ETV Bharat / state

Ahmedabad News : પોલિટેકનિકના વિદ્યાર્થીઓએ બનાવ્યું બ્રિક મેકિંગ મશીન, ઘરના તાપમાનમાં ઘટાડો કરશે

અમદાવાદની પોલિટેકનિક કોલેજના વિદ્યાર્થીઓએ એક એવી ઈંટ અને મશીન તૈયાર કર્યું છે કે જે ઘરના અને બહારના તાપમાનમાં 10 ડિગ્રીનો તફાવત પાડી દે છે. ઘરના તાપમાન મોટો ઘટાડો કરતી ઇંટ અને મશીન પેટન્ટ કરાવાયાં છે. આગામી સમયમાં મશીનને બજારમાં પ્રોડક્ટ તરીકે મૂકવામાં આવશે.

Ahmedabad News : પોલિટેકનિકના વિદ્યાર્થીઓએ બનાવ્યું બ્રિક મેકિંગ મશીન, ઘરના તાપમાન કરશે મોટો ઘટાડો

author img

By

Published : May 25, 2023, 2:57 PM IST

મશીનને બજારમાં પ્રોડક્ટ તરીકે મૂકાશે

અમદાવાદ : અમદાવાદની સરકારી પોલિટેકનિક કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ એક એવી ઈંટ અને મશીન તૈયાર કર્યું છે કે જેના વપરાશથી ઘરના અને બહારના તાપમાનમાં 10 ડિગ્રી જેટલો તફાવત જોવા મળે છે. વિદ્યાર્થીઓની દોઢ વર્ષની મહેનત બાદ આ તાપમાનમાં ઘટાડો કરતી ઇંટ બનાવતું મશીન તૈયાર થયું છે. જેને પેટન્ટ કરવામાં આવ્યું છે અને આગામી સમયમાં બજારમાં પ્રોડક્ટ તરીકે મૂકવામાં આવશે.

સામાન્ય પરિવારોથી મળી પ્રેરણા : શહેરોમાં મોટાભાગના લોકો ગરમીથી બચવા માટે એ.સીનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ સામાન્ય પરિવાર પોતાના મકાનની અંદર ગરમીથી રાહત મળે તે માટે એર કંડિશનર ખરીદી શકતો નથી.આવી સમસ્યા જોઇ ચૂકેલા અમદાવાદના આંબાવાડી ખાતે આવેલી સરકારી પોલીટેકનીક કોલેજનાવિદ્યાર્થીઓને ઇનોવેટિવ આઇડિયા આવ્યો કે એવું મટિરિયલ કેમ ન હોય જેના વાપરવાથી ઇંટ બનાવીએ કે જે ઘરના તાપમાનમાં ઘટાડો કરે. ત્યારે સતત દોઢ વર્ષ સુધી મૂતર્ઝા હાથી સહિત દસથી બાર વિદ્યાર્થીઓએ આ દિશામાં રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટનું કામ શરુ કર્યું હતું. ત્યારે લગભગ દોઢ લાખ રુપિયાના ખર્ચે દોઢ વર્ષની મહેનત બાદ ઘરના તાપમાનમાં ઘટાડો કરતું મશીન બનાવી લીધું છે જેમાં બનતી બ્રિક-ઇંટ અનેક રીતે ઉપયોગી બનશે.

બ્રિક મટિરિયલ : વિદ્યાર્થીઓના સ્ટાર્ટઅપ તરીકેના સંશોધનના પરિપાક સ્વરુપ બ્રિક મેકિંગ મશીન કેવી રીતે કામ કરે છે અને તેમાં બનતી ઇંટનો ઉપયોગ કરવાથી કેવા પ્રકારના ફાયદા થઇ શકે છે તે પણ જાણીએ. પ્રથમ તો સામાન્ય પરિવારોના વપરાશ માટે બનાવવાની હોવાથી ઇંટ બનાવવામાં કઇ કઇ વસ્તુ વાપરવી તેનો વિચાર કરવામાં આવ્યો હતો. આ માટે સિમેન્ટ ઉપરાંત કેટલીક ઓર્ગેનિક વસ્તુઓનો પ્રયોગ આ ઇંટ બનાવવામાં કરવામાં આવ્યો છે.

અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગરમીનું તાપમાન 45 ડિગ્રીથી પણ વધારે જોવા મળતું હોય છે. ત્યારે સિંગલ અગાશીવાળા મકાનમાં ખૂબ જ વધારે પ્રમાણમાં ગરમી જોવા મળતી હોય છે અને દેશના 30 ટકા જેટલા એવા વ્યક્તિઓ છે. જે એ.સી ખરીદી શકતા નથી. જેના કારણે અમે એક એવી ઈંટ બનાવવાનું વિચાર્યું કે જેથી ઘરના તાપમાનમાં ઘટાડો કરી શકાય. તે માટે બ્રિક મશીન બનાવવાનો વિચાર કર્યો હતો...મૂર્તઝા હાથી (મશીન બનાવનાર વિદ્યાર્થી )

પ્રોડક્શન કોસ્ટ : ઘરના તાપમાનમાં ઘટાડો કરતી ઇંટ અને તેને બનાવવાનું આ મશીન બનાવતા અલગ અલગ ડિઝાઇન નક્કી કરીને મશીન ટેસ્ટિંગ કરવામાં લગભગ દોઢ વર્ષનો સમય લાગો હતો. તેમ જ આ મશીન બનાવવાની પ્રોડક્શન કોસ્ટ પણ અંદાજે 1 લાખ 30 હજાર જેટલી આવી હતી.

મશીન કઇ રીતે કામ કરે છે : ટેકનિકલ બાબતો ઘણી ઝીણવટભરી બાબતો ધરાવતી હોય છે ત્યારે સરળતાથી સમજીએ તો આ મશીનમાં ઈંટ બનાવવા માટે સિમેન્ટ માટે અને આર્ગોનિક વસ્તુને મિશ્રણ કરીને હાઇડ્રોલિક મશીનથી દબાણ કરવામાં આવતા જ થર્મલ ઇન્સ્યુલેશન આપે છે. જેનાથી બહારની ગરમી અને અંદરની ગરમીમાં અંદાજિત 10 ડિગ્રી જેટલી તાપમાનમાં તફાવત પાડે છે.

ઇકો ફ્રેન્ડલી ઇંટ : આ મશીનમાં બનતી ઈંટના ફાયદાઓ પણ જોઇએ. મશીનથી બનતી ઈટ અને અનેક પ્રકારના ફાયદા થાય છે. હાલમાં ઉપલબ્ધ ઈટ ભઠ્ઠામાં શેકીને તૈયાર કરવામાં આવે છે. જેના કારણે ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રદૂષણ પણ થતું હોય છે. ત્યારે આ ઈટ મશીનમાં પ્રેશર આપવાથી તૈયાર કરવામાં આવતી હોય છે. જેના કારણે પ્રદૂષણ થતું નથી. સાથે સાથે સામાન્ય ઈંટ 35 KG વજનની ક્ષમતા ધરાવે છે જ્યારે આ ઈંટ અંદાજિત 65 KG વજનની ક્ષમતા ધરાવી શકે છે. સાથે ઘરમાં ભેજ આવવાની શક્યતાઓ પણ નહિવત જોવા મળી આવે છે. વળી આ મશીનથી કાચુ મટિરિયલ તૈયાર હોય તો 2 સેકન્ડમાંજ એક ઈંટ તૈયાર થાય છે.

અહીંયા અભ્યાસ કરતા અંદાજિત 10 જેટલા વિદ્યાર્થીઓએ મહેનત કરીને આ એક મશીનની ડિઝાઇન તૈયાર કરી હતી. એક વર્ષની મહેનત બાદ આ મશીન તૈયાર થયું છે. આ મશીન આગામી સમયમાં બજારમાં પણ એક પ્રોડક્ટ તરીકે મૂકવામાં આવશે. જેથી આવા સ્ટાર્ટઅપના વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહન મળી શકે છે...ઉર્વીશ સોની (મેન્ટર)

પ્રદૂષણ અટકી શકે : વિદ્યાર્થીઓના બ્રિક મેકિંગ મશીનના કોન્સેપ્ટમાં મેન્ટર પ્રોફેસરે વધુમાં જણાવ્યું હતું કે ભઠ્ઠામાં ઈંટ શેકવાથી અનેક પ્રકારના પ્રદૂષણ થતા હોય છે. આ પ્રદૂષણને કેવી રીતે અટકાવી શકાય તેનો વિચાર આવ્યો હતો. આ વિચારથી જ અમે આ એક ઈંટ બનાવવાનું મશીન તેમજ એક અલગ પ્રકારની ઈટ બનાવવાનો વિચાર આવ્યો હતો.

  1. રામ મંદિર શિલાન્યાસ: ગાઝિયાબાદ ચાંદીના વેપારીઓ દ્વારા 22 કિલો ચાંદીની ઇંટ મંદિરને ભેટ
  2. સુરતના મકાનમાં તરતી ઈંટો જોઈ વિદેશીઓ પણ આશ્ચર્યમાં મૂકાયા, ઇન્ટરનેશનલ એવોર્ડ માટે પસંદગી
  3. Special gift to PM: કર્ણાટકમાં PM મોદીને શ્રીરામ મંદિર માટે ચાંદીની ઈંટની ભેટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.