને મહત્તમ ઉપયોગ થાય છે. વળી તેનાથી કાર્યસ્થળ પર થતો બિનજરૂરી વેડફાટ અટકે છે. 5S ટર્મ પાંચ જાપાનીઝ શબ્દો પરથી ફતરી આવી છે. જેમાં Seiri (પુનઃસંગઠન), Seiton (સુઘડતા), Seiso (સ્વચ્છતા), Seiketsu (સ્ટાન્ડર્ડાઇઝેશન) અને Shitsuke (શિસ્ત)નો સમાવેશ થાય છે.

ત્રણ કેસ સ્ટડીઝ : સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા રજૂ કરાયેલા ત્રણ કેસ સ્ટડીઝ એન્જિનિયરિંગ અને મેન્ટેનેન્સ વિભાગના હતા. એરપોર્ટ પર જ્યાં 5s વર્કપ્લેસ મેનેજમેન્ટ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. તેમાં STP (સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ), ટર્મિનલ 2 - પંપ હાઉસ, અને T1 - સ્વિચ રૂમ જેવા સ્થળોનો સમાવેશ થાય છે. 5s ના અમલીકરણથી અસુરક્ષિત ઘટનાઓમાં ઘટાડો, મેઈન્ટેઈન્ડ સાધનોની ઉપલબ્ધતા, વિશ્વસનીયતામાં વધારો, ગ્રાહકોને ઉત્કૃષ્ટ અનુભવ, તેમજ પુનઃપ્રાપ્તિ માટે લાગતા સમય અને જગ્યામાં ઘટાડો થયો છે.

  1. અમદાવાદ એરપોર્ટ પર ફાયર બ્રિગેડ દ્વારા રોબોનું યોજાયું ડેમોસ્ટ્રેશન
  2. આજથી અદાણી ગ્રુપે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંભાળ્યું સંચાલન
  3. અમદાવાદ એરપોર્ટનું ખાનગીકરણ : આગામી 7 તારીખથી એરપોર્ટનું સંચાલન અદાણી કરશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.