ETV Bharat / state

Ahmedabad News : 8 વર્ષની બાળકીના પેટમાંથી નીકળ્યો આવડો મોટો વાળનો ગુચ્છો, સર્જરી અને કાઉન્સિલિંગ બંને થયાં

વાળ ખાવાની ટેવ હોય તેવા લોકો માટે આકિસ્સો આંખ ઉઘાડનારો બની શકે છે. એક નાનકડી બાળકીને આવી ટેવે મોટી મુશ્કેલીમાં મૂકી હતી. તેના પેટમાં પંદર બાય 10 સેન્ટિમીટરની વાળના ગુચ્છાની ગાંઠ બની ગઇ હતી જેની સર્જરી કરીને દૂર કરવી પડી છે.

Ahmedabad News : 8 વર્ષની બાળકીના પેટમાંથી નીકળ્યો આવડો મોટો વાળનો ગુચ્છો, સર્જરી અને કાઉન્સિલિંગ બંને થયાં
Ahmedabad News : 8 વર્ષની બાળકીના પેટમાંથી નીકળ્યો આવડો મોટો વાળનો ગુચ્છો, સર્જરી અને કાઉન્સિલિંગ બંને થયાં
author img

By

Published : May 18, 2023, 9:40 PM IST

અમદાવાદ : ઘણી બાળકીઓ કિશોરીઓને પોતાના કે અન્યના વાળ ખાવાની અથવા વાળ ગળી જવાની ટેવ હોય છે જે પેટમાં જઇને ગુચ્છ સ્વરૂપે ગાંઠ બની મહાકાય સ્વરૂપ ધારણ કરે છે. આનેે તબીબી ભાષામાં ટ્રાયકોબેઝોર તરીકે ઓળખવામાં આવે છે. નાનકડી દીકરી ભૂમિ ચૌહાણના પેટમાંથી વાળનો મોટો ગુચ્છો સર્જરી કરીને દૂર કરવો પડ્યો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયેલી આ સર્જરી બાદ બાળકી સ્વસ્થ છે અને તેના માતાપિતા પણ રાજી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના તબીબોએ કઇ રીતે બાળકીને પીડામુક્ત કરી જાણીએ.

પેટમાં ગાંઠ હોવાનું નિદાન : ગાંધીનગર જિલ્લાના ભોયણ ગામમાં વતની અને અમદાવાદની અરવિંદ મિલમાં પેટીયું રળી રહેલા કમલેશસિંગ ચૌહાણની પુત્રી ભૂમિને કેટલાક સમયથી પેટમાં દુખાવાની તકલીફ હતી. જે વધુ ગંભીર બનતા તેને ગાંધીનગરની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી. તપાસ દરમિયાન તબીબોને સમસ્યા વધુ ગંભીર જણાઇ તો બાળકીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઇ જવા કહ્યું. પરિવાર દીકરીને સારવાર કરાવવા અમદાવાદ સિવિલ હોસ્પિટલ આવ્યાં અને અહીં તબીબો દ્વારા વિવિધ રીપોર્ટ કાઢવાનું શરુ થયું. જેમાં સીટી સ્કેન, એક્સરે જેવા રીપોર્ટ કઢાવાયાં ત્યારે બાળકીના પેટમાં ગાંઠ હોવાનું નિદાન થયું હતું.

બાળકી હવે સ્વસ્થ છે
બાળકી હવે સ્વસ્થ છે

નિદાન થતાં સારવાર શરુ : સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના તબીબો દ્વારા સર્જરી કરીને બાળકીને પીડામુક્ત કરવા અમદાવાદ સિવિલ મેડિસિટી બારસો બેડ મહિલા અને બાળ રોગ હોસ્પિટલમાં ઓપરેશન માટે લઇ જવાઇ.. અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના એસોસિએટ પ્રોફેસર ડૉ. જયશ્રી રામજી , એનેસ્થેસિયા વિભાગના ડૉ. સોનલ ભાલાવત અને તેમની ટીમ દ્વારા સર્જરી હાથ ધરવામાં આવી.

આ પ્રકારની ગાંઠને ટ્રાયકોબેઝોર તરીકે ઓળખવામાં આવે છે .જે ખાસ કરીને દિકરીઓ અને કિશોરીઓમાં વધારે જોવા મળે છે. ઘણી છોકરીઓને પોતાના અથવા તો અન્યના વાળ ખાવાની ટેવ હોય અથવા તો ભૂલ થી વાળ ગળી જવાના કારણે આ પ્રકારની સમસ્યામાંથી પસાર થવું પડતુ હોય છે તેમ ડૉ. જયશ્રી ઉમેરે છે... ડૉ. જયશ્રી રામજી (બાળ રોગ નિષ્ણાત)

વાળનો ગુચ્છો મળ્યો : બાળકીની સર્જરી દરમિયાન બાળકીના પેટમાં કાપો મૂકી ખોલીને જોયું તો ટીમ જોતી રહી ગઇ કેમ કે પેટમાં વાળના ગુચ્છ સ્વરૂપે ગાંઠ હતી. વાળના ગુચ્છાએ પેટમાં હોજરીનું સ્વરૂપ ધારણ કર્યું હતું જે કારણોસર તે ગાંઠ બની ગઇ હતી. આ ગાંઠ પંદર બાય 10 સેન્ટીમીટરની હતી જેને જહેમતભરી સર્જરીથી બહાર કાઢવામાં સફળતા મળી હતી.

હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગ દ્વારા અગાઉ પણ ટ્રાઇકોબેઝોર સર્જરી કરવામાં આવી છે. ઘણીવાર યુવતીઓ અને કિશોરીઓ કે જેમના વાળ ઓછા થતા હોય જેમને વાળ ખાવાની ટેવ હોય તેમના માટે કાઉન્સેલીંગ કરાવવું પણ જરૂરી છે. જેના થકી આ પ્રકારની મોટી સમસ્યામાંથી બચી શકાય છે... ડૉ. રાકેશ જોષી (સિવિલ હોસ્પિટલ સુપરિન્ટેન્ડન્ટ અને બાળરોગ સર્જરી વિભાગના વડા)

કાઉન્સિલિંગ કરાવાયું : બાળકીની વાળ ખાવાની ટેવને લઇને તબીબી ટીમ દ્વારા જ્યારે પરિવારજનોને દીકરીની વિગતો પૂછવામાં આવી તો તેઓએ પણ જણાવ્યું કે આ બાળકી 3 વર્ષની હતી તે ઉમરથી માથાના વાળ ખાવાની ટેવ પડી હતી. છેલ્લા ઘણાં વર્ષથી બાળકીના વાળ ઓછા થતા હોય તેવું જણાઇ રહ્યું હતુ. આ વાતની જાણ થયા બાદ પરિવારે બાળકીનું મનોવૈજ્ઞાનિક તબીબો પાસે કાઉન્સિલિંગ પણ કરાવવામાં આવ્યું છે.

Rajkot News : રાજકોટમાં દોઢ વર્ષના બાળકે નાકમાં સીંગદાણા નાંખી દીધાં, છેક આઈસીયુ સુધી પહોંચી ગયો પછી થયું નિદાન

Ahmedabad News : ઓપન હાર્ટ સર્જરી વગર વાલ્વનું સફળ થયું ઓપરેશન

થેલેસેમિયા ગ્રસ્ત બાળકને વિના ખર્ચે થયું બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ અને મળ્યું જીવતદાન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.