અમદાવાદ : અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતા એક ભાઈ જે છેલ્લા ઘણા સમયથી રેડિયો સંગ્રહ કરવાનો શોખ ધરાવી રહ્યા છે. રેડિયોના દીવાના કહી શકાય એવા આ ભાઇએ તેમની પાસે એક હજારથી પણ વધારે અલગ અલગ પ્રકારના રેડિયોનું કલેક્શન કર્યું છે. રોજના 24 કલાકમાંથી તે 16 કલાક રેડિયો સાંભળીને જ પોતાનો દિવસ પસાર કરી રહ્યા છે. તેમની પાસે માત્ર દેશના જ નહીં પરંતુ વિદેશી રેડિયા પણ જોવા મળી રહ્યા છે.
ઘરમાં જ્યાં જૂઓ ત્યાં રેડિયો જ રેડિયો : દરેક વ્યક્તિને પોત પોતાનો શોખ હોય છે. પરંતુ તે શોખ અમુક મર્યાદા સુધી જ હોય છે. પરંતુ અમદાવાદમાં રહેતા એક એવા વ્યક્તિ કે જેમને પોતાની નાની ઉંમરમાં રેડિયાની જરૂરિયાત પૂર્ણ ન થતા તેમણે રેડિયો સંગ્રહ કરવાનો શોખ રાખ્યો છે. તેમણે અત્યાર સુધીમાં 1,000 થી પણ વધારે અલગ અલગ પ્રકારના રેડિયોનો સંગ્રહ કર્યો છે. ઘરમાં જ્યાં પણ જગ્યા મળી છે ત્યાં તેમણે રેડિયો ગોઠવ્યા છે.
આ પણ વાંચો Journey Of Radio In India: જાણો તેમાં કેટલું પરિવર્તન આવ્યું
બાળપણમાં રેડિયો વંચિત હતાં : આ રેડિયોપ્રેમીનું નામ છે ઇન્દ્રવદનભાઈ મિસ્ત્રી. ઈટીવી ભારત સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે નાનપણમાં ઘરની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાને કારણે ઘરમાં રેડિયો હતો નહીં. પરંતુ ભાડુઆતના કરે રેડિયો હોવાથી રોજ સવારે વહેલા ત્યાં પ્રભાતિયા સાંભળવા જતો હતો. ત્યારબાદ ધોરણ 8 શાળાના એક મિત્રને ત્યાં રેડિયો હતો. જેના કારણે હું 4 કિલોમીટર સાયકલ ચલાવીને તેના ઘરે રેડિયો સાંભળવા પહોંચી જતો હતો. આ ઉપરાંત કાંકરિયામાં જાહેરમાં માઇક દ્વારા રેડિયો સંભળાવવામાં આવતો હતો. ત્યાં જઈને રેડિયો સાંભળવા બેસી જતો હતો. હાલમાં દૈનિક 16 કલાક રેડિયો સાંભળવામાં જ પસાર કરું છું. જેમાં સૌથી વધારે ભજન નાટક ક્લાસિકલ સંગીત સાંભળું છું.
અંદાજે 1000 રેડિયો વસાવ્યાં : ઇન્દ્રવદનભાઈ મિસ્ત્રીએ વધુમાં જણાવ્યું હતું કે મારા ઘરની અંદર જ્યાં પણ કબાટ કે અન્ય વસ્તુ ખોલવામાં આવે તો ત્યાંથી તેમને માત્ર અને માત્ર રેડિયો જ જોવા મળે છે. એટલે ચોક્કસ આંકડો કહી ન શકાય કે મારા ઘરમાં રેડિયોની સંખ્યા કેટલી હશે. પરંતુ અંદાજે તો કહી શકાય કે 1000 ઉપર તો રેડિયન કલેક્શન નીકળશે જ.
આ પણ વાંચો world radio day 2023 : અત્ર તત્ર સર્વત્રથી સરળ ભાષામાં મનોરંજન પિરસતા રેડીયોનો આજે પણ અનોખો અંદાજ
સૌપહેલાં ગુજરીબજારમાંથી ખરીદ્યો રેડિયો : ઇન્દ્રવદનભાઈ મિસ્ત્રીએ તેમના રેડિયોપ્રેમની શરુઆત વિશે કહ્યું કે મેં મારા ઘરે રેડિયો કલેક્શન કરવાની શરૂઆતે સૌથી પહેલા અમદાવાદમાં ભરાતી ગુજરીબજારમાંથી 450 રૂપિયાનો રેડિયો ખરીદ્યો હતો. જે ઘરે આવીને બંધ પડ્યો અને તે જ તેને રીપેરીંગ કરતા 80 રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ ધીમે ધીમે મેં જાતે જ રીપેરીંગ કરવાની શરૂઆત કરી અને ત્યારબાદ મિત્રોના રેડિયો પણ રીપેરીંગ કરવા હું લાગ્યો હતો. જેના કારણે મને આવક થવા લાગી હતી. પરંતુ તે આવક ઘરમાં નહીં પરંતુ રેડિયો ખરીદવાનું ચાલુ રાખ્યું અને આજે પણ હું દર મહિને 3-4 રેડિયો ખરીદું છું.
વિદેશી રેડિયો કલેક્શન : તેમના રેડિયો કલેક્શનની વાત કરવામાં આવે તો માત્ર ભારતના જ નહીં પરંતુ રશિયન, અમેરિકન, જાપાન, જર્મની દરેક દેશના રેડિયોનું કલેક્શન જોવા મળી રહ્યું છે. વળી આ તમામ રેડિયો ચાલુ કનેક્શનમાં છે. જેમાં હાલ એક રેડિયો જે સૌથી અલગ જોવા મળી આવ્યો હતો. જેમાં ટીવી એફએમ સાથે જોવા મળી આવે છે. જે પહેલાના સમયમાં માત્ર લક્ઝરીયસ કારમાં જ આ પ્રકારનો રેડિયો જોવા મળતો હતો. ત્યારે બીજી બાજુ એક જાપાનનો નાનો રેડિયો તેમની પાસે છે જે ઘડિયાળના પાવરથી પણ તેને વાપરી શકાય છે.
લાયસન્સવાળો રેડિયો : ઇન્દ્રવદનભાઈ મિસ્ત્રીએ વધુમાં જણાવ્યું હતું કે પહેલાંના સમયમાં રેડિયો લેવા માટે લાયસન્સની પણ જરૂર પડતી હતી. મારી પાસે હાલમાં લાયસન્સવાળો રેડિયો પણ છે. જે મેં એક ભાઈ પાસેથી ખરીદ્યો હતો અને પછી તે લાયસન્સ મેં મારા નામે કરાવ્યું હતું. જેમાં એક વખત મારી પાસે લાયસન્સ રીન્યુ કરાવવા માટે પૈસા ન હોવાને કારણે દંડ ભરીને પણ મેં લાયસન્સ રીન્યુ કરાવ્યું હતું. જે રેડિયો પણ હાલ મારી પાસે છે. આ ઉપરાંત ચાવીવાળો રેડિયો પણ છે. જેમાં રેડિયોની સાથે ઘડિયાળ પણ જોવા મળી રહી છે.
રેડિયોની ઉપયોગિતા : આજના આધુનિક સમયમાં રેડિયાનું મહત્વ પહેલા જેટલું કદાચ શહેરોમાં નથી રહ્યું તેમ છતાં ગ્રામીણ વિસ્તારોમાં રેડિયોના સૂર રેલાતાં રહે છે. આજે પણ ગામડાઓમાં પછાત વિસ્તારોમાં પણ રેડિયો સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. મત્સ્ય ઉદ્યોગ મરીન વિસ્તારમાં પણ રેડિયો પહેલાના સમય જેટલો જ હાલમાં પણ ઉપયોગી જ છે.