અમદાવાદ : ગુજરાતમાં ચોમાસાના આગમનની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. મહારાષ્ટ્રથી ચોમાસું આગળ વધે તેની રાહ જોવાઈ રહી છે. ત્યારે હવે વરસાદને લઈને મોટી આગાહી હવામાન વિભાગે કરી છે. જે મુજબ આવતીકાલથી ગુજરાતમાં અતિભારે વરસાદ થઈ શકે છે. બંગાળના ઉપસાગરમાં સર્જાયેલી ચોમાસુ ગતિવિધિને કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે. રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શકયતા છે.
ક્યાં પડશે વરસાદ : મધ્ય ગુજરાત, ઉત્તર-મધ્ય, પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા છે. આહવા, ડાંગ અને વલસાડના ભાગોમાં વરસાદ વરસી શકે છે. જુલાઈની 5 તારીખ સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. જે ચોમાસાનો વિધિવત વરસાદ હશે..
ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ : ગુજરાતમાં ચોમાસાના આગમનની ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા ચોમાસાને લઇને આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી બે દિવસ ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થવાની આગાહી કરી છે. આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ મોન્સૂન સમયસર એક્ટિવ થવાથી વરસાદ થશે. જેમાં અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે આવતીકાલે ગુજરાતના પૂર્વ ભાગોમાં નર્મદા, આણંદ, ભરૂચ, પંચમહાલ, દાહોદ, વડોદરામાં આવતીકાલે ભારે વરસાદની આગાહી કરાઈ છે.
અમદાવાદમાં પણ પાંચ દિવસ વરસાદની આગાહી : જોકે બીજા અને ત્રીજા દિવસે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદમાં પણ પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત પંચમહાલ, વડોદરા, દાહોદ, મહીસાગર, છોટા ઉદેયપુરમાં મધ્યમ વરસાદ થઈ શકે છે, અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ હળવા વરસાદની સંભાવનાઓ છે.
જળસ્તરમાં વધારો થશે : ગુજરાતમાં ચોમાસું મોડું હશે પણ તેની એન્ટ્રી ધમાકેદાર હશે. ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે જેના કારણે નર્મદા અને તાપી નદીના જળ સ્તરમાં વધારો થશે. જેથી 10 જુલાઈ સુધીમાં જળસ્તરમાં વધારાને લીધે સાબરમતી નદીમાં પાણીની આવક વધવાની શક્યતા છે. જૂનના અંતમાં અને જુલાઈ મહિનાની શરૃઆતમાં જે વરસાદ પડશે તે ગુજરાતમાં પાણીની સમસ્યા હલ કરવા માટે સહાયક બની રહેશે.
જૂનના અંતમાં ધમાકેદાર વરસાદ : દરમિયાન હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે કે ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં વરસાદ આવી શકે છે. આગામી 27 જૂનને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિઓ સક્રિય થઈ છે. 28થી 30જૂન દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જૂનના અંતમાં ધમાકેદાર વરસાદ ખાબકશે. અમદાવાદ મહેસાણા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.