અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જનરલ બોર્ડમાં આજ હાટકેશ્વર બ્રિજને 1 મહિના થયો તેમ છતાં તોડવામાં કેમ નથી આવ્યો અને બિલ્ડર છેલ્લા 1 મહિનાથી ફરાર છે તો તેની ધરપકડ કેમ કરવામાં આવતી નથી તે મુદ્દો ગાજ્યો હતો. રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના 20 કામો બિલ્ડરને 80 કરોડના વધારા સાથે આપવામાં આવ્યા છે. જેને લઈ વિપક્ષ દ્વારા આકરા પ્રહાર કરવામાં આવ્યા હતાં.
- Ahmedabad News : અંતે ભ્રષ્ટાચારનો બ્રિજ તોડી પડાશે, હાટકેશ્વર બ્રિજ તોડી નવો બનાવાશે, ચાર અધિકારી સસ્પેન્ડ
- AMC: બ્રિજના કામમાં કોન્ટ્રાક્ટરો સાથે એકને ખોળ બીજાને ગોળની નીતિ કેમ? વિપક્ષના સળગતા સવાલ
- Protest for Bridge: કાર્યવાહી કરો છો કે પછી અમે હાઈકોર્ટ જઈએ, હાટકેશ્વર બ્રિજ મામલે વિપક્ષે આપી AMCને ચિમકી
જનરલ બોર્ડમાં વિપક્ષના પ્રહાર : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અનેક કામને મંજૂરી આપવામાં આવતી હોય છે. અમુક કામોમાં ભ્રષ્ટાચાર અથવા તે કામ સમય મર્યાદામાં પુરા થતા ના હોય તેવા કેસ પણ સામે આવતા હોય છે. ત્યારે આજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માસિક જનરલ બોર્ડમાં રોડ બિલ્ડીંગ કામો લઈને વિપક્ષ દ્વારા આકરા પ્રહાર કરવામાં આવ્યા હતાં. ભાજપ તેને બચાવવાનો પ્રયત્ન કરી રહી હોય તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
હાટકેશ્વર બ્રિજ માટે જે કમિશનર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઇતિહાસ સૌથી ઉત્તમ નિર્ણય કહી શકાય છે. હાટકેશ્વર બ્રિજના કોન્ટ્રકટરને બ્લેક લિસ્ટ અને પોલીસ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ હજુ સુધી પોલીસ તેમને પકડી શકી કેમ નથી. આ સાથે એવું સાબિત થઈ રહ્યું છે. સાથે 1 મહિનાથી બ્રિજના તોડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો તે છતાં હજુ કેમ ભ્રષ્ટાચારનો બ્રિજ હજુ સુધી કેમ તોડવામાં નથી આવ્યો. શહેઝાદખાન પઠાણ (વિપક્ષ નેતા, એએમસી)
641 કરોડનું કામ એક જ કોન્ટ્રકટરને : વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 11 મેના રોજ 400 કરોડના રોડના તાકીદમાં લાવવામાં આવ્યા હતા. પરંતુ 641 કરોડના કામ એક જ કોન્ટ્રકટરને કેમ આપવામાં આવે છે તે પણ એક મોટો સવાલ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 20 કામો 7 જેટલા કોન્ક્ટ્રેકટરને 324.77 કરોડ કામ આપવામાં આવ્યા છે. પરંતુ કોર્પોરેશન દ્વારા તે તમામ કોન્ક્ટ્રેકટરને 26 ટકા જેટલા વધારા સાથે 405 કરોડના કામ આપવામાં આવ્યા છે.
વિપક્ષનું કામ જ છે વિરોધ કરવાનું છે. તે કોઈ પણ કામ ના હોય ત્યારે વિરોધ કરતા હોય છે. કમિશનર દ્વારા પણ તેને તોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એટલે આમ વિરોધ કરાવ્યો એ અયોગ્ય કહેવાય છે. હાટકેશ્વર બ્રિજ મુદ્દે કોન્ટ્રકટરને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો છે અને ફરિયાદ પણ કરાઇ છે...કિરીટ પરમાર (મેયર, અમદાવાદ)
મેયરનો વાર : અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમારે જણાવ્યું હતું કે વિપક્ષનું કામ જ છે. વિરોધ કરવાનું કામ છે.તે કોઈ પણ કામ ના હોય ત્યારે વિરોધ કરતા હોય છે. તેમ હાટકેશ્વર બ્રિજ મુદ્દે કોન્ટ્રેકટરને બ્લેકલિસ્ટ કરવા સાથે તેની પર પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. તેમ છતાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. પોલીસ તેની રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે. કમિશનર દ્વારા પણ તેને તોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.એટલે આમ વિરોધ કરાવ્યો એ અયોગ્ય જણાય છે.