ETV Bharat / state

Ahmedabad News : અમદાવાદના આલ્ફા મોલમાં કેએફસી ફૂડ સેન્ટર સીલ, આરોગ્યવિભાગે કુલ 13 એકમ સામે કાર્યવાહી કરી

અમદાવાદ આલ્ફા મોલમાં કેએફસી ફૂડ કોર્ટમાં પ્રદૂષિત પાણીનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ મારવામાં આવ્યું છે. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના અન્ય 13 જેટલા એકમ પણ સીલ કરાયાં છે.

Ahmedabad News : અમદાવાદના આલ્ફા મોલમાં કેએફસી ફૂડ સેન્ટર સીલ, આરોગ્યવિભાગે કુલ 13 એકમ સામે કાર્યવાહી કરી
Ahmedabad News : અમદાવાદના આલ્ફા મોલમાં કેએફસી ફૂડ સેન્ટર સીલ, આરોગ્યવિભાગે કુલ 13 એકમ સામે કાર્યવાહી કરી
author img

By

Published : Jun 7, 2023, 7:48 PM IST

અન્ય 13 જેટલા એકમ પણ સીલ

અમદાવાદ : આજના યુવાનો સારી સારી બ્રાન્ડ ધરાવતી ફૂડ કોર્ટની અંદર નાસ્તા કરવાનું મોહ રાખતા જોવા મળી આવતા હોય છે. પરંતુ તેની અંદર ઉપયોગ કરવામાં આવતી ખાદ્ય સાધન સામગ્રી બિનઆરોગ્યપ્રદ હોવાને કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવતા હોય છે. જેના સંદર્ભમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવા ફૂડ કોર્ટ પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અને શંકાસ્પદ નમૂનાઓ જણાતાં તેનું ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. જો અનફિટ સેમ્પલ જણાય તો તેને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

નામાંકિત ફૂડ કોર્ટ કેએફસી સીલ : ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર જનતાના પ્રશ્નો નિરાકરણ માટે CCRS COMPLALIN નામની એક એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. જેમાં અમદાવાદ શહેરની જનતા પોતાની જાતે જ ફરિયાદ દાખલ કરી શકે છે.

પશ્ચિમ ઝોનમાં આવેલ બોડકદેવ બોર્ડમાં આલ્ફા મોલની અંદર આવેલ નામાંકિત KFCની અંદર ખરાબ પાણી અને ફૂડની ફરિયાદ મળતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફૂડ વિભાગ દ્વારા પાણીનું તેમજ ફૂડનું સેમ્પલ લઇ સેન્ટ્રલ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન કોલીફોર્મ અને ફિકલ ઇકોલાઈ બેક્ટેરિયાનું પ્રમાણ વધારે માત્રામાં હોવાથી તે પાણીનું સેમ્પલ અનફિટ જાહેર કરવામાં આવ્યું હતું. જેના સંદર્ભમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આલ્ફા મોલમાં આવેલ કેએફસીને સીલ કર્યું છે...પ્રવીણ ચૌધરી(ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર )

કુલ 13 એકમ સામે કાર્યવાહી : આ ઉપરાંત અંદર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જુદા જુદા ઝોનમાં ખાદ્ય પદાર્થ તેમજ પીવાલાયક પાણીનો વપરાશ થતો હોય તેનું પણ ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા રાજેશ દાળવડા,નાગર દાળવડા, જય ભવાની છોલે ભટુરે, આશાપુરા ભોજનાલય, અંબિકા ભાજીપાઉ, ક્રિષ્ના ફૂડ સેન્ટર, કર્ણાવતી દાબેલી અને ન્યુ રાયપુર ભજીયા હાઉસ આ તમામ જગ્યા ઉપરથી કુલ 486 કિલો બિન આરોગ્યપ્રદ ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો અને 13 એકમોને સીલ કરવામાં આવ્યા છે.

અનફિટ સેમ્પલ પર કાર્યવાહી
અનફિટ સેમ્પલ પર કાર્યવાહી

વધુ 73 નમૂના લેવામાં આવ્યા : છેલ્લા એક સપ્તાહની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાંથી ફૂડ વિભાગ દ્વારા 613 જેટલા ખાદ્ય ધંધાકીય એકમોનું તપાસ કરવામાં આવી હતી જેમાંથી 346 જેટલા એકમોને નોટિસ આપવામાં આવી છે. જેમાં શેરડીના રસના 6 નમુના, ડેરી પ્રોડક્ટસના 5 નમૂના, મીઠાઈના 6 નમુના, નમકીનના 9, નમુના ખાદ્યતેલના 2, બેસન અને મેદાના 3, નમૂના મસાલાના 21 અને અન્ય 21 એમ કુલ મળીને 73 જેટલા શંકાસ્પદ નમૂનાઓ લેવામાં આવ્યા છે. જેના સંદર્ભમાં કુલ 2 લાખથી પણ વધુનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.

  1. નામ બડે ઔર દર્શન ખોટે, KFCના બર્ગરમાંથી ઈયળ નીકળી
  2. Vadodara News: વડોદરામાં પુરવઠા વિભાગનો સપાટો, સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનને કરાઈ સીલ
  3. Vadodara News : વડોદરામાં રોજ ચેકિંગ વગર અન્ય રાજ્યમાંથી 7 હજાર કિલો પનીર આવે છે, વિક્રેતાઓ સામે કાર્યવાહી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.