અમદાવાદ : ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્ર ચૂડાસમાને એકાએક છાતીમાં દુખાવો અને છાતીમાં ગભરામણની ફરિયાદ થતાં તેમને ગત મોડી રાતે યુ એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના ડૉકટરોએ તમામ રીપોર્ટ કરાવ્યા પછી બાયપાસ સર્જરી કરવી પડશે તેવો અભિપ્રાય આપ્યો હતો. જેને પગલે આજે સાંજે બાયપાસ સર્જરી થાય તેવી સંભાવના છે.
ભૂપેન્દ્રસિંહની તબિયત સ્ટેબલ છે. તેઓના સારવાર માટે જરૂરી તમામ રીપોર્ટ્સ કરાવ્યા છે. એન્જિયોગ્રાફી થઈ ગઈ છે અને હવે તેમની બાયપાસ સર્જરી કરાશે...ડૉ. ચિરાગ દોશી(યુ.એન. મહેતા હોસ્પિટલના ડાયરેક્ટર)
સીનીયર ડૉકટરોની ટીમ હાજર : ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની સારવાર માટે યુએન મહેતા હોસ્પિટલમાં તમામ સીનીયર ડૉકટરો હાજર છે અને તેમની સારવાર હાલ ચાલી રહી છે અને તેઓની તબિયત સ્ટેબલ હોવાનો રીપોર્ટ મળ્યો છે. ઉલ્લેખનીય છે કે તેઓ થોડા સમયથી સક્રિય રાજકારણથી અલગ થયેલા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા પોતાના ગાંધીનગરના નિવાસસ્થાને બે દિવસ રહે્તાં હતાં અને ચાર દિવસ તેમના ધોળકાના નિવાસસ્થાને સમય વીતાવતાં હતાં.
સરકાર અને પક્ષમાં મહત્ત્વનું સ્થાન : ભૂપેન્દ્રસિંહ ધોળકા બેઠકના ધારાસભ્ય હતાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા ધોળકા બેઠકના ધારાસભ્ય હતાં અને તેઓ 1991-92થી ગુજરાત સરકારમાં પ્રધાન પદ પર રહ્યા હતાં.. વિજય રૂપાણી કેબિનેટમાં તેઓ બીજા નંબરના પ્રધાન હતા. તેઓ કૃષિપ્રધાન, શિક્ષણપ્રધાન રહી ચુક્યા છે. નર્મદા નિગમના ચેરમેન પદે પણ સેવા આપી હતી. તેઓ ધોળકા બેઠક પરના લોકપ્રિય નેતા છે અને ડિસેમ્બર 2022ની વિધાનસભાની ચૂંટણીમાં તેમને પાર્ટીએ ટિકિટ આપી ન હતી. તેમના સ્થાને કિરીટસિંહ ડાભીને ટિકિટ આપી હતી, અને તેઓ ચૂંટાઈ આવ્યા હતાં. ભૂપેન્દ્રસિંહે કિરીટસિંહ ડાભીને સંપૂર્ણ ટેકો અને તેમનો પ્રચાર કરીને જીત અપાવી હતી.