અમદાવાદ : ભારતીય જનતા પાર્ટી દ્વારા મારી માટી મારો દેશ કાર્યક્રમ તેમજ મતદાન માટે જાગૃત કરવા માટે કાર્યક્રમ કરીનેે લોકોને સમજાવવામાં આવશે. આ ઉપરાંત સંસદમાં ચોમાસુ સત્ર દરમિયાન જે પણ પ્રકારની કામગીરી થઈ હતી તે મુદ્દે લોકસભા સાસંદ કિરીટ પટેલ, રાજ્યસભા સાંસદ નરહરિ અમીને માહિતી આપી હતી.
-
आज भाजपा कार्यालय खानपुर अहमदाबाद में प्रेस कांफ्रेंस आयोजित हुई । कांफ्रेंस में प्रधानमंत्री श्री Narendra Modi जी के नेतृत्व में सरकार के द्वारा किए जा रहे जन कल्याणकारी योजनाओं पर चर्चा हुई । बीते मानसून सत्र में जो महत्वपूर्ण विधेयक जानता के हित में लाए गए हैं उनको बताया । pic.twitter.com/j02ZNS5PT5
— Dr. Kirit Solanki MP (@drkiritpsolanki) August 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">आज भाजपा कार्यालय खानपुर अहमदाबाद में प्रेस कांफ्रेंस आयोजित हुई । कांफ्रेंस में प्रधानमंत्री श्री Narendra Modi जी के नेतृत्व में सरकार के द्वारा किए जा रहे जन कल्याणकारी योजनाओं पर चर्चा हुई । बीते मानसून सत्र में जो महत्वपूर्ण विधेयक जानता के हित में लाए गए हैं उनको बताया । pic.twitter.com/j02ZNS5PT5
— Dr. Kirit Solanki MP (@drkiritpsolanki) August 21, 2023आज भाजपा कार्यालय खानपुर अहमदाबाद में प्रेस कांफ्रेंस आयोजित हुई । कांफ्रेंस में प्रधानमंत्री श्री Narendra Modi जी के नेतृत्व में सरकार के द्वारा किए जा रहे जन कल्याणकारी योजनाओं पर चर्चा हुई । बीते मानसून सत्र में जो महत्वपूर्ण विधेयक जानता के हित में लाए गए हैं उनको बताया । pic.twitter.com/j02ZNS5PT5
— Dr. Kirit Solanki MP (@drkiritpsolanki) August 21, 2023
17 દિવસ કામગીરી થઇ શકી : દેશની રાજધાની દિલ્હીમાં સંસદના ચોમાસુ સત્રની શરૂઆત થઈ હતી ત્યારે વિપક્ષ દ્વારા મણિપુર હિંસાને લઈને હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. 23 દિવસના ચોમાસુ સત્રમાં 17 દિવસ જેટલી જ કામગીરી ચાલી હતી. જેમાં વિરોધ પક્ષનો ભારે વિરોધ પણ જોવા મળ્યો હતો. સમગ્ર સત્રમાં કોઈપણ પ્રકારની હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા હતાં.
સંસદના ચોમાસા સત્રમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પરંતુ વિરોધ પક્ષના વલણ દર વખતની જેમ આ વખતે પણ નકારાત્મક જૉવા મળ્યું હતું. મણિપુર હિંસાના પ્રશ્નો અંગે એનડીએની સરકાર સંસદ ભવનમાં ચર્ચા કરવા તૈયાર હતી અને દેશના ગૃહપ્રધાન અમિત શાહે આ મુદ્દે ચર્ચા કરવા માટે સૌને અપીલ કરી હતી. પરંતુ વિપક્ષનું વલણ તે બાબતે નકારાત્મક રહ્યું હતું. વિપક્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં વ્યસ્ત જોવા મળી હતી પરંતુ તેઓનો અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર થયો ન હતો...કિરીટ સોલંકી(લોકસભા સાંસદ)
સંસદમાં રજૂ થયેલા બિલ : ચોમાસુ સત્રમાં 7 જૂના બિલ તેમજ 14 નવા બિલ રજૂ કરવામાં આવ્યા હતા. અગત્યના કાયદાને લગતા ત્રણ બિલો દેશના ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. અંગ્રેજોના જમાનાના નાગરિક વિરોધી તેમજ અંગ્રેજી સમયના સમર્થન આપતા બિલો નાબૂદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નાગરિકોની સુરક્ષા માટે નવા ત્રણ બિલને સ્ટેન્ડિંગની સમક્ષ મૂકવામાં આવ્યા છે અને ભવિષ્યમાં આ બિલો લાગુ થઈ દેશના નાગરિકોને રક્ષણ મળશે અને નાગરિકોનું હિત સચવાશે.
વિપક્ષોએ હોબાળો કરી વોક આઉટ કર્યું : કિરીટ સોલંકીએ વધુમાં માહિતી આપી હતી કે વર્તમાન સત્રમાં લાવવામાં આવેલા બિલની વાત કરવામાં આવે તો મીડિયેશન 2021, જનવિશ્વાસ બિલ 2022, કોસ્ટલ એકવાલચર બિલ 2023,નેશનલ ડેન્ટલ કમિટી બીલ 2023, પર્સનલ ડિજિટલ ડેટા 2023, રિસર્ચ અનુસંધાન બીલ 2023, ભારતીય ન્યાય સંહિતા બિલ 2023, ભારતીય નાગરિકતા સુરક્ષા બિલ 2023 જેવા બિલો રજૂ કરવામાં આવ્યા હતા. 23 દિવસના ચોમાસા સત્રમાં 17 દિવસ કામગીરી ચાલી હતી જેનો વિરોધ વિરોધ પક્ષો દ્વારા કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચડ્ડાએ 19 સિલેકટ કમિટીમાં મૂકવાની રજૂઆત કરી હતી. સમગ્ર સત્રમાં કોઈપણ પ્રકારની પ્રશ્નોત્તરી વગર વિપક્ષોએ હોબાળો કરી વોક આઉટ કર્યું હતું.