અમદાવાદ : આજના સમયમાં બાળકો અભ્યાસની સાથે સાથે અલગ અલગ એક્ટિવિટીમાં કુશળતા પ્રાપ્ત કરતા હોય છે. અમુક બાળક પોતાના પિતામાંથી પ્રેરણા લઈને તે તરફ આગળ વધતા હોય છે. અમદાવાદ ગોમતીપુર પોલીસ લાઈનમાં રહેતા નરેશભાઈ વાઘેલા સ્પોર્ટ્સમાં 50 વર્ષની ઉંમરે પર 100 મિટર દોડ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો ત્યારે તેમની પ્રેરણા લઈને હવે તેમનો 14 વર્ષનો પુત્ર પણ સ્પોર્ટસની અલગ અલગ રમતમાં આગળ વધી રહ્યો છે.
દેશનું નામ રોશન કરવાની ઇચ્છા : સાબરમતી પોલીસ સ્ટેશનમાં હેડ કોસ્ટેબલ તરીકે ફરજ બજાવતા નરેશભાઈ વાઘેલાએ રાજ્યકક્ષાએ સિલ્વર મેડલ મેળવીને પોલીસ પરિવારનું નામ રોશન કર્યું છે. હવે તેમણે આગામી સમયમાં નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે મેડલ પ્રાપ્ત કરી દેશનું નામ રોશન કરવાનું લક્ષ્યાંક છે.
હુસૈન બોલ્ટને જોઈ મળી પ્રેરણા : પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઈ વાઘેલાએ ઈટીવી ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે હું 2001માં પોલીસ ખાતામાં ભરતી થયો હતો. પોલીસ ખાતામાં સૌથી પહેલા શરીર ફિટ હોવું ખૂબ જ જરૂરી હતું. એટલે હું પહેલાથી શરીર ફિટ રાખવા માટે દરરોજ 2 કલાક મેદાનમાં જઈને કસરત કરતો હતો. ત્યારે વિશ્વના સૌથી ઝડપી દોરનાર હુસેન બોલ્ટને જોઈને મને પણ દોડવાની ઈચ્છા થઈ અને મેં સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં ભાગ લેવાની શરૂઆત કરી હતી. જેમાં ખાસ કરીને 100 મીટર દોડમાં સૌથી વધુ પ્રેક્ટિસ કરતો હતો.
ઇન્ટરનેશનલ રમવાનો લક્ષ્યાંક : વધુમાં તેમણે જણાવ્યું હતું કે મેં દોડની સાથે સાથે ગોળાફેંક અને ચક્રફેકની પણ પ્રેક્ટિસ કરતો હતો. નડિયાદ ખાતે રાજ્યકક્ષાએ યોજાયેલી ટુર્નામેન્ટમાં 100 મીટર દોડ 14 સેકન્ડમાં પૂર્ણ કર્યું હતું. જેમાં સિલ્વર મેડલ,લોન્ગ જમ્પ સિલ્વર મેડલ અને હાઈજમ્પમાં 1.25 આસપાસ પૂર્ણ કરી સિલ્વર મેડલ મળ્યો હતો. આ પછી એક વખત હરિયાણા ખાતે રમાયેલી નેશનલ ગેમમાં ભાગ લેતો હતો. પરંતુ પ્રેક્ટિસના અભાવના કારણે હું થોડાક અંતર માટે મેડલથી વંચિત રહી ગયો હતો. પરંતુ હવે નક્કી જ કર્યું છે કે નેશનલમાં મેડલ લઈને દેશનું પ્રતિનિઘીત્વ કરીને ઇન્ટરનેશનલ રમવાનો લક્ષ્યાંક છે.
નિયમિત પ્રેકટિસ : પોલીસમાં ફરજ બજાવતી વખતે સમય ખૂબ જ ઓછો મળે છે. પરંતુ તેમનું આગામી લક્ષ્યાંક નેશનલ અને ઇન્ટરનેશનલ રમત પર હોવાથી ફરજમાંથી પણ સમય કાઢીને દરરોજ બે કલાક ફરજિયાત પ્રેક્ટિસ માટે સમય આપે છે. જે પણ જગ્યાએ ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસનો લાભ મળે ત્યાં તેઓ ચોક્કસ પ્રેક્ટિસ કરી જ લે છે.
આ પણ વાંચો Fitness Boy: 30 વર્ષ બાદ યુવાન જીમમાં ગયો, આવું મસ્ત બોડી બનાવીને ગોલ્ડ મેડલ મેળવ્યો
ઘરે જ મેદાન બનાવ્યું : નરેશભાઈ વાઘેલાના પુત્ર આર્યન સાથે વાત કરતા જણાવ્યું હતું કે મને સ્પોર્ટ્સમાં રમવાની પ્રેરણા મારા પિતા પાસેથી મળી છે. કારણ કે મારા પિતા 50 વર્ષની ઉંમર હોવા છતાં પણ આટલી સારી રીતે સ્પોર્ટ્સ રમત રમી શકતા હોય તો હું તેમના રમી શકું જેથી મેં સ્પોર્ટ્સમાં પ્રેક્ટિસ કરવાની શરૂઆત કરી હતી. કોરોનાકાળમાં પણ ઘરના એક બગીચામાં મેદાન બનાવીને પ્રેક્ટિસ કરતો હતો. મારા માતા પિતા તરફથી પણ પૂરતો સપોર્ટ મળ્યો છે. મને ગોળા ફેંક ચક્ર ફેંક અને બોક્સિંગ ત્રણ રમત રમું છું. ગોળા ફેંક અને ચક્રફેકમાં રાજ્ય કક્ષાએ ભાગ લીધો હતો. જેમાં બ્રોન્ઝ મેડલ મળ્યો છે.
દેશનું નામ રોશન કરવાનો લક્ષ્યાંક : સ્કૂલનો સમય ટ્યુશનનો સમયમાંથી પણ સમય ફાળવી ચોક્કસ નિયમ પ્રમાણે પ્રેક્ટિસ કરું છું. વહેલી સવારે ચાર વાગ્યે ઊઠીને બે કલાક દરરોજ ફરજિયાતપણે પ્રેક્ટિસ કરતો હતો. ત્યારબાદ સ્કૂલ સ્કૂલ થી બપોરે આવીને ટ્યુશન અને સાંજે પણ બે કલાક પ્રેક્ટિસ માટે આપતો હતો. તેણે વધુમાં જણાવ્યું હતું કે મારું આગામી લક્ષ્યાંકએ છે કે ને રાજ્યકક્ષાએ બ્રોન્ઝ મેડલ તો મળ્યો છે. પરંતુ વધુ મહેનત કરીને રાજ્યકક્ષા ગોલ્ડમેડલ મેળવી નેશનલ ઇન્ટરનેશનલ મેચમાં ભાગ લઈને મારા પરિવાર અને દેશનું નામ રોશન કરવાનો મારો મુખ્ય લક્ષ્યાંક છે. જેને ધ્યાનમાં રાખીને હું દરરોજ પ્રેક્ટિસ કરી રહ્યો છું.