અમદાવાદ : અમદાવાદમાં રહેતા જીતેન્દ્ર રતિલાલ જોશી પાસે માત્ર ભારત જ નહીં પણ વિદેશની બંસરી ક્લકેશન જોવા મળી આવે છે. તેમની પાસે કુલ 100 જેટલી બંસરી કલેક્શન છે. જેમાં 2 બંસરી જર્મન અને અમેરિકન બંસરી છે. જેની કિંમત અંદાજિત 7 થી 10 લાખ સુધીની છે.આવો જાણીએ કેવા પ્રકારની બંસરી કલેક્શન તેમની પાસે છે.
બંસરી કલેક્શનનો શોખ : આજના સમયમાં દરેક વ્યક્તિને અવનવા શોખ હોય છે. અમદાવાદના શ્યામલ વિસ્તારમાં રહેતા જે.આર.જોશીનો તેમાં શુમાર થાય છે. તેઓ લેખક છે. પોતાની કળાથી લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરે છે. પરંતુ તેમના પોતાના મનની અભિવ્યક્તિ માટે તેમણે બંસરીનો શોખ વિકસાવ્યો છે. તેેમની પાસે અલગ અલગ પ્રકારની બંસરીનું કલેક્શન જોવા મળી રહ્યું છે. જેમાં તેની કિંમત પણ એવી મોંઘી જોવા મળી જે જાણીને આપણને આશ્ચર્ય થઇ આવ.
શું કહે છે બંસરી શોખ વિશે : જે. આર. જોશીએ ઇટીવી ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેમને બંસરી વગાડવાનો શોખ નાનપણથી જ હતો. તેઓ એક ખાખી બાવાની જગ્યા ઉપર પૂજા કરતા હતા ત્યારે તેમને એક નાની બંસરી હાથમાં આવી હતી. જેના પર તેમના શિક્ષકે મદારીની ધૂન શીખવી હતી.
મારા શિક્ષકે મને નાગીન અને મદારીની ધૂન શીખવાડી હતી. મારા શિક્ષક પણ સંગીત ખૂબ જ સારું આવડતું હતું. તે સમય મારી પાસે પૈસાની સગવડ હતી નહીં અને બંસરીમાં પણ સરગમની પણ એ ખબર પડતી ન હતી. પરંતુ જેમ મારી પાસે પૈસાની સગવડ થવા લાગી ત્યારે મેં અલગ અલગ પ્રકારની બંસરી ખરીદવાની શરૂઆત કરી હતી. બાબુ બંસરી જર્મન શ્રી જેવી બંસરી પણ હાલમાં મારી પાસે છે. હાલમાં હું સરગમ પરથી પણ બંસરી સારી રીતે વગાડી શકો છું... જે. આર. જોશી (બંસરીના શોખીન)
બંસરી કલેક્શનનું વૈવિધ્ય : જે આર જોશી પાસે જોવા મળતી બંસરીના કલેક્શન અંગે જણાવીએ તો તેમાં અવનવું વૈવિધ્ય છે. તેમાં 3 ફૂટની બંસરી પણ છે. તેમની પાસે હાલમાં 100થી પણ વધુની સંખ્યામાં બામ્બુ બંસરીનું કલેક્શન છે. બામ્બુ બંસીને સૌથી સારી ગણવામાં આવે છે. જેમાં સૌથી મોટી ત્રણ ફૂટ એક ઇંચની બંસરી છે જેનો અવાજ ખૂબ જ મધુર હોય છે. તો તેમની પાસે સૌથી નાની કહી શકાય એવી 6 ઇંચની બંસરી પણ છે .આ અવાજ ખૂબ જ તીવ્ર અને કાનમાં વાગે તેઓ ઝીણો છે.
આ પણ વાંચો:
7 લાખ રુપિયાની બંસરી : કઇ બંસરીના અદભૂત ચાહક જે આર જોષી પાસે ભારત જ નહીં, જર્મની અને અમેરિકન બંસરીનું કલેક્શન પણ છે. આની અંદર 23 જાતની સ્વિચ હોય છે. જેમાં એક શબ્દ ત્રણ અલગ અલગ જગ્યાએથી વગાડી શકાય છે. જે બીજી બંસરીમાં આ શક્ય નથી. જર્મન જેમાં આર્ટ કંપની જે બંસરી બનાવે છે તે બંસરીની કિંમત ખૂબ જ ઊંચી 7 લાખ રુપિયાની છે. આ બંસરી ઓર્ડર મુજબ જ બનાવવામાં આવે છે. તેમની પાસે જે બંસરી છે તે અંદાજે 9000થી 42000 ડોલર સુધીની બંસરી છે. ભારતીય કિંમત પ્રમાણે અંદાજિત 7 લાખથી શરૂઆત થાય છે. એટલે ખૂબ જ મોંઘી બંસરી હોય છે. પરંતુ તેને ત્યાંથી અહીંયા લાવવા માટે વધુ 3 લાખ રુપિયાનો ખર્ચ લાગે છેે તેથી ઓવરઓલ કોસ્ટ 10 લાખ સુધીમાં પહોંચે ત્યારે આ બંસરી ભારતમાં આપણને પ્રાપ્ત થાય છે.
બંસરી સાથે અન્ય કલેક્શન : આ ઉપરાંત જે. આર. જોશીની એક સંગ્રાહક તરીકે વાત કરવામાં આવે તો તેઓ માત્ર બંસરીનું કલેક્શન ધરાવે છે એવું નથી. તેમની પાસે અલગ અલગ વિદેશી ઘડિયાળનું પણ કલેક્શન સારા પ્રમાણમાં છે. જે. આર. જોશીને બંસરીનો શોખ હોવાથી આટલી મોટી સંખ્યામાં બંસરી વસાવી છે. આ ઉપરાંત તે પોતે એક લેખક તરીકે અત્યાર સુધી 10 જેટલી નવલકથાઓ પણ લખી છે અને 50 પાનાંની ડિક્શનરીનું કલેક્શન પણ તેમની પાસે ઉપલબ્ધ છે.